Plane Crash : ડીએનએ પરીક્ષણ કરવાની જવાબદારી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ ( Plane Crash ) યુનિવર્સિટી (એનએફએસયુ) અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ની છે. એનએફએસયુ ગાંધીનગર ( Gandhinagar ) ખાતે સેન્ટર ઓફ એક્સીલેન્સ ઇન ડીએનએ ફોરેન્સિક છે. એનએફએસયુની લેબોરેટરીમાં એક દિવસમાં 1,000 ટેસ્ટ કરી શકીએ છીએ, જ્યારે એફએસએલ એક દિવસમાં 300 ટેસ્ટ કરવાની ( Plane Crash ) ક્ષમતા છે. તેથી હાલ બંને સંસ્થા મળીને ડીએનએ ટેસ્ટ કરી રહી છે.
ઈમરજન્સી સર્જાતા ડીએનએ ટેસ્ટ માટે અમે ગુરુવારે રાત્રે જ કેમિકલ ( Plane Crash ) અને મશીનરી કાલે જ દિલ્હીથી મંગાવી લીધી હતી અને જે ફ્લાઈટ દ્વારા તે તરત આવી પણ ગઈ હતી. પ્લેન ક્રેશની ઘટનામાં એક મૃતદેહ ( Dead body ) માટે એકથી વધુ પરિવારજનો ડીએનએ સેમ્પલ આપી રહ્યા હોવાથી વધારે ટેસ્ટ કરવાની જરૂર પડી છે. ટેસ્ટની પ્રોસેસ માટે અમે પરિવારજનોનું ડીએનએ ( Plane Crash ) પહેલા એકત્રિત કર્યું છે, ત્યારબાદ બોડીના સેમ્પલ એકઠાં કર્યા છે.
બાદમાં, બંને સેમ્પલને લેબમાં મેચ ( Match ) કરવામાં આવી રહ્યા છે. જે બોડીનો કોઇપણ એકપણ ભાગ બચ્યો છે, જેમ કે સ્નાયુઓ, દાંત, હાડકાં કે બોન મેરો. શરીરના આ ભાગનું સેમ્પલ ( Plane Crash ) એકત્ર કરીને અમે તો અમે એક કલાકમાં ડીએનએ ટેસ્ટ કરી શકીએ છીએ. પરંતુ જે બોડીના ટુકડા થઈ ગયા છે, જેમાં સેમ્પલ લેવું પણ મુશ્કેલ છે તેના ટેસ્ટમાં વધારે સમય લાગી શકે છે. હાલ, અમે એકસાથે 8 બોડીના ડીએનએ ટેસ્ટ કરી શકીએ તેવા અમે 2 મશીન લેબમાં રાખ્યાં છે, તેથી એકસમયે એકસાથે 16 ડીએનએ ટેસ્ટ ( Plane Crash ) કરવામાં આવી રહ્યાં છે. પરંતુ જો કોઇ બોડીના યોગ્ય ભાગ ન મળે તો, તે સેમ્પલનું 3થી 4 વખત પણ ટેસ્ટિંગ કરવું પડે છે. જો કોઇ બોડી સંપૂર્ણ બળીને રાખ થઇ હશે, તો તેનું ડીએનએ અહીં કરવું મુશ્કેલ છે.
https://youtube.com/shorts/yWlj7t9dj0o?si=IpT8seAMp1Ze6O0l

https://dailynewsstock.in/2025/02/20/gujarat-rajkot-stepfather-rape-mother-daughter-friend-pocso/
Plane Crash : ડીએનએ પરીક્ષણ કરવાની જવાબદારી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની છે.
