surat : સુરત શહેરના ( surat city ) પોશ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સ ( jwellers ) ની દુકાનમાં ઇકો કાર ( eco car ) માં આવેલા ચોરોએ કરોડો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. કારમાં આવીને જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કરી સોના અને ચાંદીના ( gold and silver ) દાગીનાની ચોરી ( theft ) કરી છે. સીસીટીવી ફૂટેજમાં ( cctv footage ) આ ચાર આરોપીઓ જોવા મળે છે. જેના આધારે ઉમરા પોલીસે ( police ) તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/DNSWebch/

surat

https://dailynewsstock.in/2024/09/04/vastu-shastra-color-lighting-education-positive-money-child-kitchen/

સુરત શહેરના ઉમરા વિસ્તાર ખાતે આવેલા ટર્નિંગ પોઈન્ટ નજીક ઓરનામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી થઈ છે. રાત્રિના દરમિયાન ઇકો કારમાં આવેલા ચાર જેટલા લોકોએ દુકાનનું શટર ખોલી સોનાને ચાંદીની ચોરી કરી છે. અંદાજે કરોડો રૂપિયાની ચોરીની તપાસ ઉમરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જ્વેલર્સે પોલીસને પ્રાથમિક રીતે જણાવ્યું છે કે, શોપની અંદર ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા 3 કિલો સોનું અને 7 કિલો ચાંદી લઈને તસ્કરો ફરાર થઈ ગયા છે.

surat : સુરત શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સની દુકાનમાં ઇકો કારમાં આવેલા ચોરોએ કરોડો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

આરોપીઓ સૌ પ્રથમ ઇકો કારથી આવે છે અને ત્યાર બાદ દુકાનનું શટર ઊંચું કરી કરોડો રૂપિયાના સોના-ચાંદીની ચોરી કરે છે અને ત્યાર બાદ ડીવીઆર પણ લઈને ફરાર થઈ જાય છે. આ સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. ચોરીની ઘટનામાં કોઈ જાણભેદુ હોય તે દિશામાં હાલ પોલીસ તપાસ પણ કરી રહી છે.

વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ચોરીની ઘટના અંગે જાણ થતા હાલ અમે તપાસ કરી રહ્યા છે. કેટલું સોનું અને ચાંદીની ચોરી થઈ છે તે અંગે હાલ અમે બિલ મંગાવીને તપાસ કરી રહ્યા છે. સીસીટીવીમાં દેખાતા લોકો કોણ છે તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છે.

​​​​​​​એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ફરિયાદી શૈલેષભાઈ સોનીએ જણાવ્યું હતું કે, તેમની દુકાનમાં આશરે ત્રણ કિલો સોનુ સાતેક કિલો ચાંદી શો રૂમના સોકેસમાં મૂકવામાં આવી હતી તેની ચોરી થઈ છે. તાળું તોડીને જ્વેલર્સ શોપની અંદર તસ્કરો આવ્યા હતા. જેની અંદાજિત કિંમત તેઓએ 1.25 કરોડ રૂપિયા જણાવેલ છે. તાત્કાલિક તેમની ઘર ફોડ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી. ફિંગર પ્રિન્ટ, ડોગ સકોડ, એફએસએલના અધિકારીઓને સ્થળ પર બોલાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ ટીમો બનાવીને હ્યુમન તેમજ ટેકનીકલ સોર્સેસના મદદથી આરોપીઓને શોધવા માટે પ્રયત્નો અમારા ચાલુ છે.

36 Post