Surat AirportSurat Airport

Surat Airport : અમદાવાદ પ્લેન દુર્ઘટના ( ahemdabad plane accident ) બાદ એરપોર્ટ ( airport ) આસપાસની જોખમી બિલ્ડિંગો સામે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને સુરતમાં હવે આ મામલો ગંભીર બની ગયો છે. તાજેતરમાં સુરત પાલિકાએ ( suart palika ) પાલના કાસા રિવેરા, વેસુના KPM- સેલેસ્ટિયલ ડ્રીમ્સના અઢીથી 5 કરોડની કિંમતના 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને નોટિસ ( notice ) આપી દીધી છે.2-3 વર્ષથી કરોડોની કિંમતના આ વૈભવી બિલ્ડિંગોને બીયુ અપાઈ ન હતી છતાં બિલ્ડરોએ અહીં ફ્લેટ વેચી દીધા હતા અને લોકો અહીં રહેવા પણ આવી ગયા છે. હવે પાલિકાએ 151 ફ્લેટ માલિકોને રાતોરાત ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી છે. જેને પગલે બિલ્ડરો પણ દોડતા થઈ ગયા છે. જો આ ફ્લેટધારકો ફ્લેટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજના કનેક્શનો પણ કાપી નાંખવાની ચેતવણી આપવામાં આવી છે.

Surat Airport : આ બિલ્ડિંગો જ્યારે બની તે પહેલાં પ્રક્રિયા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ ( airport authority ) એનઓસી આપી હતી, જેના આધારે પાલિકાએ વિકાસ પરવાનગી આપી હતી. બની ગયા પછી એરપોર્ટ ઓથોરિટીએ જ બિલ્ડિંગો જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં રાખી મુકવા પાલિકાને રિપોર્ટ કર્યો હતો, જેના આધારે પાલિકાએ કાસા રિવેરા, કેપીએમ ટેરાપ્રાઈમ અને સેલેસ્ટીયલ ડ્રીમ્સની બીયુ પરવાનગી આપી ન હતી.

https://www.instagram.com/reel/DLEaJZkstjH/?igsh=MTdldmd1bDZyM20xaQ==

Surat Airport

https://dailynewsstock.in/health-world-kidney-cancer-day/

Surat Airport : આ મામલે 2019માં હાઇકોર્ટમાં સામાજિક કાર્યકર્તા વિશ્વાસ બાંભુરકર દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ સુરત એરપોર્ટની આસપાસ સુરક્ષાને ભયમાં મુકતા બાંધકામ થયા છે. જેને લઈને પેસેન્જર, ક્રુ મેમ્બર્સ અને આસપાસ રહેતા લોકોની સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો છે. અરજદારે હાઇકોર્ટ સમક્ષ નિયત સમય કરતા વહેલી સુનાવણીની માગ કરી હતી. જેમાં ચીફ જજ સુનિતા અગરવાલની બેન્ચ સમક્ષ આજે(19 જૂન) આ અરજી ઉપસ્થિત થઈ હતી.

Surat Airport : અમદાવાદ પ્લેન દુર્ઘટના ( ahemdabad plane accident ) બાદ એરપોર્ટ ( airport ) આસપાસની જોખમી બિલ્ડિંગો સામે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને સુરતમાં હવે આ મામલો ગંભીર બની ગયો છે.

Surat Airport : જેમાં અરજદારે અમદાવાદ પ્લેન ક્રેશનું ઉદાહરણ આપી. સુરતમાં પણ પ્લેન અકસ્માતની સંભાવના દર્શાવતા 47 હજાર લોકોના જીવ જોખમમાં હોવાનું જણાવ્યું હતું. અરજદારે કહ્યું હતું કે આ અરજી કરાઈ ત્યારે તેની સુનાવણી દરમિયાન તેમને કોર્ટમાં નીચા જોણું કરાયું હતું અને દંડ કરવા ચીમકીઓ ઉચ્ચારાઇ હતી. જો કે હાઇકોર્ટે અરજદારની વહેલી સુનાવણીની માગ નકારી નાખીને અને નજીકની પણ કોઈ તારીખ નહીં આપીને સુનાવણી પહેલેથી મુકરર 16 જુલાઈએ જ રાખી હતી.

Surat Airport

કરોડો ખર્ચી ફ્લેટ લીધા બાદ આપઘાત કરવાની સ્થિતિ: ફ્લેટ ધારક
Surat Airport : આ અંગે ફ્લેટ ધારક રામદેવ ભાદરિયાએ જણાવ્યું કે અમે કરોડો ખર્ચી ફ્લેટ ખરીદ્યા છે. એક વર્ષ સુધી ફ્લેટમાં ફર્નિચરનું કામ કરાવ્યા બાદ અમે રહેવા આવ્યા છીએ. પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે કે આ ફ્લેટને તાત્કાલિક ખાલી કરવામાં આવે કારણ કે અમારા બિલ્ડર દ્વારા મહાનગરપાલિકા પાસેથી BU સર્ટિફિકેટ લેવામાં આવ્યું નથી. અમદાવાદમાં જે ઘટના બની તે દુઃખદ હતી. પરંતુ એ ઘટના બાદ હવે પાલિકા તંત્ર દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવાનું શરૂ કરી દેવાયું છે.

