surat : સુરતમાં પોલીસ ( surat police ) દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં દિવાળી ( diwali ) નો તહેવાર આવી રહ્યો છે. આ દરમિયાન બેન્ક ( bank ) બહાર પોલીસે બેનરો ( banner ) લગાડ્યા છે, જેમાં લોકોએ શું-શું તકેદારીઓ રાખવી તેની માહિતી આપવામાં આવી છે. બેન્કમાં આવતી વખતે લોકો સ્પષ્ટપણે આ બેનર વાંચી શકે અને તકેદારીઓ રાખે તે મુજબ આ બેનરો લગાડવામાં આવ્યા છે.
અલગ-અલગ બેન્કો બહાર બેનરો લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી
આગામી સમયમાં દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે. તહેવાર ( festival ) દરમિયાન બેન્કોમાંથી રૂપિયાની લેવડ દેવડ પણ વધુ પ્રમાણમાં થતી હોય છે ત્યારે ચોરી, લૂંટ, ચીલઝડપ જેવી કોઈ અનિચ્છનિય ઘટના ન બને અને લોકો સાવચેત રહે અને તકેદારીઓ રાખે તે માટે પોલીસ દ્વારા હવે બેન્કો બહાર બેનરો લગાડવામાં આવ્યા છે. સુરતના લાલગેટ પોલીસ દ્વારા આજે અલગ-અલગ બેન્કો બહાર આ બેનરો લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બેનરની અંદર લોકોએ શું-શું તકેદારીઓ રાખવી તે અંગેની માહિતી આપવામાં આવી છે. બેન્કમાં આવતી વખતે લોકો સ્પષ્ટપણે આ બેનર વાંચી શકે અને તકેદારીઓ રાખે તે મુજબ આ બેનરો લગાડવામાં આવ્યા છે.
surat : સુરતમાં પોલીસ ( surat police ) દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં દિવાળી ( diwali ) નો તહેવાર આવી રહ્યો છે.
લાલગેટ પી.આઈ. એન.એમ ચૌધરીએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન કોઈ ચોરી કે લૂંટના બનાવ ના બને એની તકેદારીના ભાગરૂપે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને રાજમાર્ગ પર મોટા-મોટા બજારો અને બેન્કો આવેલી છે ત્યાં બેન્કોમાં જે પણ લોકો પૈસા ભરવા અથવા ઉપાડવા માટે આવે ત્યારે તેઓની સાથે કોઈ બનાવ ના બને તે અનુસંધાને અલગ-અલગ પ્રકારની સાવચેતી રાખવાની સૂચનાઓ પોસ્ટર સ્વરૂપે કરી. દરેક બેન્કના એન્ટ્રી ગેટ પર લોકો સરળતાથી વાંચી શકે તે મુજબ લગાડ્યા છે અને બેન્ક મેનેજરને પણ મળીને 5 લાખ કે મોટી રકમ હોય અથવા તો ઘરેણાં લઇ જવાના હોય તો 100 નંબર અથવા તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાથી પોલીસ તમને મદદ કરશે એ તમામ બાબતની અલગ-અલગ સૂચનાઓ કરવામાં આવી છે.
સાથે સાથે સુરત ( surat ) શહેરની સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા એક ખાસ જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરાઈ છે. જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીસીઆર વાનમાંથી લાઉડ સ્પીકર કાઢીને પોલીસ માઇકમાં ખાસ સંદેશો આપી રહી છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, ભરચક વિસ્તાર અને બજારોમાં કિંમતી સામાન કેવી રીતે સાચવવું. લાઉડ સ્પીકર પર તમામ પ્રકારની જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે. તહેવાર સમયે શું કરવું અને શું ન કરવું. કઈ રીતે તકેદારી રાખવી આ તમામ જાણકારી લોકોને આપવામાં આવી રહી છે.