suicide : IIM અમદાવાદ ( ahemdabad ) કેમ્પસમાં ( campus ) વિદ્યાર્થીઓ ( students ) પોતપોતાના પ્રોજેક્ટ ( projects ) અને કામમાં વ્યસ્ત હતા. ઘણા વિદ્યાર્થીઓ વરસાદ ( rain ) બંધ થઇ જતાં કેમ્પસના ગ્રાઉન્ડ પર રમતા હતા. ત્યારે જ હોસ્ટેલ ( hostel ) માંથી કેટલાક વિદ્યાર્થીની બૂમો સંભળાવા લાગી કે અક્ષિતે આપાઘાત કરી લીધો છે. બધા વિદ્યાર્થીઓ હોસ્ટેલ તરફ દોડી ગયા અને જોયું તો રૂમમાં ગળેફાંસો ખાઇને આપઘાત ( suicide ) કરી લીધો હતો. તરત જ હોસ્ટેલના રેક્ટર અને IIM અમદાવાદના સંચાલકોને જાણ કરવામાં આવી. તેમણે પોલીસને જાણ કરતાં વસ્ત્રાપુર પોલીસ ( police ) ની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી.
https://youtube.com/shorts/JaYqr_Ba_E0?feature=share

https://dailynewsstock.in/2024/09/27/dharma-navratri-mansadevi-temple-story/
વસ્ત્રાપુરના ઇન્ચાર્જ ઇન્સ્પેટર વી.ડી. મોરી પણ ટીમ સાથે પહોંચી ગયા હતા. તપાસ કરતાં આપઘાત કરનાર વિદ્યાર્થીનું નામ અક્ષિત હેમંત ભૂખિયા (ઉં.વ. 23) હોવાનું તથા તે તેલંગણાનો રહેવાસી હોવાનું જાણી શકાયું હતું. ભણવામાં અત્યંત તેજસ્વી અક્ષિત IIM અમદાવાદમાં MBAનો અભ્યાસ કરતો હતો. હવે તેને એવી તો શું તકલીફ પડી કે તેણે આપઘાત કરી લીધો? એ અંગેની તપાસ ચાલી રહી રહી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ઉત્સાહી અક્ષિત આગામી દિવસોમાં કેમ્પસમાં યોજાનારી એક ખાસ ઇવેન્ટનું સંપૂર્ણ મેનેજમેન્ટ પણ સંભાળતો હતો.
suicide : IIM અમદાવાદ કેમ્પસમાં વિદ્યાર્થીઓ પોતપોતાના પ્રોજેક્ટ અને કામમાં વ્યસ્ત હતા. ઘણા વિદ્યાર્થીઓ વરસાદ બંધ થઇ જતાં કેમ્પસના ગ્રાઉન્ડ પર રમતા હતા.
વસ્ત્રાપુરના ઇન્ચાર્જ પીઆઇ વી.ડી મોરીએ જણાવ્યું હતું કે બપોરે 3:45 વાગે કંટ્રોલ રૂમને આત્મહત્યા માટેનો મેસેજ મળ્યો હતો, જેને લઈને પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યારે વિદ્યાર્થીનો મૃતદેહ લટકી રહ્યો હતો. વિદ્યાર્થીના રૂમમાંથી કોઈ જ સુસાઇડ નોટ મળી નથી, પરંતુ પોલીસ દ્વારા મૃતકનો મોબાઈલ અને લેપટોપ કબજે કરીને તપાસ કરવામાં આવશે.