surat : સુરત શહેર ( surat city ) ના જાણીતા એવા લાલભાઈ કોન્ટ્રાક્ટર ( lalbhai contract ) પરિવારનો ડખો ક્રાઈમ બ્રાન્ચના ( crime branch ) ઉંબરે પહોંચ્યો છે. ક્રિકેટ એસોસિએશન ( cricket association ) ના પ્રમુખ ( president ) અને પરિવારના કનૈયાલાલે પેઢીના ભાગીદાર એવા ભાઈ, ભાભી અને માતાના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી પેઢીની ઓફિસ પર રૂપિયા 2.92 કરોડની મોર્ગેજ લોન ( loan ) લીધી હતી. બજાજ ફાઇનાન્સમાંથી બાકી લોનની નોટિસ ( loan notice ) આવતા ભાંડો ફૂટ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે કનૈયા કોન્ટ્રાક્ટર સામે છેતરપિંડી, બોગસ દસ્તાવેજ બનાવવા સહિતની કલમો અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. જેની તપાસ હાલ ઇકોનોમિક સેલને સોંપવામાં આવી છે.

https://youtube.com/shorts/H093rJaLbhA?feature=share

https://dailynewsstock.in/2024/10/25/gujarat-rajbha-gadhvi-adivasi-society-dang/

વર્ષ 2020માં એવું જાણવા મળ્યું કે, પેઢીની મિલકત પર મોર્ગેજ લોન મામલે બજાજ ફાઇનાન્સ દ્વારા અમદાવાદની અસેટ રિ-કન્સ્ટ્રક્શન કંપની ઇન્ડિયા લિ.ને કાર્યવાહી કરવાની કામગીરી સોંપી હતી. કંપની દ્વારા પેઢીની 3 કરોડના મૂલ્યવાળી ઓફિસ કહો કે મિલકતના સિમ્બોલિક કબ્જો મેળવવા કોર્ટમાંથી હૂકમ પણ મેળવાયો હતો. કંપની દ્વારા લોન બાબતના દસ્તાવેજી પુરાવા ટપાલ થકી મોકલાયા હતા. જેમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, જનરલ પાવર ઓફ એટર્નીમાં પાવર આપનાર તરીકે મે.કનૈયા કન્સ્ટ્રક્શનના ભાગીદારો નયનાબેન, હેમંતભાઇ, ડાહીબેનના નામો લખ્યા હતા. પાવર લેનાર તરીકે કનૈયા કોન્ટ્રાક્ટરનું નામ લખ્યું હતું. પાવરના છેલ્લા પાના પર ત્રણેય ભાગીદારોના ફોટા અને બોગસ સહિ પણ કરાયેલી હતી.

surat : સુરત શહેર ( surat city ) ના જાણીતા એવા લાલભાઈ કોન્ટ્રાક્ટર ( lalbhai contract ) પરિવારનો ડખો ક્રાઈમ બ્રાન્ચના ( crime branch ) ઉંબરે પહોંચ્યો છે.

આરોપ છે કે, હેમંતભાઇના મૃત્યુ બાદ કનૈયાલાલે ભાગીદારી પેઢીની અન્ય મિલકતો બાબતે નયનાબેનને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. પરિચિતોને મોકલી મોંઘી મિલકત સાવ નજીવા દરે વેચાણથી રાખવા પ્રયાસો શરૂ કર્યા હતા. પતિની ગેરહાજરીમાં જેઠ કનૈયાલાલ ભાગીદારી પેઢીની મિલકતોનો યેનકેન પ્રકારે દુરૂપયોગ કરે તેવી પણ નયનાબેનને દહેશત છે. આખરે નયનાબેને ન્યાય માટે પોલીસની શરણ લીધી હતી. ક્રાઇમ બ્રાંચે કનૈયાલાલ લાલભાઇ કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધ્યો હતો. ઇકો સેલના પીઆઇ સોલંકી તપાસ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કનૈયાલાલ સુરત ડિસ્ટ્રક્ટ ક્રિકેટ એસો.ના પ્રમુખ પણ છે.

આ સમગ્ર મામલે નયના કોન્ટ્રાકટરએ જણાવ્યું હતું કે, હેમંત કોન્ટ્રાક્ટર અને હું 23 ઓક્ટોમ્બર 2009ના રોજ દુબઇ ગયા હતા. દુબઇથી તેઓ સીધા લંડન ગયા હતા. લંડનથી દુબઇ થઇ 4 નવેમ્બર 2009ના રોજ સુરત પરત ફર્યા હતા. પાસપોર્ટ, ઇમિગ્રેશન સહિતના પુરાવામાં પણ સમયગાળામાં દુબઇ-લંડન હાજરી મળી આવી હતી. આમ, અમારી ગેરહાજરીમાં કનૈયા કોન્ટ્રાક્ટરે ખેલ કરી બોગસ પાવર બનાવડાવ્યો હતો. જે પાવરના આધારે ભાગીદારી પેઢીની મિલકત પર 2.92 કરોડની મોર્ગેજ લોન લઇ લોનના નાણાં અગંત વપરાશમાં વાપરી નાંખ્યા હતા. ત્યાર બાદ 67 લાખની બાકી લોનના હપ્તા ભર્યા ન હતા.

37 Post