surat : સુરત ( surat ) શહેર ( city ) માંથી પસાર થતી તાપી નદી ( tapi river ) ફરી જીવંત થઇ જશે. એટલું જ નહીં સુરત શહેરનાં લોકોને પાણીની અછત 50 વર્ષ સુધી નહીં સર્જાય. આ માટે સુરત મહાનગરપાલિકા ( muncipal corporation ) તાપી નદી ઉપર કન્વેશનલ બેરેજ પ્રોજેક્ટ આગામી ચાર વર્ષમાં પૂર્ણ થાય તે રીતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

https://www.facebook.com/DNSWebch/

surat

https://dailynewsstock.in/2024/08/28/rain-momsoon-gujarati-vadodara-couple-river/

સુરત મહાનગરપાલિકાએ તાપી નદી પર બરેજ બનાવવાનું નક્કી કર્યું છે. જેના કારણે આવનાર વર્ષોમાં સુરત ( surat ) ની પ્રજાને ક્યારે પણ પાણીની અછત સર્જાશે નહીં. સુરતથી પસાર થનાર તાપી નદી અરબી સમુદ્રમાં મળે છે. જેના કારણે કરોડો લીટર પાણી સમુદ્રમાં ઠલવાઇ જતું હતું. ખાસ કરીને મોનસુન ( monsoon ) સમય પીવાલાયક પાણી સમુદ્રમાં જતું હતું. મોનસુનના પાણીને કઈ રીતે સ્ટોરેજ ( store ) કરી શહેરીજનોને પીવાલાયક પાણી આપી શકાય વિચાર સાથે સુરત મહાનગરપાલિકા તાપી નદી પર કરોડોના ખર્ચે બેરેજ બનાવશે.

surat : સુરત ( surat ) શહેર ( city ) માંથી પસાર થતી તાપી નદી ( tapi river ) ફરી જીવંત થઇ જશે. એટલું જ નહીં સુરત શહેરનાં લોકોને પાણીની અછત 50 વર્ષ સુધી નહીં સર્જાય.

પહેલા તબક્કામાં દરેક પ્રકારના સર્વેની કામગીરી, રિપોર્ટ અને મંજૂરી મેળવવામાં આવશે. બીજા તબક્કામાં કન્સ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જ્યારે ત્રીજા તબક્કામાં સાડા ત્રણથી ચાર વર્ષમાં કામ પૂર્ણ કરીને ઓએનએમ નક્કી કરવામાં આવશે.50 વર્ષના ડેટા મુજબ 10.52 લાખ ક્યુસેકના પૂર માટે ડિઝાઈન તૈયાર કરશે.

સુરતની પ્રજા માટે મહત્વકાંક્ષી કન્વેન્શનલ બેરેજ થકી રૂઢથી કોઝવે સુધીના 10 કિમીનું મીઠા સરોવરનું તળાવ રચાશે. સરોવરમાં 1700 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે. આ પ્રોજેકટના કારણે શહેરમાંથી પસાર થતી તાપી નદી ફરી જીવંત થઇ જશે. તાપી નદી 12 માસે મીઠાપાણીથી ભરાયેલી રહેતા શહેરના ભૂગર્ભ જળની ક્વોલિટી સુધરશે. સુચીત બેરેજની કામગીરી પૂરી થયા બાદ સુરત શહેરમાં વર્ષ 2033 ની 1.17 કરોડની વસ્તી અને 2048માં 2.27 કરોડની વસ્તી થવાનો અંદાજ છે. તેના માટે પાણી પુરવઠો આ બેરેજમાંથી પુરતા પ્રમાણમાં મળી રહેશે.

સુરત ( surat ) શહેરની લાંબાગાળાની પાણીની સુવિધા માટે આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરુપે સુરત પાલિકાએ રુંઢ અને ભાઠા વચ્ચે કન્વેશનલ બેરેજનું આયોજન કર્યું છે. બેરેજના મેથેમેટિકલ અને ફીઝીકલ મોડેલ સ્ટડી સરકારી સંસ્થા જીડબલ્યુપી આરએસ, પુણા પાસે પણ અલગથી કરવામાં આવી રહી છે. બેરેજ પ્રોજેક્ટ મેથેમેટિકલ સ્ટડી, ફિઝિકલ મોડેલ સ્ટડી ની કામગીરી પુર્ણ થઈ છે. સુરત શહેરના અતિ મહત્વકાંક્ષી એવા બેરેજ માટે 76 થી વધુ સર્વે સ્ટડી માટે પાલિકાને મંજુરી મળી છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે.

10 Post