navsari : ઇદ-એ-મિલાદ ઉન નબીનો દિવસ ઇસ્લામની ( islam ) દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં ( celebration ) આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસ્લામના છેલ્લા પયગંબર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મ થયો હતો આ દિવસ ઇસ્લામ ધર્મ ( dharma ) માં મહત્વનો દિવસ છે ઇદ-એ-મિલાદનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડરની 12 રબી-અલ-અવ્વલ નાં રોજ ઉજવવામાં આવે છે. ઇસ્લામિક માન્યતા અનુસાર, હઝરત મોહમ્મદ સાહેબનો જન્મ 517 ઇ.સ. માં થયો હતો ઈદ-એ-મિલાદના દિવસે ઈસ્લામના અનુયાયીઓ મસ્જિદોમાં ( masjid ) નમાઝ અદા કરે છે અને હઝરત મોહમ્મદ સાહેબની શિક્ષા અને ઉપદેશોને અમલમાં મૂકવાનો સંકલ્પ લે છે. આ ઉપરાંત આ દિવસે પારંપારિક રસોઈ તૈયાર કરવામાં આવે છે અને ગરીબોમાં વહેંચવામાં આવે છે.

https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/09/16/dharma-hindu-pooja-photo-pictures-vastu-shashtra/

શિયા, સુન્ની અને બરેલવી સમુદાયના લોકો પણ આ દિવસે ઝુલુસ કાઢે છે અને તખ્તી પર લખીને સમગ્ર વિશ્વને હઝરત મોહમ્મદ સાહેબનાં ઉપદેશોથી વાકેફ કરે છે. જ્યારે સુન્ની સમુદાયમાં આ દિવસ ખૂબ જ સાદગી સાથે ઉજવવામાં આવે છે અને આ જ દિવસે તેમનુ મૃત્યુ પણ થયુ. આથી આ દિવસને બારાવફાત તરીકે પણ ઓળખવામાં આવે છે ઇસ્લામમાં માનનારા વિવિધ સમુદાયોના લોકો આ તહેવારને અલગ અલગ રીતે ઉજવે છે આ વર્ષે‌ ભારત માં ઈદ-એ-મિલાદ ( eid e milad ) નો તહેવાર ૧૬ સપ્ટેમ્બર નાં રોજ ઉજવવામાં આવ્યો નવસારી શહેરમાં મુસ્લિમ સમાજ નાં લોકો દ્વારા ૧૬ સપ્ટેમ્બર નાં રોજ શાનદાર જુલુસ કાઢી ઈદે મિલાદ નાં પર્વ ની ઉજવણી કરવામાં આવી

navsari : ઇદ-એ-મિલાદ ઉન નબીનો દિવસ ઇસ્લામની ( islam ) દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં ( celebration ) આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસ્લામના છેલ્લા પયગંબર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મ થયો હતો

નવસારી શહેરમાં મોટી દરગાહ થી રંગુન નગર દારૂલ ઉલુમ અન્વારે રઝા મદ્રેસા સુધી નિકળેલા જુલુસ માં ખુબજ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ નાં લોકો જોડાયા હતા જુલુસ દરગાહ રોડ થી પ્રજાપતિ ટાવર, મોટાબજાર થઈ ન્યૂ રીંગરોડ દારૂલ ઉલુમ અન્વારે રઝા સુધી પૂર્ણ થયું હતું જુલુસ વાળા રૂટ પર ઠેર ઠેર પાણી ની પરબ શરબત વિતરણ અને મફત ચા ની વ્યવસ્થા કરી ઈદે મિલાદ નાં જુલુસ ને આવકાર આપવામાં આવ્યો હતો અને દારૂલ ઉલુમ મદ્રેસા ખાતે જુલુસ નું સમાપન થયું હતું ઈદે મિલાદ નાં પર્વ નિમિત્તે જુલુસ કાઢવા સાથે કુરાન શરીફ ની તિલાવત તથા દુરૂદ શરીફ અને નાત શરીફ પઢવામાં આવે છે અને વિશેષ ભોજન એટલે કે નિયાઝ નો પણ બંદોબસ્ત કરવામાં આવે છે

અને દારૂલ ઉલુમ મદ્રેસા ખાતે પયગમ્બર મોહમ્મદ સાહેબ નાં બાલ મુબારક ની ઝીયારત એટલે કે દર્શન કરાવવામાં આવે છે આ પ્રકારે નવસારી શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ઈદે મિલાદ નો પર્વ મનાવવામાં આવ્યો હતો પોલીસ પ્રશાસન તરફથી ખુબજ સરસ રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.. દારુલ ઉલૂમ અન્વરે રઝા તરફથી પોલીસ પ્રશાસનએ આપેલ સહકાર આપવા બદલ આભાર માની સ્વાગત કરવામાં આવ્યુ હતું.. હાલ ચાલી રહેલા ગણેશોત્સવ દરમિયાન નવસારી શહેરમાં ઈદે મિલાદ નો અવસર પણ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો જેમાં નવસારી નાં કોમી એખલાસ અને ભાઈચારાના દર્શન થયા હતા..

9 Post