Surat : એરપોર્ટ નજીક હાઈપ્રોફાઈલ દારૂ-ડ્રગ્સની મહેફિલ કરતા 7 ઝડપાયાSurat : એરપોર્ટ નજીક હાઈપ્રોફાઈલ દારૂ-ડ્રગ્સની મહેફિલ કરતા 7 ઝડપાયા

surat : સુરત એરપોર્ટ ( Airport )નજીક બંગલામાં ચાલી રહેલી દારૂ ( Alcohol )અને ડ્ર્ગ્સની ( Drugs )મહેફિલ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 3 પુરુષ અને 4 મહિલા સહિત કુલ 7 લોકોને ઝડપી પાડ્યા છે. બંગલા નંબર 114, આશીર્વાદ ફાર્મ ખાતે ચાલી રહેલી દારૂની મહેફિલમાં દરોડા દરમિયાન, પોલીસને 4.11 ગ્રામ MD ડ્રગ્સ અને IMFL (INDIAN MADE FOREIGN LIQUOR- ભારતીય બનાવટનો વિદેશી દારૂ) દારૂ મળી આવ્યો હતો. જેનો કુલ મુદ્દામાલ રૂ. 1.84 લાખનો છે. આ કેસમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

https://dailynewsstock.in/mudra-loan-goverment-pmmy-adharcard/

surat

surat : સુરતના ડુમ્મસ રોડ, એરપોર્ટ સામે આવેલા આશીર્વાદ ફાર્મ્સના બંગલા નંબર 114માં એક હાઈપ્રોફાઈલ દારૂ અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંગે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ને ચોક્કસ બાતમી મળી હતી. 10 જૂન, 2025 ના રોજ રાત્રિના 8:30 વાગ્યા પછી આ પાર્ટી શરૂ થવાની હતી, જેમાં કેટલીક મહિલાઓ અને પુરુષો દારૂ અને પ્રતિબંધિત ડ્રગ્સની મહેફિલ માણવા ભેગા થવાના હતા.

surat : સુરત એરપોર્ટ નજીક બંગલામાં ચાલી રહેલી દારૂ અને ડ્ર્ગ્સની મહેફિલ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 3 પુરુષ અને 4 મહિલા સહિત કુલ 7 લોકોને ઝડપી પાડ્યા છે.

surat : આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટીમ સાથે એક મહિલા અને એક પુરુષ સહિત બે સરકારી પંચોને લઈ ફાર્મ હાઉસ પર દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન પાર્ટીમાં હાજર કુલ 7 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પાર્ટીનું આયોજન કરનાર મુખ્ય આરોપી ચિરાગ કાળુભાઇ માણીયા (રહે. વરાછા, સુરત, મુળ ભાવનગર) ઉપરાંત રજત અનિલભાઇ પાઠક, ધર્મેશ મનુભાઇ છોટાળા અને 4 મહિલાઓ સહિત તમામની ધરપકડ કરવામાં આવી છે.

surat : રેડ સ્થળેથી પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન (MD) ડ્રગ્સનું 4.11 ગ્રામ ચોખ્ખું વજન, જેની કિંમત રૂપિયા 41,100 છે, તે ઉપરાંત અલગ અલગ કંપનીના માર્કાવાળી સીલબંધ 180 MLની 10 IMFL (INDIAN MADE FOREIGN LIQUOR)દારૂની બોટલોની (કિંમત રૂપિયા 2,880) અને 4 ખાલી બોટલો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1,84,980ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

https://youtube.com/shorts/LOpG3o1Pj54

surat

surat : આ પકડાયેલા 7 આરોપીઓ અને મેફેડ્રોન ડ્રગ્સ તથા IMFL દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય 2 વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)એ પોલીસ ધી નાર્કોટીક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ-1985ની કલમ- 8(સી), 22(બી), 29 તથા પ્રોહી.એ.કલમ-65(એ)(એ), 66(1)(બી), 83, 84 મુજબનો ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર ગુનાની ઊંડાણપૂર્વક તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે, જેથી આ ડ્રગ્સ અને દારૂની પાર્ટીના રેકેટમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ અને તેના સપ્લાય ચેઈનને ખુલ્લી પાડી શકાય.

185 Post