surat : સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલાં રહેતાં સ્થાનિકોની હાલત કફોડી બની છે તેમજ સતત 7મા વર્ષે ખાડીપૂર આવ્યું છે. ખાસ કરીને વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઇટ, નંદનવન, વૃંદાવન અને માધવબાગ સોસાયટીના હજારો રહીશો ખાડીપૂરથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે. જ્યારે લિંબાયતમાં આવેલી મીઠી ખાડીમાં હજુ પણ પાણી ભરાયેલાં હોવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા બેભાન દર્દીઓ માટે કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.
surat : પૂરની ( flood ) આ સ્થિતિ વચ્ચે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. સીમાડાના વાલમનગરમાં AAP નાં આ ત્રણ કોર્પોરેટર રચના હીરપરા, મહેશ અણઘણ, વિપુલ સુવાગિયા તથા ભાજપના ( bhajap ) કાર્યકરો બાખડી પડ્યાં હતાં. AAPના કોર્પોરેટરો ( corporeter ) સ્થળે પહોંચતાં જ ભાજપના કાર્યકરોએ બબાલ શરૂ કરી દીધી હતી.
https://youtube.com/shorts/SO7n0W2KpXY?feature=shar

https://dailynewsstock.in/liquor-social-media-clear-effective-silent-organ/
surat : આ પહેલાં બપોરે 1 વાગ્યે લિંબાયતમાં રહેમાન નામની એક વ્યક્તિએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી, જોકે ફાયર વિભાગ પાસે ઘટનાસ્થળે બોટની સુવિધા ન હોવાથી મુશ્કેલી સર્જાઈ હતી. દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડી હતી. 65 વર્ષીય રહેમાન ભાઈને સ્મિમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.
surat : આ સંજોગોમાં 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ મીઠી ખાડીમાં ભરાયેલાં પાણી અને બોટની અછતને કારણે દર્દીને 108 સુધી પહોંચાડવામાં અંદાજે 30 મિનિટનો વિલંબ થયો હતો. આ ઘટના દર્શાવે છે કે ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિમાં તબીબી કટોકટી જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી સુવિધાઓનો અભાવ છે, જેના કારણે નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.
surat : સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલાં રહેતાં સ્થાનિકોની હાલત કફોડી બની છે તેમજ સતત 7મા વર્ષે ખાડીપૂર આવ્યું છે. ખાસ કરીને વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઇટ, નંદનવન, વૃંદાવન અને માધવબાગ સોસાયટીના હજારો રહીશો ખાડીપૂરથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
surat : પર્વત પાટિયા વિસ્તારમાં એકથી દોઢ કિલોમીટરના રસ્તા પર ગોઠણ સુધીનાં પાણી ભરાયેલાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલીઓનો પાર નથી. કામ-ધંધે જવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકો તો પાણીમાંથી બહાર નીકળવા માટે પેડલ રિક્ષાનો ઉપયોગ કરી રહ્યા છે, જેના માટે તેઓ 100 રૂપિયા ચૂકવીને પાણીમાંથી બહાર આવી રહ્યા છે. પાણીમાંથી પસાર થતી અનેક ગાડીઓ બંધ પડી જવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.
surat : સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીના નિકાલ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. આશ્ચર્યજનક રીતે ગઈકાલે જ પાલિકા કમિશનરે આ જ વિસ્તારની મુલાકાત લીધી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી, જેના કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશો દ્વારા તંત્રની નિષ્ફળતા સામે ભારે નારાજગી ઠાલવવામાં આવી રહી છે.
surat : સુરત અને ગુજરાતમાં ચોમાસાનો હજી તો વિધિવત્ પ્રારંભ થયાને ગણતરીના દિવસો જ વીત્યા છે ત્યાં જ સુરતીલાલાઓને ખાડીપૂરનો સામનો કરવાનો વારો આવ્યો છે. 22 જૂને રાત્રે અને 23 જૂને દિવસભર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના વરાછા રોડ, અડાજણ સહિતના વિસ્તારો મુશ્કેલીમાં મુકાયા હતા. 24 જૂને વહેલી સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતાં શહેરમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતાં સીમાડા, પર્વત પાટિયા, સરથાણા, ગોડાદરા, ભટાર, લિંબાયત, સણિયા હેમાદ સહિતના વિસ્તારના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સતત બીજા દિવસે ખાડીપૂરનાં પાણી હજુ ઓસર્યાં નથી.

surat : સુરત શહેરમાં 23 જૂનની સવારે 6 વાગ્યાથી લઈ 24 જૂનના બપોરના 12 વાગ્યા સુધીમાં, એટલે કે 30 કલાકમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ સુરત જિલ્લામાં પણ અવિરત વરસાદ પડ્યો હતો. એના પગલે તાપી નદીનું લેવલ વધતાં સુરત શહેરની અંદરથી પસાર થતી અલગ અલગ ખાડીઓનાં લેવલમાં પણ વધારો થયો હતો, જેના કારણે સુરતના સીમાડા, પર્વત પાટિયા, સરથાણા, ગોડાદરા, ભટાર, લિંબાયત વિસ્તારમાં ઘૂંટણ સમા અને કેડ સમા પાણી ભરાયાં. સૌથી વધુ હાલત સણિયા હેમાદની જોવા મળી હતી.