surat : સુરતમાં ( surat ) વધુ એક નકલી નોટ ( duplicate note ) છાપવાનું મિની કારખાનું ( mini factory ) ઝડપી પાડવામાં આવ્યું છે. સુરત શહેર એસ.ઓ.જી ( sog ) દ્વારા સરથાણાના યોગી ચોક વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં કાપડ ઓનલાઇન ( online ) વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાનો પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસે ઓનલાઇન કાપડ વેચાણની ઓફિસમાંથી રાહુલ, ભાવેશ અને પવનને પકડી પાડ્યા હતા. ભાવેશ નકલી નોટ છાપતો હતો તો પવન અને રાહુલ નોટોની ડિલિવરી ( delivery ) લેવા આવ્યા હતા. એસઓજીએ સ્થળ પરથી 1 લાખની ફેક કરન્સી, કોમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઇલ વગેરે મળી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. એક મહિનાથી તેઓએ આ રેકેટ ( racket ) શરૂ કર્યુ હતું.
https://www.facebook.com/DNSWebch/

ભેજાબાજો 1 અસલી નોટ સામે 3 નકલી નોટ આપતા હતા. જેમ કે રૂપિયા 100ની એક નોટ અપાય તો સામે 100ની 3 નકલી નોટ અપાતી હતી. પાનના ગલ્લા, શાકભાજી, ફુટ જેવા છૂટક માર્કેટમાં નોટ પધરાવવાની ફિરાકમાં હતા. ભેજાબાજોએ નકલી નોટ માર્કેટમાં ફરતી કરી દીધી છે કે કેમ? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. આ રેકેટમાં વધુ આરોપીઓનાં નામ બહાર આવે તેવી શક્યતા છે.
surat : સુરતમાં વધુ એક નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. સુરત શહેર એસ.ઓ.જી દ્વારા સરથાણાના યોગી ચોક વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં કાપડ ઓનલાઇન
કોમ્પ્યુટરમાં નકલી ચલણી નોટ બનાવવામાં આવતી હતી. ત્યારબાદ તેની પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કાઢવામાં આવતી હતી. નોટનો કાગળ પણ એક દમ અસલી ચલણી નોટ જેવો જ છે. જેથી કાગળ પણ ક્યાંથી લાવતા હતા કે કોણ આપતું હતું તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે સુરત શહેર એસ ઓ જી પોલીસને બાતમી મળી હતી કે, સરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે એપલ સ્ક્વેરમાં આવેલી એક ઓફિસમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે. જે આધારે આજે એસઓજી પોલીસે એપલ સ્ક્વેર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી 406 નંબરની ઓનલાઇન કાપડ વેચાણની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. ઓફિસમાંથી ત્રણ જેટલા ઈસમો મળી આવ્યા હતા.
એસ ઓ જી પોલીસ દ્વારા ઓફિસમાં તપાસ કરવામાં આવતા કમ્પ્યુટરમાં જ નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ કોમ્પ્યુટર, પ્રિન્ટર, એક લાખની નકલી નોટો સાથે ત્રણ જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય ઈસમો દ્વારા માત્ર 100 રૂપિયાની નકલી નોટો બનાવવામાં આવી રહી હતી.
એસઓજી પોલીસ દ્વારા હાલ તો આ ત્રણેય ઈસમોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. નકલી ચલણી નોટ છાપવાનું ક્યાંથી શીખ્યા, નકલી ચલણી નોટ ક્યારથી છાપી રહ્યા હતા, અત્યાર સુધીમાં કેટલી નકલી ચલણી નોટ છાપી છે, આ નકલી ચલણી નોટો ક્યાં વટાવવામાં આવી છે? જેવા સવાલો આ ત્રણે આરોપીઓને કરવામાં આવી રહ્યા છે.