Social Media daily news stockSocial Media daily news stock

social media : સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે તમે જે જગ્યાએ રહેતા હોવ તે ગામ, શહેર, દેશ માટે તમને ગર્વ હોય છે. ખુબ આદર સાથે અને સન્માનજનક રીતે તેનું નામ લેવાતું હોય છે. પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈને પોતાના જ ગામના નામ પર શરમ આવતી હોય. બિલકુલ સાચી વાત છે સ્વીડનમાં એક ગામનું નામ એવું છે કે તેને બોલવામાં લોકોને શરમ આવે છે એટલું જ નહીં પરંતુ તેને લખ્યા બાદ ફેસબુક ( facebook ) પર બ્લોક ( block ) ન કરી દે એ વાતનો તેમને ડર પણ રહેતો હોય છે.

social media : એક સમાચાર મુજબ આ ગામ જૂનું છે અને ખુબ વ્યવસ્થિત પણ. અહીં રહેતા લોકોને ન તો ત્યાંના હવામાન કે વ્યવસ્થાથી કોઈ તકલીફ છે કે બીજી કોઈ મુશ્કેલી. જો કોઈ મુશ્કેલી હોય તો તે છે ફક્ત તેમના ગામના નામની. તેઓ ઈચ્છે છે કે તેમના આ ગામનું નામ કોઈ પણ પ્રકારે બદલી નાખવામાં આવે. જેથી કરીને તેઓ કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયા સેન્સરશિપથી બચી જાય. વાત જાણે એમ છે કે ગ્રામીણો જ્યારે પણ પોતાના ઘરનું એડ્રસ કે વેપારની જાહેરાત ફેસબુક કે કોઈ પણ સોશિયલ મીડિયા પર નાખે છે તો તેને અશ્લીલ કન્ટેન્ટ સમજીને હટાવી દેવાય છે. ગામવાળા ઈચ્છે તો પણ પોતાના ગામનું નામ સોશિયલ મીડિયા પર શેર કરી શકતા નથી.

https://youtube.com/shorts/xUeKjINB1EA?feature=share

Social Media daily news stock

https://dailynewsstock.in/vastu-tips-ant-domestic-food-infectious-toxic/

social media : જે ગામની અમે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ‘Fucke’. તમને આ ગામના નામના સાઈન બોર્ડ ( sign board ) ઈન્ટરનેટ ( internet ) પર અનેક તસવીરોમાં જોવા મળી જશે. પરંતુ અહીં રહેતા લોકો આ ટેગથી પરેશાન છે. આ ગામનું નામ 1547 ઈસવી.માં રાખવામાં આવ્યું હતું અને તે ઐતિહાસિક છે. આ જ કારણ છે કે સ્વીડનના નેશનલ લેન્ડ સર્વે ડિપાર્ટમેન્ટને પણ આ ગામનું નામ બદલવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. નોંધવા જેવી વાત એ છે કે આ ગામમાં ફક્ત 11 ઘર છે અને અહીં રહેતા લોકો ગામનું નામ જણાવવામાં શરમથી પાણી પાણી થઈ જાય છે.

social media : સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે તમે જે જગ્યાએ રહેતા હોવ તે ગામ, શહેર, દેશ માટે તમને ગર્વ હોય છે. ખુબ આદર સાથે અને સન્માનજનક રીતે તેનું નામ લેવાતું હોય છે. પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈને પોતાના જ ગામના નામ પર શરમ આવતી હોય.

social media : જો તમારા ગામ કે શહેરનું નામ સામાજિક રીતે સ્વીકાર્ય અપમાનજનક શબ્દ પર આધારિત હોય, તો તમને તેનું નામ જણાવવામાં શરમ આવે છે. ઑસ્ટ્રિયામાં એક એવું ગામ છે, જ્યાં લોકો તેનું નામ લેવામાં અપમાન અનુભવે છે. કારણ કે આ ગામનું નામ F***ing છે. હવે આ ગામની ટાઉન કાઉન્સિલે તેનું નામ બદલવાની પ્રક્રિયા શરૂ કરી છે. થોડા દિવસો પછી તેને Fugging તરીકે ઓળખવામાં આવશે.

