navsari : ગણદેવીના દુવાડા ગામે થયેલી મહિલાની હત્યાના (Murder) આરોપીને નવસારી એલ.સી.બી. ( lcb ) પોલીસે (Police) ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. હત્યાના આરોપીએ પોલીસ સમક્ષ એવી સ્ફોટક કબૂલાત કરી હતી કે તે યુવતીને શરીર સંબંધ બાંધવા માટે લઈ આવ્યો હતો. પરંતુ ત્યારબાદ પૈસા અંગે માથાકૂટ થતાં યુવતીએ આરોપીને બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી હતી. જેથી ઉશ્કેરાઈને આરોપીએ યુવતીની હત્યા કરી હતી અને નાસી છૂટ્યો હતો. પોલીસે મયુર ઉર્ફે માયાની ધરપકડ ( arrest ) કરતા મયુરનો ગુનાહિત ઈતિહાસ ( history ) સામે આવ્યો છે. જેમાં ગત 2016માં મયુર ઉર્ફે માયાએ તેના પિતાની હત્યા ( murder ) કરી હતી. જે બાબતે ગણદેવી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

https://dailynewsstock.in/history-india-titanic-death-accident/
મળતી માહિતી મુજબ, ગત 20મીએ ગણદેવીના દુવાડા ગામે શ્રીરામ કવોરીની સામે ચીમનભાઈ પટેલની ખેતરાડી જગ્યામાં કોઈ અજાણ્યા ઇસમે દુવાડા ગામે વડ ફળીયામાં રહેતી હીનાબેન ઉર્ફે હેતલબેન અર્જુનભાઈ નાયકાને દુપટ્ટા વડે ગળે ટુંપો આપી તેમજ માથાના ભાગે તથા કપાળના ભાગે અને ડાબી આંખની નજીકમાં કોઈ તિક્ષ્ણ ધારવાળા બોથડ પદાર્થથી ગંભીર ઈજાઓ કરી હત્યા કરી નાસી ગયો હતો. ગામજનોને હીનાબેન ઉર્ફે હેતલબેનની લાશ મળતા ગણદેવી પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જયારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગણદેવીના દુવાડા ગામે આવેલી શ્રીરામ કવોરીની સામે મંગળવારે એક મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જાણ થતાં પોલીસકાફલો તાબડતોડ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે તપાસ અને પૂછપરછ કરતાં આ મૃતદેહ સ્થાનિક મહિલાનો હતો. પણ કેમ તેની હત્યા કરાઇ અને કોણે કરી? પોલીસને આ હત્યાનો ભેદ ઉકેલવો લોઢાના ચણા ચાવવા બરાબર હતો, કારણ કે સીમ વિસ્તાર હોવાથી આસપાસ કોઇ સીસીટીવી પણ નહોતા છતાં પોલીસે આ હત્યાનો ભેદ માત્ર બે દિવસમાં ઉકેલીને હત્યારાને તેના ઘરેથી જ ઉઠાવી લીધો હતો. પોલીસ પૂછપરછમાં હત્યારાએ જે ઘટસ્ફોટ કર્યા એ સાંભળીને પોલીસના પગ તળેથી જમીન સરકી ગઇ હતી,
મહિલા સ્થાનિક હોવાથી પ્રથમ તો પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી, પરંતુ ખાસ કંઈ લાગ્યું નહીં, એટલે જિલ્લા SPએ નવસારી LCB PI દીપક કોરાટને તપાસ સોંપી. તમામ પાસા આવરી લઇ હત્યાનો ભેદ કંઇપણ રીતે ઉકેલવા માર્ગદર્શન અને આદેશ આપ્યા હતા. જેથી PI કોરાટએ આસપાસના CCTV, કવોરીમાં કામ કરતા કામદારોની માહિતી, હત્યા થઈ એ વખતે કેટલા મોબાઈલ એ વિસ્તારમાં એક્ટિવ હતા. એ તમામ દિશામાં તપાસ હાથ ધરી અને એમાં તેમને સફળતા મળી, કારણ કે પોલીસને નજીકના એક CCTVમાં એક યુવક મહિલાને બાઇક પર બેસાડીને લઇ જતો જોવા મળ્યો અને પરત ફર્યો ત્યારે એકલો જ હતો, જેથી પોલીસે બાઇક (નંબર GJ-21-BA5889) કોની છે સહિતની માહિતી એકઠી કરી..
બાઈકના નંબરની ઓળખ થયા બાદ પોલીસે બાઇકના માલિકની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તેની બાઇક ગણદેવીની શુગર ફેકટરી સામે રહેતો તેનો મિત્ર મયૂર ઉર્ફે માયા હળપતિ લઇ ગયો હતો. જેથી પોલીસે મયૂરની તપાસ કરતાં જાણવા મળ્યું કે તે તેના ઘરે જ છે, જેથી પોલીસે તરત પહોંચીને તેને ઉઠાવી લીધો. શરૂઆતની પૂછપરછમાં મયુર કંઇ બોલવા તૈયાર નહોતો અને ગલ્લાંતલ્લાં કરતો હતો. જોકે પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. ગુનો કબૂલતાં આરોપીએ જે પોલીસને જણાવ્યું એ સાંભળીને તે પણ ચોંકી ગઇ હતી, કારણ કે મહિલાની હત્યા આરોપીએ માત્ર 2500 રૂપિયા માટે જ કરી હતી.