surat : સુરતના ( Surat )સચિન કપલેથા ચેકપોસ્ટ ખાતેથી ચાર મહિના પહેલાં ત્રણ આરોપીઓની 55.48 લાખના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સ અલ્ફાઝ ઉર્ફે ભૂરિયો ઈકબાલ ગુંડલિયાએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસ અલ્ફાઝને શોધી રહી હોવાથી આરોપી પોલીસથી ભાગતો ફરી રહ્યો હતો. દુબઈ, સાઉથ આફ્રિકા, મુંબઈ, અમદાવાદ અને ત્યારબાદ ધોરાજી પોતાના માસીના ઘરે બે મહિનાથી છુપાઈને રહેતો હતો.

આ અંગે સુરત એસઓજી પોલીસને બાતમી મળતા અલ્ફાઝની ધોરાજી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, અલ્ફાઝ પોલીસથી બચવા માટે કોઈપણ જગ્યાએ હોટલમાં રોકાતો ન હતો અને દરગાહમાં રહેતો હતો.
surat : સુરતના સચિન કપલેથા ચેકપોસ્ટ ખાતેથી ચાર મહિના પહેલાં ત્રણ આરોપીઓની 55.48 લાખના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સ અલ્ફાઝ ઉર્ફે ભૂરિયો ઈકબાલ ગુંડલિયાએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું.
surat : મળતી માહિતી પ્રમાણે, સુરત શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા ગઈ તા.26/11/2024ના રોજ સચિન કપલેથા ચેકપોસ્ટ જાહેર રોડ ઉપરથી આરોપીઓ ઈરફાનખાન મોહંમદખાન પઠાણ (રહે.સૈયદપુરા સુરત) મો.તોસીફ ઉર્ફે તૌસીફ કોકો મોહમદરફીક શા (રહે.ભરીમાતા રોડ ચોકબજાર સુરત) અને અસફાક ઈર્ષાદ કુરેશી (રહે.ખ્વાજા દાનાની દરગાહ પાસે અઠવા સુરત)ને 55.48 લાખના 554.82 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરૂદ્ધમાં ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
surat : ધોરાજી ખાતે છેલ્લા બે મહિનાથી છુપાઈને રહેતો હતો
આ ગુનામાં કબ્જે કરવામાં આવેલો ડ્રગ્સનો જથ્થો અલ્ફાઝે મંગાવેલો હોવાથી પોલીસ તેને શોધતી હોવાથી પોતે દુબઈ ખાતે ભાગી ગયો હતો. ત્યાંથી સાઉથ આફ્રિકાના ઇથોપિયા દેશમાં ગયેલો જ્યાં થોડા દિવસ રોકાયા બાદ ત્યાંથી મુંબઈ આવી ડોંગરી વિસ્તારમાં આવેલી હજી અબ્દુલ રહેમાન શા બાબ દરગાહ ખાતે રોકાયો હતો. બાદમાં ત્યાંથી પણ ભાગી આવી અમદાવાદ ખાતે શાહ-એ-આલમ દરગાહમાં રોકાયેલો અને ત્યારબાદ તેના માસીના ઘરે ધોરાજી ખાતે છેલ્લા બે મહિનાથી છુપાઈને રહેતો હતો. પોલીસ ટ્રેક કરી ન શકે તે માટે મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતો ન હતો. પોલીસ ટ્રેક કરી ન શકે તે માટે મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતો ન હતો.
https://youtube.com/shorts/DsEir3EH3vY
surat : પોલીસથી બચવા ચારેક મહિનામાં આશરે 7676 કિ.મી.નો પ્રવાસ કર્યો
કોઈ હોટલમાં રોકાય તો ત્યાં આઈડી પ્રૂફ આપવું પડે તો તેના આધારે પોલીસ તેને શોધી કાઢે તે માટે તે અલગ અલગ વિસ્તારમાં આવેલી દરગાહોમાં રોકાતો હતો. આરોપીએ ગુનો બન્યા બાદ પોલીસથી બચવા માટે છેલ્લા ચારેક મહિનામાં આશરે 7676 કિ.મી.નો પ્રવાસ કરી ધોરાજી ખાતે પહોંચ્યો હતો. આરોપી દુબઈ નાસી ગયો હોવાની જાણ થયા બાદ આરોપી ભારત આવે ત્યારે તેને દબોચી લેવા એસ.ઓ.જી.ને સૂચના આપી હતી.
