surat : શહેરના શહેરીજનોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી સિટી બસ ( city bus ) સેવા ( service ) ફરીવાર વિવાદમાં સપડાઈ છે. બસ એજન્સીની અયોગ્ય વ્યવસ્થાપન અને ડ્રાઈવરો ( drivers ) ની હડતાળના ( strike ) કારણે ગત શનિવારે મગોબ બસડેપો ( bus depo ) પર તેઓ એકત્ર થયા હતા અને હડતાળના કારણે શહેરીજનોને મુશ્કેલી સર્જાઈ હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખી સુરત ( surat ) મહાનગરપાલિકા દ્વારા ગ્રીન સેલ સુરત પ્રાઇવેટ લિમિટેડ ( green sell surat private limited ) એજન્સીને 15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને ભવિષ્યમાં સખત પગલાં માટે ચેતવણી આપવામાં આવી છે.
https://youtube.com/shorts/ZHOJ0cxR44A?feature=share
https://dailynewsstock.in/2024/12/11/surat-udhana-police-station-cctv-camera-video-viral/
7 ડિસેમ્બરના રોજ મગોબ બસડેપો પર કેટલાક બસ ડ્રાઈવરોની હડતાળના કારણે 150 બસોમાંથી માત્ર 77 બસો ચલાવવામાં આવી હતી. સાંજ સુધીમાં આ સંખ્યા ઘટીને માત્ર 61 રહી હતી, જેના કારણે હજારો યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી અને હડતાળના કારણે યાત્રીઓને પડેલી મુશ્કેલી સામે જવાબદારી નિભાવતાં ગ્રીન સેલ એજન્સી પર 15 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો.
surat : શહેરના શહેરીજનોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી સિટી બસ ( city bus ) સેવા ( service ) ફરીવાર વિવાદમાં સપડાઈ છે.
ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું કે, શહેરીજનોને ભવિષ્યમાં આ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ બસ એજન્સીઓને સખત ચેતવણી આપવામાં આવી છે. બસ સેવા વ્યવસ્થિત ચાલે તે માટે કડક નિયંત્રણ લાવવામાં આવશે.
શહેરીજનોની સુવિધા માટે ચાલી રહેલી સુરત સિટી બસ સેવા સતત વિવાદમાં છે. છેલ્લા નવ મહિનામાં સર્વિસની તકલીફો અને ગેરવહીવટના કારણે વિવિધ બસ એજન્સીઓને કુલ 5 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. તે ઉપરાંત, ટિકિટ ચોરી અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 657 બસ કંડક્ટર્સને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, શહેરીજનોની મુસાફરી સુનિશ્ચિત કરવા માટે જો એજન્સીઓ સેવા સુધારે નહીં, તો વધુ સખ્ત પગલાં લેવામાં આવશે. બસ સેવા સુગમ બનાવવા અને શહેરીજનોની તકલીફોને ટાળવા માટે કડક ચેકિંગ અને નિયમન કરવામાં આવશે.