Plane Crash : 50% યાત્રીઓના દેહ સંપૂર્ણ બળી ગયા, હવે ડીએનએ ટેસ્ટના આધારે ઓળખ થવાની પ્રક્રિયા શરૂPlane Crash : 50% યાત્રીઓના દેહ સંપૂર્ણ બળી ગયા, હવે ડીએનએ ટેસ્ટના આધારે ઓળખ થવાની પ્રક્રિયા શરૂ

Plane Crash : અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ( Plane Crash ) ઘણા લોકોના શરીરો સંપૂર્ણ બળી ગયા છે. આવી પરિસ્થિતિમાં મૃતદેહોની ઓળખ ડીએનએ ( DNA ) પરીક્ષણ દ્વારા કરવાની કામગીરી શરૂ થઈ છે. જો કે, મૃતદેહો ખુબ જ ખરાબ હાલતમાં હોવાથી આ પરીક્ષણ પણ પડકારરૂપ બની રહ્યું છે. 50% જેટલા યાત્રીઓના શરીરો સંપૂર્ણ રીતે બળી ગયા છે, જેના કારણે ડીએનએના ( Plane Crash ) નમૂનાઓ એકત્ર કરવાનું પણ મુશ્કેલ બન્યું છે.

મૃતદેહોની ઓળખ માટે હવે માત્ર ખોપરીના હાડકા, ઘૂંટણના હાડકા, દાંત, હાડકાંના ટુકડા કે ક્યારેક વાળ જેવી સામાન્ય લાગતી પરંતુ મહત્વપૂર્ણ વસ્તુઓ પરથી ડીએનએ એકત્ર ( Plane Crash ) કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સમગ્ર ડીએનએ પરીક્ષણની કામગીરી ગાંધીનગર ( Gandhinagar ) સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ( FSL ) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે.

ટેસ્ટ માટે રાતે જ દિલ્હીથી મંગાવાયા કેમિકલ અને મશીનો

જેમજ દુર્ઘટના ઘટી, ત્યારથી તંત્ર હરકતમાં આવ્યું હતું. “તાત્કાલિક જરૂરી રાસાયણિક પદાર્થો અને મશીનો દિલ્હીથી મંગાવ્યા અને રાત્રે જ તેમની આવક પણ થઈ ગઈ,” એવું NFSUના ડાયરેક્ટર ડૉ. એસ. ઓ. જુનારે જણાયું. તેમના જણાવ્યા પ્રમાણે, તેઓ પાસે લેબમાં દૈનિક 1000 ડીએનએ ( Plane Crash ) ટેસ્ટ કરવાની ક્ષમતા છે, જ્યારે FSLમાં 300 ટેસ્ટ માં થઈ શકે છે. બંને સંસ્થાઓ મળીને હાલ એક સાથે 16 ડીએનએ ટેસ્ટ ( Test ) પ્રક્રિયા ચલાવી રહી છે.

https://youtube.com/shorts/0iWCLDbMXnE?si=0ULFh7cNndFbzgt_

Plane Crash

https://dailynewsstock.in/2025/02/18/health-juice-famous-abcjuice-frashjuice-malkaarora-greenjuice-beet-carrot-appli/

ટેસ્ટની પ્રક્રિયા – સંવેદનશીલ પણ મહત્વપૂર્ણ

ડીએનએ પરીક્ષણની પ્રક્રિયા કેટલાંક મુખ્ય પગલાઓમાં વિભાજીત છે:

  1. સેમ્પલ સંગ્રહ
    ઘટના સ્થળેથી અવશેષો જેમ કે દાંત, હાડકાં, વાળ, બળી ગયેલી ત્વચા વગેરે એકત્ર કરવાનું પ્રથમ પગથિયું છે. દરેક સેમ્પલને કોડિંગ પદ્ધતિથી લેબમાં મોકલવામાં આવે છે.
  2. પરિવારજનોના નમૂનાઓ
    મૃતકના માતા-પિતા, સંતાન કે ભાઈ-બહેન જેવા સગાંમાંથી લાળ કે લોહીના નમૂના લઇને રેફરન્સ ડીએનએ મેળવવામાં આવે છે. દુઃખી હાલતમાં પણ પરિવારજનોનો સહકાર અહીં અત્યંત જરૂરી હોય છે.
  3. લેબ ટેસ્ટિંગ
    લેબમાં DNA અલગ કરી તેને STR (Short Tandem Repeat) વિશ્લેષણ દ્વારા ડીએનએ પ્રોફાઈલ તૈયાર થાય છે, જે દરેક વ્યક્તિ માટે અનન્ય હોય છે.
  4. મેચિંગ અને રિપોર્ટિંગ
    અવશેષના ડીએનએને રેફરન્સ નમૂનાઓ સાથે મેચ કરવામાં આવે છે. જ્યાં 99.99% સમાનતા મળે છે, ત્યાં ઓળખ પકી થઇ શકે છે. મેચિંગ બાદ વૈજ્ઞાનિક અને કાયદેસર રીતે પ્રમાણિત રિપોર્ટ તૈયાર થાય છે.

