rajkot : ગુજરાતના ( gujarat ) અમદાવાદ ( ahemdabad ) ખાતે ગઈકાલે બનેલી પ્લેન ક્રેશ ( plane crash ) થવાની ઘટના સમગ્ર ગુજરાતને હચ મચાવી દીધો છે સમગ્ર ગુજરાત જ શોકમય બન્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. વિમાન અકસ્માતની ( accident ) ગોઝારી ઘટનામાં રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું ( vijay rupani ) નિધન થયું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી ગુજરાતભરમાં શોકનો માહોલ છે. જેના કારણે આવતીકાલે રાજકોટની તમામ શાળાઓ બંધ રહેશે.

વિજય રૂપાણીના નિધનથી ગુજરાતભરમાં શોક; આવતીકાલે રાજકોટની તમામ શાળાઓ બંધ રહેશે
rajkot : 12 જૂને અમદાવાદમાં એક દુર્ઘટના બની અને આખો દેશ હચમચી ઉઠ્યો. એર ઈન્ડિયાનું ( air india ) 242 લોકોને સાથે લઈને લંડન જઈ રહેલું વિમાન ઉડાન ભર્યાના 50 સેકંડમાં જ ક્રેશ થઈ ગયું. આ ઘટનામાં વિજય રૂપાણીનું નિધન થયું છે. જેના કારણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી ગુજરાતભરમાં શોકનો માહોલ બન્યો છે.
https://youtube.com/shorts/0iWCLDbMXnE?si=0ULFh7cNndFbzgt_
https://dailynewsstock.in/plane-crash-hospital-news-pmmodi-amitshah/
rajkot : ગુજરાતના ( gujarat ) અમદાવાદ ( ahemdabad ) ખાતે ગઈકાલે બનેલી પ્લેન ક્રેશ ( plane crash ) થવાની ઘટના સમગ્ર ગુજરાતને હચ મચાવી દીધો છે સમગ્ર ગુજરાત જ શોકમય બન્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

rajkot : આવતીકાલે રાજકોટની તમામ શાળાઓ બંધ રહેશે. રાજકોટની 600થી વધારે શાળાઓ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. એક દિવસ રજા જાહેર કરી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવાશે. વિજય રૂપાણીના નિધનથી રાજકોટના લોકો સ્તબ્ધ છે.
rajkot : ઉલ્લેખનીય છે કે, 12 જૂને અમદાવાદમાં એક દુર્ઘટના બની અને આખો દેશ હચમચી ઉઠ્યો. એર ઈન્ડિયાનું 242 લોકોને સાથે લઈને લંડન જઈ રહેલું વિમાન ઉડાન ભર્યાના 50 સેકંડમાં જ ક્રેશ થઈ ગયું. અને સાથે ભસ્મ થઈ ગયા હજારો સપના. કોઈ પોતાની પુત્રીને મળવા જતું હતું તો કોઈ માતા-પિતાને. કોઈ અભ્યાસ માટે જતું હતું તો કોઈ નવું જીવન શરૂ કરવા. વિમાને ઉડાન ભરી તે પહેલા સૌના સપના આસમાનને આંબવાના હતા પરંતુ વિમાન તૂટી જતા જ આ સપનાઓ રાખમાં મળી ગયા.
rajkot : ન માત્ર વિમાનમાં સવાર યાત્રિકો પરંતુ બી જે મેડિકલ કોલેજની મેસમાં ભોજન કરી રહેલા તબીબો માટે ગુરુવાર કાળમુખો પુરવાર થઈ ગયો. તબીબો જમવા બેઠા હતા. તેમની થાળીમાં ભોજન રહી ગયું અને તેઓ હતા ન હતા થઈ ગયા. દુર્ઘટના બાદ ચારે તરફ તબાહીના જે દ્રશ્યો જોવા મળ્યા તે કઠણ કાળજાના માનવીને પણ કંપાવી દે તેવા હતા. વિમાનમાં સવાર લોકોની સાથે જ્યાં વિમાન તૂટ્યું તે ઈમારત, આસપાસમાં રહેલ વૃક્ષો, પશુઓ, પક્ષીઓ બધું જ બળીને ખાક થયું.
rajkot : મૃતદેહના બદલે માત્ર કોલસો થઈ ગયેલા અવશેષો મળ્યા. પરિવારો તૂટ્યા, સપના તૂટ્યા અને સાથે ઉજ્જવળ ભવિષ્યની આશાઓ પણ તૂટી ગઈ. હૈયુ કંપાવી દે એવી આ ઘટનાથી સૌ કોઈ હચમતી ગયું છે અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
દિવંગત વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. રૂપાણીના પુત્ર ઋષભ હાલ અમેરિકામાં હોય તેઓ ત્યાંથી અમદાવાદ આવવા નીકળી ગયા છે. આવતીકાલે( 14જૂને) સવારે ચાર કલાકે પરત ફરશે ત્યારબાદ અંતિમવિધિ કરાશે. અગાઉ આજે(13 જૂન) સવારે જ અંજલિબેન રૂપાણી અમદાવાદ આવ્યા હતા. તેઓ હાલમાં તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને હાજર છે.
પંજાબ ભાજપના નેતા અરુણજોતસિંઘ સોઢીએ જણાવ્યું કે વિજય રૂપાણીનું મુત્ય દેશ માટે નુકસાન છે. તેઓ પંજાબ બીજેપીના પ્રભારી હતા. અમને ગઈકાલે ખબર પડી ત્યારે અમે શોકમગ્ન થઈ ગયા હતા. ભાજપે મોટા કદના નેતા ગુમાવ્યા છે. પંજાબમાં વિજય રૂપાણી સાથે હું રહેતો હતો. તેઓ ખૂબ સરળ સ્વભાવના હતા.લુધિયાના બાય ઇલેક્શન છે, 5 જૂને વિજયભાઈ લંડન જવાના હતા પરંતુ તેમને લંડનનો પ્રવાસ રદ કરીને પ્રચારમાં રહ્યા હતા. આજે લંડનમાં રહેતા પંજાબીઓએ વિજયભાઈના સ્વાગત માટે ભોજન વ્યવસ્થા કરી હતી.લંડનમાં વિજયભાઈ અને તેમનો પરિવાર રાત્રિ ભોજન માટે જવાના હતા. પરંતુ આ ઘટના ખૂબ જ દુઃખદ છે .માનવામાં આવતું નથી કે વિજયભાઈ આપણી વચ્ચે રહ્યા નથી.