surat : હીરાનગરી સુરતના વરાછા વિસ્તારમાં ( varacha area ) રવિવારની સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી બેદરકારીની દુર્ઘટના ( accident ) સામે આવી છે. વરાછા ખાંડબજાર ગરનાળા પાસે, ચોર્યાસી ડેરીની પાછળ આવેલા ‘રતિહ હાઉસ’ બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગમાં કાર્યરત ‘રતિહ જ્વેલરી’ નામના કારખાનામાં આ ગમખ્વાર ઘટના ઘટી છે. ફેક્ટરીની કેમિકલ અને એસિડવાળા પાણીની વેસ્ટ સ્ટોરેજ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ યુવાન શ્રમિકો અને તેઓને બચાવવા માટે ટાંકીમાં કૂદેલા કંપનીના જ મેન્ટેનન્સ મેનેજરનું ઝેરી ગેસની અસરમાં ગૂંગળાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે.
surat : એકસાથે 4-4 જિંદગીઓ હોમાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને શ્રમિક પરિવારોમાં આક્રંદ છવાઈ ગયું છે. પરિવારજનોએ ન્યાયની માંગ સાથે ધરણા કરતા મૃતક મેન્ટેનન્સ મેનેજર અને ફેક્ટરીના માલિક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
https://youtube.com/shorts/O00N_33uZbs
surat : મળતી માહિતી મુજબ, રવિવાર હોવાથી જ્વેલરી ફેક્ટરીમાં સત્તાવાર રજા હતી. જોકે, ફેક્ટરીના માલિકના ભાણિયા અને મેન્ટેનન્સ મેનેજર નિલેશભાઈ સાવલીયા અને સાફ-સફાઈનો કોન્ટ્રાક્ટ રાખનાર મેનેજરે ભેગા મળીને આ રજાના દિવસનો ઉપયોગ વેસ્ટ સ્ટોરેજ ટાંકી સાફ કરવા માટે કરવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમણે અમરોલી તાડવાડી વિસ્તારમાં રહેતા વિકાસ સંતોષ સોનાવણે (ઉં.વ. 24) અને તેના મિત્રો વિજય ભીખાભાઈ આહિરે તથા યોગેશ નાનાભાઈ જાદવને મજૂરી કામ માટે બોલાવ્યા હતા. આ શ્રમિકો અવારનવાર અહીં ટાંકી સાફ કરવા આવતા હતા.

surat : સવારે આશરે 10:00 વાગ્યાની આસપાસ જ્યારે ત્રણેય શ્રમિકો કોઈપણ જાતના સુરક્ષાના સાધનો સેફ્ટી કીટ, માસ્ક કે ઓક્સિજન સિલિન્ડર વિના જ્વેલરીના કેમિકલ યુક્ત વેસ્ટવાળી ઊંડી ટાંકીમાં ઉતારાયા ત્યારે ટાંકીમાં જમા થયેલા અતિ ઝેરી ગેસની કિલર અસર શરૂ થઈ ગઈ હતી. મિનિટોમાં જ ત્રણેય યુવાનો અંદર તરફડિયાં મારીને બેભાન થઈ ઢળી પડ્યા હતા. ટાંકી બહાર ઊભેલા મેન્ટેનન્સ મેનેજર નિલેશભાઈ વિઠ્ઠલભાઈ સાવલીયાએ જ્યારે બૂમાબૂમ જોઈ ત્યારે તેઓ પણ કોઈપણ સેફ્ટી સાધનો વગર ઉતાવળે આ શ્રમિકોને બચાવવા અંદર ઉતર્યા હતા, પરંતુ કાળમુખો ગેસ તેમને પણ આંબી ગયો અને તેઓ પોતે પણ ત્યાં જ બેભાન થઈ ગયા હતા.
https://www.instagram.com/reel/DW83HmbCBBK/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
surat : ઘટનાને પગલે ફેક્ટરી પરિસરમાં ભારે દોડધામ મચી ગઈ હતી. તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ચારેય ભોગ બનનારાઓને બેભાન અવસ્થામાં બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ ચકાસણીના અંતે ચારેયને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ મૃતક વિકાસના નાના ભાઈ આકાશ સોનાવણે સહિત તેના પિતા સંતોષભાઈ અને અન્ય સગા-સંબંધીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સ્મિમેર હોસ્પિટલ પરિસર મૃતકોના પરિવારોના આક્રંદથી ગુંજી ઉઠ્યું હતું.
surat : હીરાનગરી સુરતના વરાછા વિસ્તારમાં ( varacha area ) રવિવારની સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી બેદરકારીની દુર્ઘટના ( accident ) સામે આવી છે.
surat : આ ઘટના અંગે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનને બપોરે જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ટેકનિકલ લોકેશન નોંધીને એફએસએલ ની મદદથી ટાંકીમાં કયો ઝેરી ગેસ ફોર્મ થયો હતો તેની તપાસ શરુ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ફેક્ટરીમાં દાગીના સાફ કરવા માટે એસિડ અને ઘાતક કેમિકલ્સનો ઉપયોગ થતો હતો, જેનું પાણી આ ટાંકીમાં એકઠું થતું હોવાથી તે ગેસ ચેમ્બર બની ગઈ હતી.
surat : એક સાથે ચારના મોત થતાં પરિવારજનો ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો હતો. સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર 3 શ્રમિકોના પરિવારજનોએ ન્યાયની માંગ અને બેદરકારી દાખવનાર સામે ફરિયાદની માંગ કરીને ધરણા પ્રદર્શન કર્યું હતું. અંગે જાણ થતા અશ્વિનીકુમાર પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્મીમેર હોસ્પિટલ દોડી ગયો હતો. આ સાથે જ પરિવારની માંગ પ્રમાણે પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી હતી.
surat : આ મામલે મૃતક શ્રમિક વિકાસના ભાઈ આકાશ સંતોષ સોનાવણેની ફરિયાદના આધારે અશ્વિનીકુમાર પોલીસે મોડી રાત્રે રતિહ જ્વેલરી કંપનીના માલિક અને તેના ભાણિયા એવા મૃતક મેન્ટેનન્સ મેનેજર નિલેશભાઈ સાવલીયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 106(1) (બેદરકારીથી મોત નીપજાવવું), 286 અને 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.ડી. પરમાર અને પી આઈ એચ. બી. પટેલ દ્વારા આ ચકચારી કેસની ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.