surat : સુરત શહેરમાં ( surat city ) દર વર્ષે ગણેશ ચતુર્થી ( ganehs chaturthi ) તહેવાર ( festival ) ખુબ જ ધૂમધામ ( celebration ) થી ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખુબ જ ધામધૂમ પૂર્વક ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને વિસર્જનની કામગીરી 21 કુત્રિમ તળાવ અને કુદરતી 3 ઓવારા ખાતે કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના ( smc ) આરોગ્ય વિભાગ દ્વારા તા. 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન દિવસે શહેરમાં ગણેશ વિસર્જન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સધન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

https://www.facebook.com/DNSWebch/

surat

https://dailynewsstock.in/2024/09/18/surat-2500-dindoli-parvat-patiya-udhana-pop-police-ganeshji/

જે અંતર્ગત શહેરના 369 રૂટ તેમજ મુખ્ય માર્ગો ખાતે ગણેશ વિસર્જન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 245 સુપરવાઈઝર, 3600થી વધુ સફાઈ કામદાર સાથે 16 જે.સી.બી., 27 ટ્રક, 175 ડોર ટુ ડોર ગાડી, 140 ઈ-વેહિકલ તથા 35 મિકેનિકલ સ્વીપર મશીન સાથે સધન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

ગણેશ સ્થાપનાના 10 દિવસ દરમ્યાન 24 મેટ્રિક ટન તથા વિસર્જન સમયે સફાઈ ઝુંબેશ દરમિયાન 9 મેટ્રિક ટન એમ કુલ 31 મેટ્રિક ટન ફ્લાવર વેસ્ટ એકત્રિત કરી વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે તેમજ 7 મેટ્રિક ટન સજાવટને લગતી સમગ્ર સામગ્રી MRF સેન્ટર ખાતે અને 117 મેટ્રિક ટન અન્ય વેસ્ટ એકત્રિત કરી ઝોનના ટ્રાન્સફર સ્ટેશન ખાતે મોકલી નિકાલ કરવામાં આવ્યો હતો.

વધુમાં આરોગ્ય વિભાગ ધ્વારા ગણેશ વિસર્જન માટે આવનાર વ્યક્તિઓ/જાહેર જનતા તથા સ્ટાફને આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે હેતુથી તમામ કુત્રિમ તળાવો પર 21 મેડિકલ ટીમો રાખવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન તમામ મેડિકલ ટીમો દ્વારા કુલ 27 જેટલા દર્દીઓ કે જેમાંથી 7 સામાન્ય ઇજા, 5 ખેંચના તથા 15 અન્ય તકલીફ સાથેના દર્દીઓએ સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. જેમાંથી 5 જેટલા ખેંચના દર્દીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

54 Post