navsari : સમગ્ર દક્ષિણ ગુજરાત ( south gujarat ) સહિત ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના ( heavy rain ) કારણે નવસારી ( navsari ) જિલ્લામાં પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાં જળસ્તર વધવાની સંભાવના રહેતા નવસારી જિલ્લા તંત્ર સવારથી જ આગોતરી કામગીરીમાં વ્યસ્ત થઇ ગયું છે. જિલ્લાની ત્રણે નદીઓની આસપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી, સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જઇ સહકાર આપવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો.આ ઉપરાંત જિલ્લાની બીલીમોરા નગર પાલિકા દ્વારા નદીની આસપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં લાઉડ સ્પીકર ( loud speaker ) ના માધ્યમથી એનાઉન્સમેન્ટ કરી નાગરિકોને સલામત સ્થળે ખસી જઇ સહકાર આપવા સાવચેત કરાયા હતા.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/09/02/delhi-aamaadmiparty-politics-arvindkejriwal-waqfboard/
નવસારી જિલ્લાના ઉપરવાસ એવા ડાંગ ( dang ) જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જેની સીધી અસર નવસારી ( navsari ) જિલ્લામાં થાય છે. ડાંગમાંથી વહેતી અંબિકા, પૂર્ણા અને કાવેરી નદી નવસારી જિલ્લામાંથી થઈને દરિયામાં ભળે છે. ગત 24 કલાકમાં ડાંગ જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ફરિવાર અંબિકા, પૂર્ણા અને કાવેરીના જળસ્તર વધવાની સંભાવના નવસારી વહીવટી તંત્રએ વ્યક્ત કરવા સાથે નીચાણવાળા વિસ્તારના લોકોને ફરી સાવચેત કર્યા છે.
navsari : સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાં જળસ્તર વધવાની સંભાવના રહેતા નવસારી
ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે જેની સીધી અસર નવસારી જિલ્લામાં પણ જોવા મળશે. બે વાગ્યાથી અઢી વાગ્યાની આસપાસ અંબિકા તેમજ કાવેરી નદીઓની સપાટીમાં વધારો થઈ શકે છે, તેવી સંભાવના નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત કરવામાં આવ્યા છે.