politics : બિહારમાં ( bihar ) રાજકીય ( politics ) ઉથલપાથલ મચેલી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર ( cm nitish kumar ) ફરી એક વાર એનડીએ ( nda ) માં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. 2 વર્ષ પહેલા જ તેમણે એનડીએ સાથે છેડો ફાડ્યો હતો અને લાલૂ યાદવ ( lalu yadav ) ની પાર્ટી રાજદ સાથે મળીને રાજ્યમાં સરકારી બનાવી હતી. જો નીતિશ કુમારને ફરી એનડીએમાં આવવું જ હતું તો પછી આ પાંચમો મોકો હશે, જ્યારે તેઓ ભાજપ ( bhajap ) ની આગેવાનીવાળા ગઠબંધનમાં જોડાશે.
https://dailynewsstock.in/ayodhaya-ram-lalla-mandir-bhajap-pm-modi/

https://dailynewsstock.in/mumbai-ayodhaya-rammandir-ramlalla-police-miraroad-mumbai/
2022માં શું કામ એનડીએમાંથી અલગ થયા હતા
વર્ષ 2022માં જ્યારે નીતિશ કુમાર એનડીએન ગઠબંધનથી અલગ થયા, ત્યારે તેમણે કહ્યું કે, ભાજપ તેમની પાર્ટીમાં વિખવાદ ઊભો કરી રહી છે અને પાર્ટીને ખતમ કરવા માગે છે. બિહારની રાજનીતિ, ખાસ કરીને નીતિશ કુમારના નજીકના લોકો જણાવે છે કે, 2020માં વિધાનસભા ચૂંટણીમાં જ્યારે જેડીયૂની સીટો 71થી ઘટીને 43 થઈ ગઈ, ત્યારે નીતિશને લાગ્યું કે, તે ભાજપની પૂંછડી બની જશે. બીજી તરફ આ ચૂંટણીમાં ભાજપની સીટો 53માંથી 74 પર થઈ ગઈ હતી અને તે રાજદની 75 સીટોમાંથી એક સીટ પાછળ હતા.
બિહારમાં નીતીશ-લાલુ ગઠબંધન તૂટી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ રવિવારે સવારે 10 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપશે. આ સાથે તેઓ નવી સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરશે. કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતીશ આવતીકાલે જ રાજ્યપાલને નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવા માટે પણ કહેશે.
બિહારમાં હાલ રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. છેલ્લા બે દિવસથી આવા જ સંકેતો મળી રહ્યા છે. શુક્રવારે રાત સુધી દિલ્હીથી પટના સુધી બેઠકોનો સિલસિલો ચાલુ રહ્યો હતો. લાલુ-તેજસ્વીએ રાબડીના નિવાસસ્થાને આરજેડી ક્વોટાના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેજસ્વીએ કહ્યું હતું કે તે ‘સત્તા ઉથલાવવી એટલી સરળ નથી’. આટલી સરળતાથી ફરી તાજપોશી થવા દેવામાં આવશે નહીં.
શનિવારે નીતીશ કુમારે આરજેડીના મંત્રીઓના કામકાજ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પછી રાજ્યની કૃષિ મંત્રી કુમાર સર્વજીતે તેમની સરકારી ગાડી પરત કરી દીધી છે.
આ દરમિયાન દિલ્હીથી પટના પહોંચેલા ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશ સિંહે કહ્યું છે કે દુનિયાએ મોદીનું સુશાસન જોયું છે. હવે બિહારના લોકો પણ મોદીનું સુશાસન જોવા માંગે છે. જ્યારે કોંગ્રેસે બિહારની સ્થિતિ પર નજર રાખવા માટે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે.