pakistan : શ્રી કટાસ રાજ મંદિર કિલા કટાસ ( shree katas raj mandir kila katas ) તરીકે પણ ઓળખાય છે. તે એક સંકુલ છે જેની સાથે અનેક હિન્દુ મંદિરો ( hindu temples ) જોડાયેલા છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન શિવ ( god shiva ) ના આંસુથી એક પવિત્ર તળાવની રચના થઈ હતી જેને ‘કટાક્ષ કુંડ’ અથવા ‘શિવ કુંડ’ ( shiv kund ) કહેવામાં આવે છે.

https://youtube.com/shorts/p5gdqJGTnXs?feature=share

https://dailynewsstock.in/2024/12/18/civil-hospital-social-media-ahemdabad-videoviral-secuirity-icu-icuward/

પાકિસ્તાન ( pakistan ) હાઈ કમિશને બુધવારે કહ્યું કે તેઓએ 84 ભારતીય ( indian ) તીર્થયાત્રીઓને વિઝા ( visa ) આપ્યા છે. જે પછી આ તીર્થયાત્રીઓ પાકિસ્તાનના પંજાબના ( punjab ) ચકવાલ જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ હિન્દુ તીર્થસ્થળ શ્રી કટાસરાજ મંદિરની મુલાકાત લઈ શકશે. આ યાત્રાળુઓ 19 થી 25 ડિસેમ્બર ( december ) દરમિયાન પાકિસ્તાન જશે. શ્રી કટાસ રાજ મંદિર કિલા કટાસ તરીકે પણ ઓળખાય છે. તે એક સંકુલ છે જેની સાથે અનેક હિન્દુ મંદિરો જોડાયેલા છે.

pakistan : શ્રી કટાસ રાજ મંદિર કિલા કટાસ ( shree katas raj mandir kila katas ) તરીકે પણ ઓળખાય છે. તે એક સંકુલ છે જેની સાથે અનેક હિન્દુ મંદિરો ( hindu temples ) જોડાયેલા છે.

ભારતીય શ્રદ્ધાળુઓ દર વર્ષે પ્રોટોકોલ હેઠળ પાકિસ્તાન જાય છે
ભારત ( india ) અને પાકિસ્તાન ( pakistan ) વચ્ચેના દ્વિપક્ષીય પ્રોટોકોલ હેઠળ દર વર્ષે ભારતમાંથી શીખ અને હિન્દુ યાત્રાળુઓ પાકિસ્તાનની મુલાકાત લે છે. એ જ રીતે પાકિસ્તાની તીર્થયાત્રીઓ પણ ભારત આવે છે. પાકિસ્તાની હાઈ કમિશને કહ્યું કે ‘નવી દિલ્હીમાં ( new delhi ) પાકિસ્તાન હાઈ કમિશને પંજાબના ચકવાલ જિલ્લામાં આવેલા પવિત્ર શ્રી કટાસ રાજ મંદિરોની મુલાકાત લેવા ભારતીય તીર્થયાત્રીઓના સમૂહને 84 વિઝા આપ્યા છે.’ પાકિસ્તાનના ચાર્જ ડી અફેર્સ સાદ અહેમદ વારૈચે યાત્રાળુઓને “આધ્યાત્મિક રીતે સંતોષકારક” યાત્રાની શુભેચ્છા પાઠવી હતી.

પાકિસ્તાન હાઈ કમિશને કહ્યું, ‘ધાર્મિક તીર્થસ્થાનોની મુલાકાત પર 1974ના ભારત-પાકિસ્તાન પ્રોટોકોલ હેઠળ, દર વર્ષે ભારતમાંથી હજારો શીખ અને હિન્દુ તીર્થયાત્રીઓ વિવિધ ધાર્મિક તહેવારો/પ્રસંગોમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની મુલાકાત લે છે. તીર્થયાત્રા વિઝા જારી કરવાની પાકિસ્તાન સરકારની ધાર્મિક તીર્થસ્થળોની મુસાફરીની સુવિધા અને આંતર-ધાર્મિક સૌહાર્દને પ્રોત્સાહન આપવાની નીતિને અનુરૂપ છે.’

કટાસરાજ મંદિરની ખૂબ જ ઓળખ છે
ઈસ્લામાબાદની દક્ષિણે લગભગ 110 કિલોમીટર દૂર કટાસ ગામમાં આવેલું, 900 વર્ષ જૂનું મંદિર સંકુલ પંજાબ પ્રાંતના પોટોહર ઉચ્ચપ્રદેશમાં આવેલું છે. શ્રી કટાસરાજ મંદિર સંકુલ એ એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે જેમાં અનેક નાના-મોટા મંદિરોનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન શિવના આંસુથી એક પવિત્ર તળાવની રચના થઈ હતી જેને ‘કટાક્ષ કુંડ’ અથવા ‘શિવ કુંડ’ કહેવામાં આવે છે. હિંદુ ધર્મનું પાલન કરનારા લોકોમાં તેની ઊંડી આસ્થા છે. તાજેતરમાં, પાકિસ્તાન સરકારે હિન્દુ તીર્થયાત્રીઓ માટે કટાસરાજ મંદિર પરિસરમાં રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. 36 રૂમના આ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સના નિર્માણમાં 19 કરોડ પાકિસ્તાની રૂપિયાનો ખર્ચ થયો છે.

33 Post