surat : સુરતમાં હીરાઉદ્યોગમાં ( Diamond Industry )ભારે મંદીના કારણે રત્નકલાકારો ( Diamond Worker )આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને પગાર પણ ઘટીને અડધા થઈ ગયા છે.જેના કારણે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સરકારે બેરોજગાર રત્નકલાકારોના બાળકોની 13,500/- રૂપિયા શિક્ષણ ફી ભરવાની જાહેરાત કરી છે. હીરાઉદ્યોગની મંદીની અસરથી કોઈ રત્નકલાકાર બાકી નથી.
https://dailynewsstock.in/2025/03/29/bangkok-myanmar-thailand-cracks/

ત્યારે સંપૂર્ણ બેરોજગાર રત્નકલાકારની સાથે જે અર્ધ બેરોજગાર રત્નકલાકારો કે જેના પગાર ઘટીને અડધા થઈ ગયા છે. તેમના બાળકોની શિક્ષણ ફી ભરવામાં સરકાર મદદ કરે તથા 13,500/- ની ફી મર્યાદા નક્કી કરવામાં આવી તેને બદલે સંપૂર્ણ ફી ભરવામાં આવે એવી માંગણી ડાયમંડ વર્કર યુનિયને કરી છે.
surat : સુરતમાં હીરાઉદ્યોગમાં ભારે મંદીના કારણે રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને પગાર પણ ઘટીને અડધા થઈ ગયા છે.
surat : ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જીલેરીયાએ જણાવ્યું કે હીરાઉદ્યોગના કારખાનાં કાયદેસર રીતે ફેક્ટરી એક્ટ: 1948 હેઠળ નોંધાયેલા હોવા જોઈએ પરંતુ હીરાઉદ્યોગમાં મજુર કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામા આવે છે. જેથી મોટાભાગના રત્નકલાકારો પાસે કંપનીનું આઈ.કાર્ડ તથા પગાર સ્લીપ, ESIC, પ્રોવિડન્ટ ફંડ જેવા મહત્વના પુરાવા હોતા નથી. બીજી તરફ સરકાર દ્વારા પણ રત્નકલાકારોની કોઈ નોંધણી કરવામાં આવતી નથી.
https://youtube.com/shorts/5LcLiFrOJCw
જેના કારણે હીરાઉદ્યોગના રત્નકલાકારોને રત્નકલાકાર સાબિત કરવો ખૂબ અઘરું કાર્ય બની જાય છે ત્યારે સરકારે જાહેર કરેલી યોજનામાં રત્નકલાકાર તથા બેરોજગાર રત્નકલાકારની વ્યાખ્યા અને નિયમોમાં સુધારો કરવામાં આવે તો જ યોજનાનો લાભ રત્નકલાકારો સુધી પહોંચી શકે છે.
surat : જિલ્લા સ્તરે કલેક્ટરની અધ્યક્ષતામાં જે કમિટી બને તેમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના સયુંકત નિયામકને પણ સામેલ કરો. યોજનાની અમલવારી માટે રાજય સ્તરે તથા જિલ્લા અને તાલુકા સ્તરની કમિટીમાં રત્નકલાકારોના પ્રતિનિધિને સામેલ કરો. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત હીરાઉદ્યોગના રત્નકલાકારોનું સરકાર માન્ય લેબર એક્ટ મુજબ નોંધાયેલું સૌથી મોટુ, બિન રાજકીય અને સક્રિય સંગઠન છે. રાજ્ય સરકારે જે કમિટીની જાહેરાત કરી છે.

surat : કોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી અમે ઈચ્છીએ છીએ કે સમિતિ બનાવવામાં આવી છે તેમાં રત્ન કલાકારોના પ્રશ્નોને વાચા આપી શકે તે માટે કમિટીમાં રત્ન કલાકારોને સ્થાન આપવું જોઈએ.ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જીલેરીયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે જે યોજનાની જાહેરાત કરવામાં આવી છે તેમાં 13,500 જેટલી ફી નક્કી કરવામાં આવી છે પરંતુ કમિટીના સભ્યોએ અને સરકારે વિચારવું જોઈએ કે આજે જુનિયર અને સિનિયરમાં ભણતા વિદ્યાર્થીઓની શાળાની ફી પણ 13,500 કરતાં વધારે હોય છે
ત્યારે અન્ય અભ્યાસ કરનારા બાળકોની ફી કેટલી હશે તે સરકારે વિચારવું જોઈએ. અમારી માંગણી છે કે સરકારે 13,500ની જે મર્યાદા રાખી છે તેને સંપૂર્ણપણે દૂર કરવી જોઈએ. સમિતિમાં ડાયમંડ વર્કર સાથે જોડાયેલા સંગઠનોને સ્થાન મળવું જોઈએ પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સરકારે બનાવેલી કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. સરકારે જે જાહેરાત કરી છે તેનાથી અમને સંતોષ નથી અમારી ઘણી માંગણી સ્વીકારવામાં આવી નથી.