rain : સતત ત્રણ દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગે ગુજરાતવાસી ( gujarati ) ઓના શ્વાસ અધ્ધર કરી દીધા છે. ખાસ કરીને વડોદરામાં ( vadodara ) પૂરની ( flood ) સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીનું ( river ) પાણી આફત લઈને આવ્યું છે. છેક ગળા સુધીના પાણી અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. ઘરોમાં પણ પાણી ઘુસી જતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરાના અણખી ગામે પાણી ભરાઈ જવાથી લોકો અટવાયા છે. જેમાં પૂરના પાણીથી જીવ બચાવવા એક દંપતી ( couple ) ઘરના છાપરે ચઢી ગયું હતું. છેલ્લા ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા દંપતી ઉપર જ ફસાયેલ હતું.

https://www.facebook.com/DNSWebch/

rain

https://dailynewsstock.in/2024/08/28/social-media-taliban-afghanistan-share-photo-world/

વડોદરા અને જિલ્લામાં પૂરના પાણીના કારણે અનેક લોકો ફસાઈ ગયા છે. લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. ત્યારે અણખી ગામે પૂરના પાણીથી જીવ બચાવવા દંપતી ઘરના છાપરે ચઢી ગયું હતું. પોતાના ઘરની આસપાસ પાણીનો પ્રવાહ તેજ હોવાથી દંપતી કલાકોથી છત પર બેસી ગયું હતું.

rain : સતત ત્રણ દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગે ગુજરાતવાસી ( gujarati ) ઓના શ્વાસ અધ્ધર કરી દીધા છે. ખાસ કરીને વડોદરામાં ( vadodara ) પૂરની ( flood ) સ્થિતિ જોવા મળી રહી છે.

ઘરની છત પર ફસાયેલા પતિ-પત્નીને કરજણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. છેલ્લા ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા ઘરની છત પર પતિ-પત્ની ફસાયેલા હતાં. ઘરની છત પર ફસાયેલા પતિ-પત્નીને રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, ઢાઢર નદીના પાણી અણખી ગામમાં ફરી વળતાં અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.

વડોદરામાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી વડોદરાવાસીઓની સ્થિતિ કફોડી બની છે. રસ્તાઓ બંધ થતા અને વીજ પુરવઠો ઠપ્પ થઈ જતા લોકો ઘરમા પુરાઈ રહ્યા છે. દૂધ, શાકભાજી અને પીવાના પાણી સહિતની જીવન જરૂરી વસ્તુ આપવા આવેલા સ્વજનો પણ ચારેબાજુ પાણીના કારણે બહાર અટવાયા છે. સોસાયટીઓમાં 4થી 5ફૂટ પાણી ભરાય જતા લોકોની સ્થિતિ કફોડી બની છે.

હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગે આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આજે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સાથે અસામાન્ય ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

35 Post