surat : સુરત શહેરમાં ( surat city ) આજે પણ રોડ, રસ્તાની ખરાબ સ્થિતિ હોવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસાના ( monsoon ) પહેલા તબક્કાથી લઈને ચોમાસુ પૂર્ણ થવાના આરે છે, ત્યારે સુરતના રસ્તાઓથી ( road ) લોકો અને ખાસ કરીને વાહનચાલકોએની મુશ્કેલીઓ હજી પણ પૂર્ણ થતી નથી. વિપક્ષ આમ આદમી પાર્ટી ( aam aadmi party ) દ્વારા સતત રોડ રસ્તાઓને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આજે અનોખો એક વખત વિરોધ કરતા વિપક્ષ નેતા સહિતના હોદ્દેદારો અને કોર્પોરેટરોને ડિટેઇન કરાયા હતા.
https://www.facebook.com/DNSWebch/
https://dailynewsstock.in/2024/09/14/period-health-kids-ladies-tinage/
વિપક્ષ દ્વારા ગઈકાલે પુણા વડેલા પાસે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આજે સવારે જ્યારે વિપક્ષના કોર્પોરેટરો વિરોધ કરવા પહોંચ્યા ત્યારે પહેલાથી જ પોલીસ ( police ) બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેથી વિપક્ષના કોર્પોરેટરોએ કિરણ ચોક ખાતે એકત્રિત થઈને રસ્તામાં પડેલા ખારા પાસે જ કાર્યક્રમ કરી દીધો હતો. જેમાં સુરત શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષના તસવીરો તેમજ સ્થાનિક ધારાસભ્યની તસવીરો ઉપર ફૂલહાર કરી દીધા હતા. રસ્તા ઉપર જ પોતાની દુઃખદ લાગણી વ્યક્ત કરતા હોય તે રીતે મંત્રોચ્ચારની સાથે વિપક્ષ દ્વારા ફૂલહાર કરવાનો કાર્યક્રમ જોતાં આસપાસના લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
surat : સુરત શહેરમાં ( surat city ) આજે પણ રોડ, રસ્તાની ખરાબ સ્થિતિ હોવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસાના ( monsoon ) પહેલા તબક્કાથી લઈને ચોમાસુ પૂર્ણ થવાના આરે છે
શહેરના રસ્તાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી લોકો પણ સોશિયલ મીડિયા ( social media ) થકી શાસકો ઉપર ફિટકાર વરસાવી રહ્યા હતા. તે દરમિયાન શાસકો કહેતા હતા કે, વરસાદ બંધ થતાંની સાથે જ રસ્તા 72 કલાકની અંદર તમામ ઝોનની અંદર યુદ્ધના ધોરણે કામ શરૂ થશે. શરૂઆતના તબક્કામાં યુદ્ધના ધોરણે કામ શરૂ પણ થયું, પરંતુ ફરીથી ગોકળગતિએ શરૂ થઈ ગયો હોય તેવું જણાઈ રહ્યું છે.
દરેક ઝોનની અંદર એક સાથે કામ શરૂ કરવા બાદ શાસકોએ જાહેરાત કરી હતી કે, 72 કલાકની અંદર તમામ રસ્તાઓનો રિપેરિંગ કામ પૂર્ણ થશે. પરંતુ હજી પણ શહેરના એવા ઘણા રસ્તા એવો છે કે કલાકો નહીં, પરંતુ દિવસો પસાર થઈ ગયા બાદ પણ હજુ તેને રિપેર કરવામાં આવ્યા નથી. જેને લઈને વિપક્ષ વારંવાર શાસકોને ઘેરવામાં સફળ થઈ રહી છે. રોડ રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતોને લઈને વિપક્ષ દ્વારા સતત કરવામાં આવતા કાર્યક્રમને કારણે લોકોમાં પણ તેઓ સહાનુભૂતિ પ્રાપ્ત કરવામાં સફળ થઈ રહ્યા છે. બીજી તરફ શાસકો વારંવાર અધિકારીઓને કામ પૂર્ણ કરવા માટે દબાણ કરી રહ્યા છે. પરંતુ કામ પૂર્ણ થઈ રહ્યું નથી તે વાસ્તવિકતા નજર સામે દેખાઈ રહી છે અને જેના કારણે વિપક્ષ શાસકો ઉપર હાવી થઈ રહ્યું છે.
સુરત શહેરના લોકો ખાડાઓથી હેરાનને પરેશાન થઈ ગયા છે, વરસાદ આવે ત્યારે રોડ પર ખાડા પડી જાય છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ખાડાને પૂરે છે, પરંતુ ફરીથી તે જગ્યાએ ખાડા પડી જતા હોય છે. વરાછા વિસ્તાર ખાતે આવેલા યોગીચોક નજીક રસ્તા પર અનેક ખાડાઓ જોવા મળે છે. જેના કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વારંવાર સ્થાનિકો દ્વારા સુરત મહાનગર પાલિકાને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. અનેક ફરિયાદ બાદ પણ સ્થિતિ જેમની તેમ છે. આજ કારણ છે કે, આ વિસ્તારના લોકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ વિરોધના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.