Surat Airport : ‘સરકારે વિચારવું જોઈએ કે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને લોકો પોતાની આખા જીવનની મૂડી આપીને પોતાનું ઘર ખરીદતા હોય છે આજે અમે આ ફ્લેટ ખરીદ્યા બાદ જ્યારે અમને ખાલી કરી દેવાની નોટિસ મળતી હોય ત્યારે જાણે આપઘાત કરી લેવા જેવી સ્થિતિ અમારા માટે સર્જાઈ રહી છે. એરપોર્ટ રનવે વધારવો હોય તો તેમની પાસે બીજા પણ અનેક વિકલ્પો છે તેના માટે વિચારવું જોઈએ. અમારી બિલ્ડીંગ એરપોર્ટથી બે ત્રણ કિલોમીટર દૂર છે સરકાર ધારે તો દરિયા કિનારા તરફ રનવે આગળ બનાવી શકે. સરકાર અને પાલિકા દર વખતે કોઈ પણ શહેરમાં ઘટના બને ત્યારે તમામ શહેરોનો વારો લઈ લે છે. અમદાવાદમાં જે ઘટના બની છે તે અલગ છે ત્યાં પણ એરપોર્ટ ની આજુબાજુ બિલ્ડીંગ છે અહીં પણ એરપોર્ટની આસપાસ બિલ્ડીંગો છે. નિર્દોષ માણસો ફસાઈ ન જાય અને મરી ન જાય એટલું ખાસ ધ્યાન રાખે.’

Surat Airport : પાલિકાના શહેરી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે ત્રણ પ્રોજેક્ટ છે તેમના દ્વારા એરપોર્ટ ઓથોરિટી પાસેથી એનઓસી લીધી નથી. જેને કારણે બિલ્ડરો દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત BU સર્ટિફિકેટ લેવું ફરજિયાત હોય છે. BU સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ બિલ્ડર ફ્લેટ ધારકોને ફ્લેટ આપી શકે છે અને રહેવાનું શરૂ કરાવી શકે છે જોકે અહીં અત્યારે ગેરકાયદેસર રીતે પાલિકાની જાણ બહાર જ ફ્લેટ ધારકો ફ્લેટમાં રહેવાનું શરૂ કરી દીધું હતું જે અમારા ધ્યાન પર આવતા અલગ અલગ ત્રણ પ્રોજેક્ટ ધરાવનાર બિલ્ડરોને તાત્કાલિક ફ્લેટ ખાલી કરવા માટે નોટિસ પાઠવી દેવામાં આવી છે.

Surat Airport : સુરત એરપોર્ટને આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેની ઓળખ મળી છે માત્ર થાઈલેન્ડ અને શાહજહાની ફ્લાઈટ શરૂ થઈ જતા ઇન્ટરનેશનલ એરપોર્ટ થઈ ગયું છે એવું માની લેવાનું હવે કોઈ કારણ દેખાતું નથી. કારણ કે સુરતની એરપોર્ટની એટલી ક્ષમતા નથી કે લાંબી સફર વધુ પેસેન્જર સાથે ખેડી શકે તેવા વિમાનોની અવર-જવર સુરત એરપોર્ટથી થઈ શકે તેમ નથી. કેટલીક વાતો જે હાલ ચર્ચાઈ રહી છે તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે માત્ર 200 પેસેન્જરની કેપેસિટી ધરાવતા પ્લેન ઉડી રહ્યા છે. આ પ્રકારની ફ્લાઇટ જ એરપોર્ટ ઉપર ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકે છે જેનો સીધો અર્થ એવો થાય કે માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ જેટલી જ કેપેસિટી સુરત એરપોર્ટની પણ હાલ જણાવી રહી છે.

Surat Airport : એરપોર્ટની ડુમસ બાજુ એટલે કે રનવે 04 તરફ પણ મોટી ઇમારતો બનાવવામાં આવી છે. એરપોર્ટના 2017ના માસ્ટર પ્લાન મુજબ, હાલના રનવેને 3810 મીટર સુધી લંબાવવાનો હતો. પરંતુ માસ્ટર પ્લાનને ધ્યાનમાં લીધા વિના, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મરિના સહિતની ઇમારતો બનાવવા જારી કરાયેલી NOC પણ બનાવી છે.

165 Post