surat : સુરતના ( surat ) અશ્વિનીકુમાર ( ashvini kumar ) રોડ ઉપર એક ગોડાઉનમાં પોલીસ ( police ) અને આરોગ્ય વિભાગે ( health department ) દરોડા પાડી નકલી પનીર ( duplicate paneer ) અંદાજિત 150 કિલો ઝડપી પાડવામાં આવ્યું છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા પનીરના સેમ્પલ લઈ આરોગ્ય વિભાગને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ ( report ) આવ્યા બાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
https://youtube.com/shorts/eWygqmv1kIE?feature=share
https://dailynewsstock.in/2025/01/30/dahod-gujarat-dron-police-arrest-hightech-technology-camera/
કોઈપણ વ્યક્તિ ઘરની બહાર જમે છે તો સૌથી પહેલા પસંદગી હોય છે પનીર. પણ પનીર લાંબા સમયથી ડુપ્લીકેટ બજારમાં બનાવીને વેચવામાં આવતા હોવાની સતત ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે સુરતના અશ્વિનીકુમાર રોડ ઉપર આવેલા કાસની વાડી ખાતે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલની સામેના ભાગમાં આવેલા એક ગોડાઉનમાં નકલી પનીરનો જથ્થો મૂકવામાં આવ્યો છે. આ બાતમીના આધારે વરાછા પોલીસ ( varacha police ) દ્વારા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા.
surat : સુરતના ( surat ) અશ્વિનીકુમાર ( ashvini kumar ) રોડ ઉપર એક ગોડાઉનમાં પોલીસ ( police ) અને આરોગ્ય વિભાગે ( health department ) દરોડા પાડી નકલી પનીર ( duplicate paneer ) અંદાજિત 150 કિલો ઝડપી પાડવામાં આવ્યું છે.
જ્યાંથી આરોગ્ય વિભાગ એ 150 કિલો કરતાં વધુ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જો કે આરોગ્ય વિભાગને આપવાની નકલી રાખતા તેના સેમ્પલ લઈ ઉચ્ચ કારણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે સેમ્પલો મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ આ પનીરનો જથ્થો રાખનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે. જોકે પહેલા પર આ પ્રકારે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી નકલી પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે વધુ એક વખત આ જથ્થો મળી આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ સુરતમાં એક બાજુ નકલી પનીર તો બીજી બાજુ શંકાસ્પદ મિલાવટ વાળો ઘીનો મોટો જથ્થો પકડવામાં સુરત પોલીસને સફળતા મળી છે. સુરતની એલસીબી પોલીસ દ્વારા સુરતના પુણા અને સારોલી વિસ્તારની અલગ અલગ ત્રણ જગ્યા ઉપરથી નકલી ઘીનો મોટો જથ્થો પોલીસે કબજે કર્યો છે. અંદાજિત પાછળ લાખના આ મુદ્દામાલને કબજે કરી પોલીસ દ્વારા ઘી અસલી છે કે નકલી છે તેના માટે આરોગ્ય વિભાગની ટીમની મદદ લઈ સેમ્પલોને લેબ ટેસ્ટિંગ ખાતે મોકલવામાં આવ્યા છે.
દેશભરમાં મિલાવટી વસ્તુઓ વેચવામાં આવી રહી છે અને તેમાં ખાદ્ય વસ્તુઓ સૌથી વધુ મિલાવટી હોય છે. ત્યારે સુરત ઝોન વિસ્તારની એલસીબી ટીમને માહિતી મળી હતી કે સુરતના પુણા અને સારોલી વિસ્તારમાં ત્રણ જેટલી દુકાનોમાં સંકલ્પ ઘીનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે અને તેને સસ્તા ભાવે બજારમાં વેચવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા અલગ અલગ ત્રણ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ત્રણેય દુકાનો મળીને પોલીસે 65 લાખ રૂપિયા કરતા વધુ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ તમામ ઘીનો જથ્થો નકલી અથવા મિલાવટી હોવાનું લાગતા સુરત પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સાથે આરોગ્યની ટીમોને બોલાવી આ તમામ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ ઘી નકલી અથવા મીલાવટી છે કે નહીં તેના માટે પબ્લિક લેબોરેટરી ખાતે સેમ્પલ મોકલવામાં આવ્યા છે અને તેમનો ઉચ્ચ કારણનો રિપોર્ટ આવ્યા બાદ આ દુકાન સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.