surat : એસ.ઓ.જી. ના ASI જલુભાઈ મગનભાઈ અને HC રામજીભાઈ મોહનભાઈને આરોપી અલ્ફાઝ ઉપર હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે સતત વોચ રાખી રહ્યા હતા. દરમિયાન આરોપી રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલો હોવાની હકીકત મળી હતી. જેના આધારે SOGની ટીમ તુરંત જ ધોરાજી ખાતે પહોંચી ગઈ હતી. ધોરાજી તાલુકાના ASPના નાસતા ફરતા સ્ક્વોડની મદદ લઈ આરોપી અલ્ફાઝ ઉર્ફે ભૂરિયો ઈકબાલ ગુંડલિયા (રહે.ફ્લેટ નં.101 અમન એપાર્ટ. નગરદાસની વાડી તાંતવાડ, શાહપુર લાલગેટ, સુરત)ને તેના સંબંધીના ઘરેથી ઊંઘતો દબોચી લીધો હતો. આરોપી વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ડી.સી.બી. પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો. આરોપી વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ડી.સી.બી. પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો.
WHO : વિશ્વની અડધાથી ઉપર વસ્તી એનેમીયાથી પીડિત છે,જાણો કારણો અને બચવાના ઉપાય
who : વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, એનીમિયા ( Anemia )એ વિશ્વભરમાં એક ગંભીર આરોગ્ય સમસ્યા છે. 6 મહિનાથી 5 વર્ષની વયના લગભગ 40% બાળકો, 39% પ્રેગ્નન્ટ વુમન અને 15થી 49 વર્ષની 30% મહિલાઓ એનીમિયાથી પીડાય છે.જેના કારણો અને તેનાથી બચાવ માટે અલગ અલગ ઉપાયો વિષે આજે ચર્ચા કરવામાં આવી રહી છે.

ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન અનુસાર, વિશ્વભરમાં આશરે 2 અબજ લોકો એનીમિયાથી પીડિત છે. આનો અર્થ એ થયો કે વિશ્વની લગભગ એક ચતુર્થાંશ વસ્તી એનીમિયાથી પીડાય છે. આ આંકડો ડાયાબિટીસના દર્દીઓ કરતા ઘણો વધારે છે.
એનીમિયાને કારણે, શરીરમાં હાજર લોહીમાં ઓક્સિજનનો અભાવ સર્જાઈ શકે છે, જેના કારણે શરીરને પૂરતી ઉર્જા મળતી નથી. આના કારણે, શરીરનો વિકાસ અને વૃદ્ધિ અટકી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન વાળ ખરી શકે છે અને તેની માતા અને બાળકના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. જો એનીમિયા ગંભીર બને તો શરીરના અવયવો પણ નિષ્ફળ જઈ શકે છે.
એનીમિયા શા માટે થાય છે?
કોને સૌથી વધુ જોખમ છે?
તેની સારવાર અને નિવારણનાં પગલાં શું છે?
એનીમિયા શું છે?
એનીમિયા એક એવી સ્થિતિ છે, જેમાં શરીરમાં લાલ રક્તકણો (રેડ બ્લડ સેલ્સ) અથવા હીમોગ્લોબિનની ઊણપ હોય છે. લોહીમાં હીમોગ્લોબિન નામનું એક ખાસ પ્રોટીન હોય છે, જે લોહીના પ્રવાહ દ્વારા આખા શરીરમાં ઓક્સિજનનું વહન કરે છે.
