Plane Crash : અમદાવાદમાં ( ahemdabad ) AIના પ્લેન ક્રેશની ( plane crash ) ઘટનાનો આજે આઠમો દિવસ છે. અત્યારસુધીમાં 217 લોકોનાં DNA સેમ્પલ મેચ ( sample match ) થઈ ચૂક્યાં છે. જ્યારે 8 મૃતકોના DNA ટેસ્ટની જરૂર ન હતી અને દાઝી ગયેલા 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત મળીને કુલ 227 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસ ( police ) ને કાટમાળમાંથી અત્યારસુધીમાં 318 જેટલાં માનવઅંગો મળ્યાં છે, જે તપાસ માટે લેવામાં આવ્યાં હતાં.
Plane Crash : આ ઉપરાંત કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ ( mobile ) મળતાં એને FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કે જ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ ( video recorder ) થયો છે કે નહીં. AIના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છે એને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે.
https://youtube.com/shorts/wIXdo_aCUvQ?feature=shar

https://dailynewsstock.in/hero-social-media-model-battery-electric-chargin/
પ્લેન ક્રેશના આઠમા દિવસે પણ મૃતદેહો સોંપવાની કામગીરી યથાવત્
Plane Crash : પ્લેન ક્રેશના આઠમા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, 19 જૂન, 2025ના રોજ રાત્રે 8:30 વાગ્યા સુધીમાં કુલ 217 DNA સેમ્પલ મેચ થયાં છે. આ પૈકી 199 મૃતદેહ પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય મૃતદેહો સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે. 15 મૃતદેહનાં પરિવારજનો હજુ પણ અન્ય મૃતદેહ મળે એની રાહ જોઈ રહ્યાં છે.
Plane Crash : અમદાવાદમાં ( ahemdabad ) AIના પ્લેન ક્રેશની ( plane crash ) ઘટનાનો આજે આઠમો દિવસ છે. અત્યારસુધીમાં 217 લોકોનાં DNA સેમ્પલ મેચ ( sample match ) થઈ ચૂક્યાં છે.
જેમ જેમ વધુ સેમ્પલ મેચ થશે એમ એમ બાકીના મૃતદેહો પરિવારને સોંપવામાં આવશે. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો અમદાવાદ એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ બિમલ પરમાર સાથેનો અંતિમ ફોટો પણ સામે આવ્યો છે.
‘તમામ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા’
Plane Crash : અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે માહિતી આપતાં જણાવ્યું હતું કે 12 જૂને પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી એમાં 242 મુસાફર હતા. બપોરે 1:40 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 વાગ્યે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. 1:44 વાગ્યે મને જાણ થઈ હતી. હું 1:50 વાગ્યા સુધી પહોંચી ગયો હતો. ઝોન-4ના DCP કાનન દેસાઈ ત્યાં હાજર હતાં. આર્મી, એરફોર્સ, પેરામિલિટરી ત્યાં પહોંચી ગઈ હતી. તમામ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

‘36 કલાકમાં પહેલું ડીએનએ મળ્યું અને 24 કલાકમાં બોડી રવાના થઈ ગઈ’
Plane Crash : પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. 1:40 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. સાંજે 8:30 વાગ્યે, એટલે કે અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવનાં સેમ્પલ પહોંચાડી દેવામાં આવ્યાં હતાં. 36 કલાકમાં પહેલું ડીએનએ મળી ગયું હતું અને 24 કલાકમાં બોડી રવાના થઈ ગઈ હતી.
‘બ્લેક બોક્સ અંગે કમિટી તપાસ કરશે’
એક કમિટી બનાવવામાં આવી છે, જેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છે એ અંગે તપાસ કરવામાં આવશે.
100 મોબાઇલને FSLમાં મોકલ્યા
Plane Crash : 100 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે, જેમાં 1:38 પહેલાંનો કોઈ વીડિયો છે કે નહીં એ ચેક કરવા FSLને સોંપવામાં આવ્યા છે અને એને રિકવર કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત મુસાફર વિશ્વાસનો પણ મોબાઇલ ચેક કરી તેને પરત કરી દેવાયો છે.
વધુમાં વાંચો લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું વિમાન (AI-171) 12 જૂને અમદાવાદમાં ક્રેશ થયું હતું, જેમાં 242 મુસાફરો અને Plane Crash : ક્રૂ સભ્યો હતા. મેડિકલ કોલેજ કેમ્પસમાં વિમાન ક્રેશ થતાં એક મુસાફર સિવાય બધાના મોત થયા હતા. વિમાન દુર્ઘટનાના લગભગ એક અઠવાડિયા પછી પણ, ડીએનએ મેચિંગ દ્વારા મૃતદેહોની ઓળખ થઈ રહી છે. બુધવાર સુધીમાં ઓળખ બાદ 159 મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે, ખરાબ રીતે બળી ગયેલા અવશેષોમાં સગીરોની ઓળખ કરવામાં સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એરલાઇન્સની વિગતો અનુસાર, AI-171 માં 12 વર્ષથી ઓછી ઉંમરના 13 બાળકો હતા, જેમાંથી ત્રણ બાળકો 2 વર્ષથી પણ ઓછા ઉંમરના હતા. ઘણા અન્ય 11 થી 18 વર્ષની વચ્ચેના હતા.
Plane Crash : સુરતના નાનાબાવા પરિવારે તેમના પુત્ર અકીલ (36) અને તેની પત્ની હન્ના વોરાજી (31) ના અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યા હતા, ત્યારે બુધવારે સવારે તેમને ફોન આવ્યો કે બોઇંગ ડ્રીમલાઇનર દુર્ઘટનામાં મૃત્યુ પામેલી તેમની પુત્રી સારાના મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. ચાર વર્ષની બાળકીના અવશેષો લેવા માટે સંબંધીઓ અમદાવાદ દોડી ગયા હતા જેથી તેણીને તેના માતાપિતાની બાજુમાં દફનાવી શકાય. સારા સિવાય, મૃતદેહોમાં એકમાત્ર સગીર ફાતિમા શેઠવાલા હતી, જે 18 મહિનાની હતી.