જેટલી શક્ય હોય તેટલી ઝડપી પ્રક્રિયા

“અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ કે ઓછામાં ઓછા ( Plane Crash ) સમયમાં સાચી ઓળખ મેળવી શકાય અને મૃતકના શરીરો ( Bodies ) તેમના પરિવારજનોને સોંપી શકાય,” તેમ ડૉ. જુનારે જણાવ્યુ. શક્ય હોય તો શનિવારથી મૃતદેહો સોંપવાનું શરૂ થઈ શકે છે.

જેમ કે કેટલીક બોડીઓ બળીને રાખ બની ગઈ છે, તેમનાં માટે DNA નમૂના મેળવવો અત્યંત મુશ્કેલ છે. અમેરિકામાં એવી ટેક્નોલોજી છે કે જે રાખમાંથી પણ ડીએનએ ( Plane Crash ) કાઢી શકે છે, પણ ભારતમાં આ ક્ષમતા હજી સંપૂર્ણ વિકસિત નથી.

Plane Crash

પાઇલટ અને કેટલાક યાત્રીઓની ઓળખ ચહેરાથી

દુર્ઘટનાના સમયે પાઇલટ ફ્રન્ટમાં હોવાથી તેમનો દેહ એટલો બળી ન ગયો હતો કે ચહેરાની ઓળખ શક્ય બની હતી. આવા કેટલાક યાત્રીઓ પણ છે, જેમના ચહેરા ઓળખાતા ( Plane Crash ) હોવાથી તેમના ડીએનએ ટેસ્ટની જરૂર નથી પડી. આવા અંદાજે 10-20% કેસ છે.

વિદેશી નાગરિકો માટે વિશિષ્ટ પ્રક્રિયા

પ્લેનમાં વિદેશી પેસેન્જર્સ પણ હતા. તેમના ડીએનએ નમૂનાઓ તેમના દેશ મોકલવામાં આવી શકે છે અને ત્યાંના રિપોર્ટ ( Report ) સાથે અહીંના રિપોર્ટની મેચિંગ થશે. આવી સ્થિતિમાં ( Plane Crash ) હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ માટે પણ ડીએનએ જરૂરી બને છે.

ટેસ્ટને ચાર કેટેગરીમાં વિભાજીત કરાયા

અહીં ડીએનએ ટેસ્ટિંગની કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે ચાર જૂથમાં વહેંચવામાં આવ્યા છે:

  1. ભારતીય પેસેન્જર
  2. વિદેશી પેસેન્જર
  3. ક્રૂ મેમ્બર્સ
  4. પાઇલટ

અંતે પ્રશ્ન કે DNA મળે તો જ ઓળખ

દુર્ઘટના એટલી ગંભીર હતી કે અનેક મૃતદેહો સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે. અમુક અવશેષોમાંથી ડીએનએ મેળવવા માટે 3 થી 4 વખત પરીક્ષણ કરવું પડે છે. જો યોગ્ય નમૂનો ન મળે, તો ઓળખ મુશ્કેલ બની જાય છે.

અમદાવાદ પ્લેન ક્રેશ પછી મૃતકોની ઓળખ માટે ચાલી રહેલી ડીએનએ ટેસ્ટિંગ પ્રક્રિયા ત્વરિત અને વૈજ્ઞાનિક રીતે સુવ્યવસ્થિત છે. NFSU અને FSLની ટીમો ( Plane Crash ) દિનરાત મહેનત કરી રહી છે કે આ ઘટનામાં ગુમાયેલા જીવનોને ઓળખ આપી શકાય અને તેમના પરિવારજનોને અંતિમ વિદાય માટે તક મળી શકે.

176 Post