surat : દિવાળી ( diwali ) નજીક આવતા જ ડિસ્કાઉન્ટનું ( discount ) લ્હાયમાં લોકો ખરીદી કરતા હોય છે અને છેતરાતા હોય છે. અને આમ પણ ક્હેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ના મરે. ત્યારે સુરત ( surat ) ના સરથાણાના ( sarthana ) રિજોય જ્વેલ્સની શુદ્ધ ચાંદી ( silver ) ની ખરીદી પર 40 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ફેસબુક પર રીલ જોઈ એક યુવકે ખરીદી કરતાં 39,721 ગુમાવવા પડ્યા છે. આ ઝવેરી શુદ્ધ ચાંદી કહીને 55 ટકા ચાંદીવાળા દાગીના પધરાવતા હતા. યુવકે લેબમાં તપાસ કરાવતાં આખું ભોપાળું સામે આવ્યું હતું, જેથી તેણે સરથાણા પોલીસમાં ( police ) ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે રિજોય જ્વેલ્સના ભાગીદારો ખોડીદાસ રામજી બેલડિયા, ચેતન ગણેશ ગાંગાણી, સાગર મકોડ ગાંગાણી અને અશોક લલ્લુ વઘાસિયા સામે ગુનો નોંધ્યો છે.

https://youtube.com/shorts/H093rJaLbhA?feature=share

https://dailynewsstock.in/2024/10/19/gujarat-game-online-love-jihad-islam-dharma-police/

સરથાણા યોગીચોકની યોગેશ્વર સોસાયટીમાં રહેતા હર્ષદ કાળુભાઈ કાછડિયાએ 7મીએ મોબાઇલમાં રિજોય જ્વેલ્સની ડિસ્કાઉન્ટવાળી રીલ જોઈ હતી, જેથી તેઓ તે જ દિવસે ખરીદી કરવા સાત વર્ણીરાજ કોમ્પ્લેક્સમાં આવેલા રિજોય જ્વેલ્સમાં ગયા હતા, જ્યાંથી પત્ની માટે 361.110 ગ્રામનો ઝૂડો ખરીદ્યો હતો, જેની કિંમત 39721 હતી, જેમાં 3 ટકા GST સાથે 43,973નું બિલ અપાયું હતું. હર્ષદભાઈએ ચાંદીના દાગીનાની ખરીદી રોકડેથી કરી હતી. તપાસ અધિકારીએ ગવર્મેન્ટ અધિકૃત વેલ્યુઅર પાસે રિજોય જ્વેલ્સના ભાગીદારોને હાજર રાખીને વીડિયોગ્રાફી સાથે ચાંદીનો લેબ રિપોર્ટ કરાવ્યો હતો.

surat : દિવાળી નજીક આવતા જ ડિસ્કાઉન્ટનું લ્હાયમાં લોકો ખરીદી કરતા હોય છે અને છેતરાતા હોય છે. અને આમ પણ ક્હેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ના મરે

સરથાણા યોગીચોક ખાતે રહેતા હર્ષદ કાછડિયાએ રિજોય જ્વેલ્સમાંથી ઝૂડાની ખરીદી કર્યા બાદ તેમને ચાંદી બાબતે શંકા ગઈ હતી, જેથી તેમણે કતારગામમાં લેબમાં ચાંદીને ચેક કરાવ્યું હતું, જેમાં ઝૂડામાં વપરાયેલી ચાંદીની ચેઇનની ગુણવતા 8થી 15 ટકા, ક્લિપ્સની ગુણવત્તા 28થી 36 ટકા તથા બોલ્સની ગુણવત્તા 50થી 60 ટકાની આજુબાજુની નીકળી હતી. આ ઉપરાંત ચાંદીના કમરના ઝૂડામાં મોતી, સ્ટોન અને ડાયમંડનું વજન પણ જ્વેલર્સ દ્વારા ગણવામાં આવ્યું હોવાની જાણ થઈ હતી.

તેમણે ખરીદી કરેલા ચાંદીના દાગીનામાં 100 ટકા શુદ્ધ ચાંદીના 92 રૂપિયા અને મજૂરીના 18 રૂપિયા ગણી તથા મોતી, સ્ટોન અને ડાયમંડનું વજન પણ ચાંદીમાં ગણી લીધું હતું. આમ, હર્ષદભાઈએ તપાસ કર્યા બાદ પોતાની સાથે રિજોય જ્વેલ્સના સંચાલકોએ છેતરપિંડી કરી હોવાનો અહેસાસ થયો હતો, જેથી તેમણે સરથાણા પોલીસમાં આ બાબતે ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

66 Post