Social Media daily news stock

social media : મેયર એન્ડ્રીયા હોલ્ઝનરે જણાવ્યું હતું કે જ્યારે યુરોપ કે અન્ય દેશોના પ્રવાસીઓને આ ગામનું નામ ખબર પડતી, ત્યારે તેઓ આ ગામની સરહદ પરના સાઇન બોર્ડ પર આવતા અને તેમના ફોટા ક્લિક કરાવતા. ત્યારબાદ તેઓ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા. આ F***ing ગામને બદનામ કરી રહ્યું હતું. તેથી, હવે તેનું નામ બદલીને Fugging કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી, 2021 થી, ઑસ્ટ્રિયાના Fucking ગામનું નામ Fugging કરવામાં આવશે.

social media : જર્મન મીડિયા સંગઠન ડોઇશ વેલે અનુસાર, F***ing ગામ ઉપલા ઑસ્ટ્રિયાના ઇનવિઅર્ટેલ વિસ્તારના ટાર્સડોર્ફ મ્યુનિસિપાલિટીમાં આવેલું છે. તે સાલ્ઝબર્ગથી 33 કિલોમીટર દૂર છે. તે જર્મનીની સરહદ પર આવેલું છે. વર્ષ 2005 પછી આ ગામની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો. પ્રવાસીઓ તેના સાઇન બોર્ડ નીચે ફોટા પાડે છે અને તેને વાયરલ કરે છે. કેટલાકે સાઇન બોર્ડ પણ ચોરી લીધું છે.

social media : 20મી વસ્તી ગણતરી મુજબ, ફ***ઇંગ ગામમાં ફક્ત 106 લોકો રહે છે. અહીં 32 ઘરો છે, જેમાં આ લોકો રહે છે. એવું માનવામાં આવે છે કે આ ગામની સ્થાપના 6ઠ્ઠી સદીમાં બાવેરિયન સમુદાયના ફોકો નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. તે સમયે, ઑસ્ટ્રિયાના આ વિસ્તારમાં ઓસ્ટ્રોગોથ્સ સામ્રાજ્યનું શાસન હતું. આ ગામનું નામ સૌપ્રથમ 1070 માં દસ્તાવેજીકૃત કરવામાં આવ્યું હતું.

શરૂઆતમાં, તેનું નામ લેટિનમાં રાખવામાં આવ્યું હતું. પછી તેનું નામ એડેલપર્ટસ ડી ફાસિનજિન હતું. ધીમે ધીમે લોકોએ નામ બદલવાનું શરૂ કર્યું. વર્ષ 1303 માં તેનું નામ ફુકચિંગ પડ્યું. 1532 માં તે ફુગખિંગ પડ્યું. ૧૮મી સદી સુધીમાં લોકો તેને F***ing કહેવા લાગ્યા. જ્યારે ઑસ્ટ્રિયન ઇતિહાસ અને પુસ્તકો અનુસાર તેને Fuking કહેવું જોઈએ. કારણ કે આ ગામ ફોકો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું.

social media : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જ્યારે જર્મન સૈનિકો આવવા-જવા લાગ્યા, ત્યારે તેઓએ આ ગામ જોયું. ત્યારબાદ યુરોપિયન દેશોમાં લોકોમાં તેનું નામ લોકપ્રિય થવા લાગ્યું. લોકો તેના સાઇન બોર્ડ નીચે પોતાના ફોટા ક્લિક કરાવતા અને ખૂબ જ રસથી બતાવતા. બ્રિટિશ પ્રવાસીઓ આ ગામ જોવા માટે સૌથી વધુ આવે છે. ઘણી વખત લોકો બસોમાં આવે છે, ફક્ત ગામ અને તેના સાઇન બોર્ડ જોવા માટે.

social media : આ ગામમાં કોઈ ગુનો નથી. છેલ્લા દોઢ દાયકામાં નોંધાયેલો સૌથી મોટો ગુનો આ ગામનું નામ ધરાવતા સાઇનબોર્ડની ચોરી છે. જોકે, આ ગામના જોસેફ વિંકલર નામના એક યુવકે ઓનલાઈન ટી-શર્ટ વેચવાનું શરૂ કર્યું. તેણે પ્રમોશન માટે પ્રખ્યાત ફેશન મેગેઝિન મેક્સિમ સાથે વાત કરી હતી પરંતુ ગામના લોકોએ તેને આ વ્યવસાય કરવા દેવાનો ઇનકાર કર્યો હતો.

78 Post