staff bharti : રાજ્યની ( state ) સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી – 2024 અંતર્ગત રાજ્ય સરકાર ( state goverment ) દ્વારા તા.13 થી 17 મે, 2025 દરમિયાન ઉમેદવારોએ ( candidate ) આપેલ શાળા પસંદગી અને તા. 21 મે, 2025ના રોજ કરેલ શાળા ફાળવણીને ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને રદ જાહેર કરવામાં આવી છે. જે અન્વયે તમામ ઉમેદવારોએ આગામી તા. 09 જૂનના રોજ રાત્રે 11.59 કલાક સુધીમાં પોર્ટલ પર ઓનલાઇન ( online portal ) પુન:શાળા પસંદગી કરવાની રહેશે.
staff bharti : આ ઉપરાંત બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ( document verification ) અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોએ આગામી તા. 09 જૂનના રોજ રાત્રે 11.59 કલાક સુધી પોર્ટલ પર ઓનલાઇન શાળા પસંદગી કરવાની રહેશે.
https://youtube.com/shorts/89dpcLYUzWk?si=x9S562fzJ4PkK9E5

https://dailynewsstock.in/surat-thailand-bank-account-international/
staff bharti : ગત તા. 26 મે,2025 અને તા. 05 જૂન, 2025ના રોજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની બેઠક મળી હતી. જેમાં વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તકો મળે, સરકારી શાળાઓમાં મહત્તમ સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થાય તેમજ શાળા પસંદગીમાં ઉમેદવારોને વધુ વિકલ્પો મળી રહે તે હેતુથી આ ભરતી માટે પુન:વિચારણા કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોને શાળા પસંદગીની તકો મળે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
staff bharti : રાજ્યની ( state ) સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી – 2024 અંતર્ગત રાજ્ય સરકાર ( state goverment ) દ્વારા તા.13 થી 17 મે, 2025 દરમિયાન ઉમેદવારોએ ( candidate ) આપેલ શાળા પસંદગી અને તા. 21 મે, 2025ના રોજ કરેલ શાળા ફાળવણીને ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને રદ જાહેર કરવામાં આવી છે.
staff bharti : વધુમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અન્વયે અગાઉ શાળા પસંદગી આપેલ હોય કે ના આપેલ હોય તેમજ શાળા ફાળવણી થયેલ હોય કે ના થયેલ હોય તેવા તમામ ઉમેદવારોએ નવેસરથી શાળા પસંદગી કરવાની રહેશે.

staff bharti : શાળા પસંદગી પ્રક્રિયામાં ભાગ ન લેનાર ઉમેદવારોને સંબંધિત ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની યાદીમાં જણાવ્યું છે.