surat : સુરતના ( surat ) સીમાડા નાકા વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં ગમને મિક્સિંગ કરવા કેમિકલ ( chemical ) નાંખતી વખતે આગ લાગી હતી. જેમાં પાંચ લોકો દાઝ્યા છે અને એક વ્યક્તિ ભડથું થઈ ગયો હતો. એ ઘટનામાં સરથાણા પોલીસે ( sarthana police ) ગુનાહિત બેદરકારી દાખવવા બદલ કારખાનેદાર જયેશ વસોયા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. ત્રીજા માળ ઉપર સાડીના પટ્ટા પર ટીકી સ્ટોન લગાવવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે ગમને મિક્સિંગ કરવા સમયે શોર્ટ સર્કિટ બાદ કેમિકલને કારણે આગ વિકરાળ બની હોવાનું પ્રાથમિક અનુમાન છે.
https://youtube.com/shorts/JaYqr_Ba_E0?feature=share

https://dailynewsstock.in/2024/09/27/crime-gunpoint-video-viral-socialmedia-arrest-share/
મૃતકના સાળા અને આ ખાતામાં જ કામ કરતા અવિનાશ વસાવાએ ખાતાના માલિક જયેશ વસોયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી મારા બનેવી પરેશભાઇ ગોવિંદભાઈ વસાવા, બહેન કુંજરાબેન વસાવા સહિતના સાથે જ રહું છું. બીજા માળે રહી ત્રીજા માળે જયેશભાઈ બાભુભાઈ વસોયાના ખાતામાં સાડીમાં ડાયમંડ લગાડવાનું કામ કરીએ છીએ. આ જયેશભાઈના ખાતામાં બીજા અન્ય ત્રણ માણસો કામ કરે છે. અમારો કામ કરવાનો રોજનો સમય સવારના નવ વાગ્યાથી સાંજના સાડા સાત સુધીનો છે.
surat : સુરતના ( surat ) સીમાડા નાકા વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં ગમને મિક્સિંગ કરવા કેમિકલ ( chemical ) નાંખતી વખતે આગ લાગી હતી. જેમાં પાંચ લોકો દાઝ્યા છે અને એક વ્યક્તિ ભડથું થઈ ગયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં કામ કરીએ છીએ ત્યાં સાડીમાં ડાયમંડ લગાડવાનું એક મશીન તથા ડાયમંડની શીટ બનાવવાનો ચારણો (મશીન) અને કેમિકલ પાતળું કરવાનું ગ્રાઈન્ડર મશીન આવેલ છે. જેમાં હું, વિવેક વસાવા, અન્ય ત્રણ માણસો સાડીમાં ડાયમંડ લગાડવાના મશીન પર કામ કરીએ છીએ. પરેશ વસાવા, કુંજરા વસાવા, નેહા વસાવા ડાયમંડની શીટ બનાવવાના ચારણા (મશીન) પર કામ કરે છે. ધવલ વસાવ, દિશાંત વસાવા, રોહન વસાવા ડાયમંડની શીટોમાંથી પ્લાસ્ટિક ઉખાડવાનું કામ કરે છે. શેઠ જયેશભાઈ વસોયા ગ્રાઈન્ડર મશીનમાં કેમિકલ પાતળું કરવાનું કામ કરે છે.
ગતરોજ સવારના આશરે નવેક વાગ્યાના અરસામાં કારીગરો શીટ બનાવવાના મશીનની બાજુમાં પ્લાસ્ટિક ( plastic ) ની પીપમાં કેમિકલ હોય જે કેમિકલ શેઠ જયેશભાઈ વસોયા ગ્રાઈન્ડર મશીન ( machine ) થી કેમિકલ પાતળું કરતા હતા. દરમિયાન સવારના આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં જયેશભાઈના હાથમાંથી ગ્રાઈન્ડર મશીન છટકી ગયું હતું. જેથી ગ્રાઈન્ડર મશીન વાયરમાં જતાં શોર્ટ સર્કિટ થઇ હતી. કેમિકલમાં ધડાકા સાથે આગ લાગી ગઈ હતી અને તરત જ આગ આખા ખાતામાં પ્રસરી ગઇ હતી.