plane crash : અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી નગર પાસેના વિસ્તારમાં ગુરુવારે બપોરે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી ( Vijay Rupani ) સીટ નંબર 12 પર સવાર હતા. ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું હતું કે વિમાન ક્રેશ થયા પછી તેમાં આગ લાગી હતી અને આગને બુઝાવવા માટે ફાયર ગાડીઓને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. આ ઘટના અંગે અમદાવાદના પોલીસ કમિશનર ( Police Commissioner ) જી એસ મલિકે જણાવ્યું હતું કે એરપોર્ટ નજીક મેઘાણી નગરમાં પ્લેન ક્રેશ થયું હતું.
https://dailynewsstock.in/mudra-loan-goverment-pmmy-adharcard/

plane crash : સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે અમદાવાદ એરપોર્ટ નજીક ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં સવાર લોકોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. લંડન જઇ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એરક્રાફ્ટ ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ નજીક ટેક-ઓફ બાદ તરત જ ક્રેશ થઇ ગયું હતું.આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. અકસ્માત પછી ધુમાડાના ગોટે-ગોટા નીકળતા જોવા મળ્યો હતા.
plane crash : અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી નગર પાસેના વિસ્તારમાં ગુરુવારે બપોરે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર ભૂપેન્દ્ર પટેલ શું કહ્યું
plane crash : અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે.
https://youtube.com/shorts/LOpG3o1Pj54

plane crash : ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.