surat : સુરતના ( surat ) વોર્ડ નંબર 30ના ભાજપ ( bhajap ) મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે ( dipika patel ) આપઘાત ( suicide ) કરી લીધો હતો. જેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ત્યારે આ કેસ હવે ત્રીજા પોલીસ ઇન્સ્પેકટર ( police inspector ) ના હાથમાં આવ્યો છે. આ તપાસમાં બે પીઆઈ ( pi ) કામ કરી ગયા અને હવે એ ત્રીજા પીઆઈ કામ કરી રહ્યા છે પણ હજુ સુધી આપઘાતના કારણનું રહસ્ય ઉકેલાયું નથી. પોલીસ હવે માત્ર એક જ રટણ કરી રહી છે કે, દીપિકા અને આ કેસમાં શંકાના દાયરામાં રહેલા ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીના ( chirag solanki ) મોબાઇલ ફોનના ( mobile phone ) એફેએસએલના રિપોર્ટ પર દારોમદાર છે. જો કોઈ શંકાસ્પદ જણાશે તો ફરિયાદ નોંધાવવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે.

https://youtube.com/shorts/ZHOJ0cxR44A?feature=share

https://dailynewsstock.in/2024/12/11/court-product-company-faring-cream/

સુરતના અલથાણના ભીમરાડ ગામે રહેતી શહેર ભાજપ વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દિપીકા નરેશભાઈ પટેલે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ચકચારી આ પ્રકરણમાં કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે શંકાની સોય તકાઈ રહી છે. આપઘાત પહેલાં ચિરાગને છેલ્લો કોલ કરવો, સૌથી પહેલાં દિપીકાના ઘરે પહોંચવું, ડેડબોડી હોસ્પિટલ લઈ જવી સહિતની બાબતોએ શંકા ફેલાવી હતી. જેના પગલે પહેલા દિવસથી ચિરાગ શંકાના દાયરામાં છે અને પોલીસ દ્વારા તેની બેવાર પૂછપરછ પણ કરવામાં આવી હતી.

surat : સુરતના ( surat ) વોર્ડ નંબર 30ના ભાજપ ( bhajap ) મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે ( dipika patel ) આપઘાત ( suicide ) કરી લીધો હતો.

ચિરાગ રોજ દિપીકાને 10થી 15 કોલ કરતો હતો. ચિરાગ દિપીકાને બહેન ગણાવે છે તે વાત પણ ચર્ચાને ચગડોળે ચઢી છે. કાંઠા વિસ્તાર સમગ્ર પંથકમાં ચાલી રહેલી તરેહતરેહની ચર્ચા વચ્ચે અલથાણ પોલીસે બે વખત કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ કરી હતી. જોકે, પોલીસ ચિરાગ વિરૂદ્ધ કોઇ ઠોસ પુરાવા મળ્યા નથી એવું કહે છે. બીજી તરફ દીપિકાના પરિવારજનોએ આ મામલે કોઈ આક્ષેપો ચિરાગ વિરૂદ્ધ કર્યા નથી. જેને પગલે પોલીસ મુંઝવણમાં મુકાઈ ગઇ છે.

દીપિકા પટેલે આપઘાત કર્યો ત્યારે અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી થઈ ગઈ હોવાથી એક દિવસની તપાસ અને ચિરાગની પૂછપરછ સહિતની કાર્યવાહી બાદ તેમના બદલીના સ્થળે હાજર થયા હતા. ત્યારબાદ આ તપાસ ખટોદરા પીઆઈને આપવામાં આવી હતી. જેમણે પણ ચિરાગની અઢી કલાક જેટલો સમય પૂછપરછ કરી તપાસ આગળ વધારી હતી. જોકે કોઈ ઠોસ પુરાવા હાથ લાગ્યા ન હતાં. દરમિયાન અલથાણ પીઆઈ તરીકે ડી ડી ચૌહાણની નિમણુંક થતા હવે તપાસ તેમને સોંપવામાં આવી છે.

પોલીસ હવે એફએસએલ રિપોર્ટ પર મદાર રાખીને બેઠી છે. પોલીસે દીપિકા અને ચિરાગના મોબાઇલ એફએસએલમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે. જેના રિપોર્ટના આધારે પોલીસ આ કેસમાં આગળની કાર્યવાહી કરશે. નાણાંકીય ડખામાં કે અંગત કારણોસર દિપીકાએ આપઘાત કર્યો? તે અંગે રહસ્ય ઘેરૂં બન્યું છે. જ્યારે દીપિકા કે ચિરાગના ફોનના ડેટા અથવા વાતની ચેટ ડિલીટ થઈ છે કે નહિ? પોલીસ હવે આ ભેદભરમ પરથી ક્યારે પડદો ઊંચકશે તેના પર સૌની મીટ મંડાઇ છે.

54 Post