અમેરિકામાં આ પ્રકારની ટેક્નોલોજી ( Technology ) છે જેમાં રાખમાંથી પણ સેમ્પલ એકઠાં કરીને ડીએનએ ટેસ્ટ કરી શકાય છે. ફ્લાઈટના પાયલટની વાત કરવામાં આવે તે, તેમની બોડી ચહેરા પરથી ( Plane Crash ) આળખી શકાય એવી સ્થિતિમાં છે, કારણકે તેઓ આગળની સાઇડ હતા. તેવી જ રીતે કેટલાંક મૃત પેસેન્જર્સની ઓળખ ચહેરા પરથી થઈ શકે એમ છે. તેથી તેમનું ડીએનએ કરવાની જરુર નથી. આ પ્રકારના 10થી 20 ટકા કેસ છે. અમારી પાસે જે ડીએનએ સેમ્પલ આવ્યાં છે, તેનું ડીએનએ ટેસ્ટ 24થી 36 કલાકમાં આવી જશે. અમે પ્રયાસ કરી રહ્યાં છે કે, પરિવારજનોને શનિવારથી બોડી સોંપી શકાય. – પ્રો. (ડૉ). એસ. ઓ. જુનારે, ડાયરેક્ટર, NFSU ગાંધીનગર, ભાસ્કર એક્સપર્ટ

આ પ્રકારે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા કરવામાં આવી રહી છે
- સ્થળ પર પહોંચી સેમ્પલિંગ કરવું: મૃતકોના દેહાવશેષોનો યોગ્ય રીતે સંગ્રહ કરવો. આગમાં બળી ગયેલા અવશેષો, હાડકા, દાંત, વાળ, અથવા બળી ગયેલી ત્વચાના ટુકડાઓ – આ બધું જ ડીએનએ માટે ઉપયોગી હોઈ શકે છે. દરેક સેમ્પલને કોડ દ્વારા માર્ક કરીને લેબમાં મોકલવામાં આવે છે.
- પરિવારજનોના રેફરન્સ સેમ્પલ લેવાં: મૃતકના પરિવારજનોનો – માતા-પિતા, સંતાનો કે ભાઈ-બહેન, જે બ્લડ રિલેશનમાં છે એમના બ્લડ સેમ્પલ કે મોંના સ્વાબ (લાળ) દ્વારા રેફરન્સ ડીએનએ મેળવીએ છીએ. આ ખૂબ સંવેદનશીલ પ્રક્રિયા હોય છે, કારણ કે લોકો દુઃખમાં હોય છે. તેમ છતાં, તેમનો સહકાર જરૂરી હોય છે.
- DNA સેમ્પલ મેળવીને પ્રોફાઈલ તૈયાર કરવી: લેબોરેટરીમાં અમે પહેલા નમૂનામાંથી ડીએનએ અલગ કરીએ છીએ. એ માટે ખાસ કિટ અને ટેક્નિકનો ઉપયોગ થાય છે. ત્યારબાદ STR (શોર્ટ ટેન્ડમ રીપિટ) એનાલિસિસ દ્વારા દરેક નમૂનાની ડીએનએ પ્રોફાઇલ તૈયાર થાય છે – જે દરેક વ્યક્તિ માટે અનન્ય હોય છે.
- મેચિંગની પ્રક્રિયા: પ્રત્યેક અવશેષની ડીએનએ પ્રોફાઈલને રેફરન્સ નમૂનાની સાથે મેચ કરવામાં આવે છે. જ્યાં 99.99% જેટલું સામ્ય મળે છે, ત્યાં મૃતકની ઓળખ થઈ શકે છે. ઘણી વખત સંપૂર્ણ બળી ગયેલા દેહમાંથી ડીએનએ મળવો મુશ્કેલ પણ બને છે, ત્યારે અમે હાડકા કે દાંતમાંથી ડીએનએ કાઢવાનો પ્રયાસ કરીએ છીએ.
- રિઝલ્ટ: મેચ મળ્યા પછી, અમે તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરીએ છીએ અને તેને સંબંધિત અધિકારીઓ અને પરિવારજનોને આપીએ છીએ. આ દરેક રિપોર્ટ વૈજ્ઞાનિક રીતે પ્રમાણભૂત અને કાયદેસર હોય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે. (ધૈર્યા રાઠોડ અને યશ પટવર્ધન સાથેની વાતચીતના આધારે)
- ભારતીય પેસેન્જર , 2. વિદેશી પેસેન્જર 3. ક્રૂ મેમ્બર , 4. પાઇલટ
ડીએનએ પરીક્ષણ માટેના નિયમો આપણા દેશના અને અન્ય દેશના અલગ છે. વિદેશી નાગરિકોના સેમ્પલ જે-તે દેશમાં મોકલીએ એવું પણ બની શકીએ. બંને રિપોર્ટનું ( Plane Crash ) મેચિંગ લેબમાં કરવામાં આવશે. આ પરિસ્થિતિમાં હેલ્થ ઇન્શ્યોરન્સનો પણ ઇશ્યૂ છે કારણકે, આમાં ભારતીય અને વિદેશી બંને પેસેન્જર હતા. ઇન્શ્યોરન્સના ( Insurance ) ક્લેમ માટે પણ ડીએનએની જરૂર હોય છે. તેથી અમે પરીક્ષણની પ્રક્રિયાને પેસેન્જર, ક્રુ મેમ્બર સહિત 4 કેટેગરીમાં વહેંચી છે.