surat : સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે ગણેશજી ( ganeshji ) ની પ્રતિમા પર પથ્થરમારો થતાં હિંસા ભડકી હતી. આગામી 16 સપ્ટેમ્બરે ઈદ ( eid ) અને ગણેશ વિસર્જન ( ganesh visharjan ) બન્ને સાથે હોવાથી આ દિવસે કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા સુરત પોલીસ તૈયાર નથી. સંવેદનશીલ વિસ્તારો માટે પોલીસે ખાસ રણનીતિ ઘડી છે. આ વખતે સરકારીની સાથે-સાથે પ્રાઈવેટ સીસીટીવી કેમેરા ( cctv camera ) નો પણ ઉપયોગ કરાશે. ધંધાના સ્થળે કે ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાનો પોલીસ ( police) ઉપયોગ કરશે. 7 ડ્રોનથી સતત સર્વેલન્સ અને પોલીસના પ્રાઇવેટ વીડિયોગ્રાફર પણ રહેશે. ઉપરાંત 320 ધાબા પર પોલીસની ખાસ ટીમ તૈનાત હશે. બે ધર્મના તહેવાર પર અંદાજે 15,000થી વધુ સુરક્ષાકર્મીઓ ફરજ બજાવશે. હાલમાં પણ ગણેશ પંડાલ બહાર પોલીસના ( police ) જવાનોનો ચુસ્ત બંદોબસ્ત છે.

https://www.facebook.com/DNSWebch/

surat

https://dailynewsstock.in/2024/09/13/surat-smimmer-death-dengue-hospital-docter/

સૈયદપુરાની હિંસા બાદ સુરત પોલીસ હાઈએલર્ટ પર છે. ઈદ અને ગણેશ વિસર્જન પર કોઈ અઈચ્છનીય ઘટના ન બને તે માટે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કોમ્બિંગ બાદ હવે ડ્રોન સર્વેલન્સના આધારે પોલીસ દરેક વિસ્તારમાં ચાંપતી નજર રાખી રહી છે. શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવેલા કેટલાક ગણેશ પંડાલમાં પોલીસ કર્મીઓ તૈનાત છે, જેથી કોઈપણ અસામાજિક તત્ત્વો વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કરે. પોલીસ જમીન અને આકાશથી સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહી છે.

surat : સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે ગણેશજી ( ganeshji ) ની પ્રતિમા પર પથ્થરમારો થતાં હિંસા ભડકી હતી. આગામી 16 સપ્ટેમ્બરે ઈદ ( eid ) અને ગણેશ વિસર્જન ( ganesh visharjan ) બન્ને સાથે હોવાથી

આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસના 1600 જેટલા કેમેરા છે. સાથો સાથ ત્યાં કોર્પોરેશનમાં પણ કેમરા છે. ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી 300 અલગ કેમરા લાગેલા છે. અમારા 3,000થી વધુ આ વિસ્તારોમાં કેમરા છે. આ સિવાય ઘણા બધા કેમેરા સ્થાનિક નાગરિકોના છે. ઘરમાં અને કામ ધંધાના સ્થળે લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ અમે કરવાના છીએ. જ્યાં કેમેરા નથી, ત્યાં અમે પોતાના પ્રાઇવેટ વીડિયોગ્રાફર મૂકવાના છે.

વધુમાં ઉમેર્યું કે, 40 એવા સ્થળો નક્કી કર્યા છે, જ્યાં ટેમ્પરરી કોર્પોરેશન તરફથી કેમેરા લગાવવામાં આવશે. જ્યાં અમને લાગે છે કે, આ ગ્રે એરિયા છે, ત્યાં અમે કેમરા લગાવી રહ્યા છે. ડ્રોનથી સતત સર્વેલન્સ કરવામાં આવશે. ગલી અને આગાસી પર શું ચાલી રહ્યું છે તે અંગેની માહિતી અમે મેળવશું. ધાબા અને અગાસી પર અમારી ટીમ તેનાન રહેશે. 320 ધાબા ઉપર ત્રણથી ચાર પોલીસ કર્મીઓ સુરક્ષા બંદોબસ્ત માટે રહેશે. જેને જોઈને અમે કમ્યુનિકેટ કરી શકીશું. તમામને ચેનલ નંબર આપવામાં આવ્યા છે, જેથી સહેલાઈથી અમે કમ્યુનિકેટ કરતા રહીએ અને જરૂર લાગે તો અમે પગલાં લઈ શકીએ.

37 Post