surat : સુરત જિલ્લામાં ( ssuratdistrict ) તસ્કરો બે-લગામ બન્યા છે. એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને ( police ) પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના કીમ ચારરસ્તા નજીક તસ્કરોએ યુનિયન બેન્કને ( union bank ) નિશાન બનાવી હતી. યુનિયન બેંકના પાછળના ભાગનો દરવાજો તોડી બેંકમાં ઘૂસ્યા હતા. લોકર રૂમ ( loker room ) ની દીવાલ કટર મશીનથી તોડી બાકોરું પાડ્યું હતું અને લોકરના અંદાજિત 06 જેટલા ખાનાઓ તોડ્યા હતા. લોકરમાં કેટલા મુદ્દામાલની ચોરી કરી એ હજુ જાણવા મળ્યું નથી.

https://youtube.com/shorts/Y_9RLgsn7o4?feature=share

https://dailynewsstock.in/2024/12/17/rashifal-newyear-jyotush-shastra-marriage-rerlationship-kundli/

વહેલી સવારે ઘટનાની જાણ બેંકના અધિકારીઓને થતા તેઓએ તુરંત કોસંબા પોલીસ ( kosmba police ) નો સંપર્ક કર્યો હતો. ઘટનાને પગલે સુરત ગ્રામ્ય Dy.SP આર.આર સરવૈયા, LCB પીઆઇ આર.બી ભટોળ, SOG પીઆઈ બી.જી ઈશરાણી, પી.એચ જાડેજા સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમજ પોલીસ દ્વારા બેંકના અધિકારીઓ, કર્મચારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

surat : સુરત જિલ્લામાં ( ssuratdistrict ) તસ્કરો બે-લગામ બન્યા છે. એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને ( police ) પડકાર ફેંકી રહ્યા છે.

સુરતના કિમ ચારરસ્તા નજીક યુનિયન બેંકમાં તસ્કરીની ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ ( district police ) વડા હિતેશ જોયસરએ ઘટના સ્થળે જઈને નિરીક્ષણ કર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ગ્રાહકોના કુલ 6 જેટલા લોકર તૂટ્યા હોવાનું સામે આવ્યું છે. આટલી મોટી બેન્ક છતાં બેંક દ્વારા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યો ન હતો. બેંકના પાછળના ભાગે ફક્ત પ્લાસ્ટીકનો તકલાદી દરવાજો હતો. તપાસમાં સુરત જિલ્લા LCB, SOG અને કોસંબા પોલીસ જોડાઈ છે. કેટલાની ચોરી થઈ એ હજુ આંકડો સામે આવ્યો નથી, હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આવેલી છે. વહેલી સવારે બેંકમાં સેફ ડીપોઝીટ લોકર છે ત્યાં પાછળની બાજુમાં એક રૂમમાં બાકોરું પાડીને ચોરી કરવામાં આવી હતી. સવારે ચોરી અંગેની જાણ બેંકમાં થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ડોગ સ્કવોર્ડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પ્રાથમિક તપાસમાં બેંકમાં કોઈ સિક્યુરીટી ગાર્ડ પણ ના હોવાનું બહાર આવ્યું હતું.

સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, વહેલી સવારે કીમ ચોકડી પાસે કોસંબા પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડીયામાં સેફ ડીપોઝીટ લોકર છે ત્યાં પાછળની બાજુમાં એક રૂમમાં બાકોરું પાડીને 6 જેટલા લોકરમાંથી ચોરી થઇ હોવાનું જણાય છે. એ લોકરમાં શું હતું અને કોનું છે તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. ડોગ સ્કવોર્ડ અને એફએલએલની ટીમે ઘટના સ્થળે વિઝીટ કરી છે, જિલ્લાની પોલીસની એસઓજી, એલસીબી, ડીવાયએસપી કામરેજ, કોસંબા,કીમની અલગ અલગ ૭ જેટલી ટીમો તપાસમાં જોડાઈ છે અને ઘરફોડ ચોરીનો ગુનાનો ભેદ ઝડપથી ઉકેલવાની કામગીરી કરાઈ રહી છે. હાલમાં પ્રાથમિક પૂછપરછમાં બેંક દ્વારા કોઈ ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી ના હતી, આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

39 Post