surat : સુરતમાં ( surat ) પરવત પાટિયા વિસ્તારમાં રાજસ્થાની પરિવાર પતિ પત્ની અને 11 વર્ષના અને 7 વર્ષના દિકરા સાથે રહે છે અને કરિયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. 11 વર્ષનો તરૂણ પુણાગામ વિસ્તારમાં આવેલી હિંદી માધ્યમની શાળામાં ધોરણ 4માં અભ્યાસ ( study ) કરે છે. જ્યારે આ સ્કૂલમાં ( school ) 23 વર્ષની શિક્ષિકા ( teacher ) પણ નોકરી કરતી હતી. આ શિક્ષિકા અને તરૂણ એક જ વિસ્તારમાં રહેતા હતા. જેથી છેલ્લા ત્રણ વર્ષથી તે શિક્ષિકાના ઘરે ટ્યુશન માટે જતો હતો. હાલ સ્કૂલમાં વેકેશન ( vacation ) છે. જોકે ટ્યુશન ( tuition ) ચાલુ હોવાથી ટ્યુશને જતો હતો.
https://youtube.com/shorts/MFkMv_pMVpI?si=k9Z1Jy00kXcbvvEm

https://dailynewsstock.in/pakistan-terrorist-sahidafridi-islam-dharma/
surat : તા. 25મી એપ્રિલના રોજ રાબેતા મુજબ તરૂણ પોતાના એપાર્ટમેન્ટ નીચે રમતા માટે ગયો હતો. જોકે, સાંજ સુધી પરત નહીં આવતા પિતાએ તપાસ શરૂ કરી હતી. અને સીસીટીવી કેમેરા ( cctv camera ) ચેક કરતા તેમનો દિકરા અને શિક્ષિકા હાથ પકડીને ચાલતા જતા દેખાયા હતા. જેથી તરૂણના પિતા શિક્ષિકાના ઘરે ગયા હતા અને તેના માતા પિતાને પુછતા તેમણે પણ બપોરે 2 વાગ્યાથી શિક્ષિકા ઘરે આવી ન હોવાનું જણાવ્યું હતું.
શિક્ષિકા ઉંઝા લઈ ગઈ હોવાની શંકા
surat : શિક્ષિકા વિદ્યાર્થીને પોતાના વતન મહેસાણાના ઉંંઝા લઇ ગઇ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે તેના મોબાઇલ ફોનનું લોકેશન ચેક કરતા સુરત રેલવે સ્ટેશન પર ફોન બંધ થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.પુણા પીઆઇ કે.એમ.દેસાઇએ જણાવ્યું હતુંકે, 6 ટીમ બનાવીને તરૂણની તપાસ શરૂ કરી છે. સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. તેણીના વતન પર પણ તપાસ કરવામાં આવી રહી છે.
surat : સુરતમાં ( surat ) પરવત પાટિયા વિસ્તારમાં રાજસ્થાની પરિવાર પતિ પત્ની અને 11 વર્ષના અને 7 વર્ષના દિકરા સાથે રહે છે અને કરિયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. 11 વર્ષનો તરૂણ પુણાગામ વિસ્તારમાં આવેલી હિંદી માધ્યમની શાળામાં ધોરણ 4માં અભ્યાસ ( study ) કરે છે.
surat : સુરતના પુણા વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. યુવકો દ્વારા યુવતીઓને ભગાવી જવાના કિસ્સાઓ વચ્ચે પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતાં ચકચાર મચી છે. આ સગીરને ભગાવીને લઇ જતી સીસીટીવીમાં પણ દેખાઈ આવતાં મામલો ગંભીર બન્યો છે. પોલીસ સાથે બંનેના પરિવારજનો પણ બાળક અને આ શિક્ષિકાની શોધમાં જોતરાયા છે. સુરત રેલવે સ્ટેશન પહોંચી શિક્ષિકાએ ફોન પણ બંધ કરી દેતાં મામલો વધુ પેચીદો બન્યો છે. જ્યારે શિક્ષિકાએ ભાગતા પહેલા બૂક માય ટ્રિપથી ટૂર પેકેજ બુક કરાવ્યું પણ સામે આવ્યું છે.
surat : મળતી માહિતી પ્રમાણે પુણામાં એક જ વિસ્તારમાં રહેતાં બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા. બંનેની પાસેથી જે વિગતો બહાર આવી હતી તે સાંભળી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈનું મગજ ચકરાવે ચઢી ગયું હતું. 11 વર્ષીય બાળકના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રનું અપહરણ થયું છે. વાત એમ હતી કે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો 11 વર્ષીય પુત્ર 25મીએ બપોરે ઘર બહાર રમતો હતો ત્યાંથી ગુમ થઈ ગયો હતો. સીસીટીવી ચેક કરતાં તેમના બાળકને નજીકમાં જ રહેતી અને તેને એકલાને ત્રણ વર્ષથી ટ્યૂશન કરાવતી તથા શાળામાં પણ વર્ગ શિક્ષિકા રહી ચૂકેલી 23 વર્ષીય યુવતી તેને ભગાવી લઈને જતી દેખાઈ હતી. જે શિક્ષિકા આ બાળકને ભગાવી ગઇ હતી તેનાં માતા-પિતા અને પરિવાર પણ પોલીસ મથકે આવ્યું હતું અને બપોરે તે બેગ લઈને નીકળી હોવાનું જણાવ્યું હતું.

surat : 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષીય વિદ્યાર્થીને જ ભગાવી ગયાની વાતે પોલીસ અધિકારીઓનું પણ મગજ ચકડોળે ચઢ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં આ બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ( railway station ) ઉપર સાંજે પાંચ વાગ્યે પહોંચે છે. શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઈ જતી દેખાઈ આવી હતી.
surat : મામલો ગંભીર હોએ પુણા પોલીસની ( police ) બે ટીમ અને કાપોદ્રાની એક ટીમ મળી કુલ ત્રણ ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. બૂક માય ટ્રિપથી આ શિક્ષિકાએ ટૂર બુક કરાવ્યાની ડિટેઇલ પોલીસને મળી હતી. આ શિક્ષિકાએ પોતાના ઘરેથી કપડાં ભરેલી બેગ લીધી હતી, પરંતુ બાળક પાસે કોઈ સામાન ન હતો. એક દિવસ પહેલાં પણ આ શિક્ષિકા બેગ લઇને જતી દેખાઇ હતી. બીજા દિવસે બાળકને પણ લઇ ગઇ હતી. શિક્ષિકા ફરવા જવા માંગતી હોય અને તે પોતાની સાથે આ બાળકને પણ લેતી ગઇ હોય તેવું બની શકે. જોકે પોલીસ બધી દિશામાં તપાસ કરી રહી છે.
surat : પિતાએ જણાવ્યું હતું કે, ટીચરના માતા-પિતાને પૂછ્યું તો બપોરે બે વાગ્યા પછી ઘરેથી ગયા બાદ પરત આવી નથી અને ફોન પણ બંધ છે એવું જણાવ્યું હતું. જેથી પુણા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કેન્દ્રિત કરી છે. જે અંતર્ગત સ્ટુડન્ટ અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર નજરે પડયા હતા. જ્યારે પર્વત પાટિયા વિસ્તારમાં પણ દુકાનમાં દેખાય છે જ્યાં સ્ટુડન્ટને શુઝ, કપડાં સહિતની ખરીદી પણ કરાવી આપી હતી. હાલ તો તે તેની સેફટી માટે આ બાળકને લઈ ગઈ હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.
