surat : સુરત તેના ઉદ્યોગ ધંધા ના કારણે જેટલું ફેમસ છે તેટલું જ તેના વિવાદોના કારણે પણ બનતું જાય છે.સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ( airport ) પર વાહન પાર્કિંગ ( parking ) કોન્ટ્રાક્ટ ( conteract ) બાદ તમામ વિવાદો સામે આવી રહ્યા છે. રિક્ષાને નો એન્ટ્રી ( no entry ) , પાર્કિંગ અને એન્ટ્રી એક્ઝિટના બે ચાર્જ અલગ-અલગ વસૂલીને આવનાર મુસાફરો સાથે ઉઘાડી લૂંટ કરવામાં આવતા હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. આ સાથે જ સમયાંતરે ખાનગી કેબચાલકો ( cab drivers ) દ્વારા પણ મનમાની કરવામાં આવતી હોવાના આક્ષેપો થતા રહે છે. જેને પગલે દિવ્ય ભાસ્કર દ્વારા એરપોર્ટ ખાતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં એન્ટ્રી ( entry ) અને એક્ઝિટ ( exit ) ના અલગ-અલગ ચાર્જ વસૂલાતા હોવાનું સામે આવ્યું હતું.

https://www.facebook.com/DNSWebch/

surat

https://dailynewsstock.in/2024/09/06/dharma-chturthi-god-ganesh-celebrate-festival/

સુરત ( surat ) ઇન્ટરનેશનલ એરપોર્ટ ગેટ પર જ રિક્ષાને નો એન્ટ્રી અને જો એરપોર્ટની અંદર રિક્ષાચાલક પ્રવેશ કરે તો 500 રૂપિયાનો દંડ કરવાનું નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું હોવાનું દૃશ્ય કેમેરામાં કેદ થયું હતું. આ પહેલા પણ રિક્ષાચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને રેલી કાઢીને એરપોર્ટની અંદર રિક્ષા સ્ટેન્ડ આપવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

surat : સુરત તેના ઉદ્યોગ ધંધા ના કારણે જેટલું ફેમસ છે તેટલું જ તેના વિવાદોના કારણે પણ બનતું જાય છે.સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ( airport ) પર વાહન પાર્કિંગ ( parking ) કોન્ટ્રાક્ટ ( conteract ) બાદ તમામ વિવાદો સામે આવી રહ્યા છે.

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર જતાં જ નવા પાર્કિંગ કોન્ટ્રાક્ટર એ.એસ. મલ્ટી સર્વિસિસ દ્વારા એન્ટ્રી બૂથ લગાવવામાં આવ્યું છે. ક્યાંથી એક એન્ટ્રી ટોકન લેવાનું હોય છે. આ સાથે જ એરપોર્ટ પર પ્રવેશ કર્યાનો ટાઈમ પણ આ ટોકનમાં રજિસ્ટર થઈ જાય છે. ત્યારબાદ પાર્કિંગ તરફ ગયા હતા અને ત્યાં થોડો સમય રહ્યા બાદ એક્ઝિટ લીધી હતી. નવ મિનિટ સુધી ચાર્જ આપવાનો રહેતો નથી. જોકે, 20 મિનિટ સુધી થઈ ગઈ હોય બાઇક ચાલક પાસેથી ₹10નો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો

એન્ટ્રી અને એક્ઝિટની રસીદમાં બબ્બે મિનિટનો વેડફાટ
હવાઈ મુસાફરી કરતા કારચાલકો જ્યારે સુરત એરપોર્ટ પર આવે છે, ત્યારે એન્ટ્રી લીધા બાદ પાર્કિંગમાં કાર હોવાથી તેમની પાસેથી પાર્કિંગ અને સુરત એરપોર્ટ પરથી બહાર નીકળતા સમયે એક ચાર્જ એમ બે અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવે છે. જ્યારે એરપોર્ટ પરથી બહાર નીકળતા સમયે રાખવામાં આવેલા બૂથ પર જ્યારે એક્ઝિટ ચાર્જ વસૂલીને રસીદ આપવામાં આવે છે. જોકે, આ કામગીરી દરમિયાન એક થી બે મિનિટ જેટલો થઈ જાય છે.

એરપોર્ટ પરથી બહાર નીકળવાના રસ્તા પર મૂકવામાં આવેલા આ બૂથના કારણે અને ચાર્જ વસૂલી રસીદ આપવાના જે સમય છે તે વધુ લેવામાં આવે છે. તેના કારણે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બહાર નીકળવાના રસ્તાઓ પર વાહનોની લાઈનો લાગી જાય છે. આ વાહનચાલકો એના નિર્ધારિત સમયમાં જ બહાર નીકળી જવાનો પ્રયાસ કરતા હોય છે. જોકે, આ વાહનોની લાઈન ના કારણે તેમને ચાર્જ આપવો જ પડે છે.

આ બાબતે કોંગી નેતા દર્શન નાયકે જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ કે જ્યાં ડોમેસ્ટિક, નેશનલ અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ આવતી જતી હોય છે. હાલમાં જ સુરત એરપોર્ટને સરકારે ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કર્યું છે. સરકાર દ્વારા મોટે ઉપાડે સુરત એરપોર્ટ ખાતે સુવિધાઓ ઉપલબ્ધ કરવાની વાત કરે છે, પરંતુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને ભારે હેરાનગતિ કરી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે.

39 Post