navsari : વ્હેલ માછલીની ઉલ્ટી “એમ્બર ગ્રીસ”ના ગેરકાયદેસર વેચાણનો કેસ નવસારી ( navsari ) સુપા રેંજ દ્વારા શોધી કાઢ્યો છે. અંદાજીત 1.365 કિલોગ્રામનો “એમ્બર ગ્રીસ” જેની બજાર કિંમત અંદાજે 2 કરોડ ( caror ) થાય છે. મહત્વનું છે કે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત સંરક્ષીત વ્હેલ માછલીની ઉલ્ટી એટલે કે “એમ્બર ગ્રીસ”નું વેચાણ ગેરકાયદેસર છે.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/hyderabad-nagaarjun-convention-center-ftl-socialmedia-actor/
રાજ્યને હરિયાળુ બનાવવા માટે સામાજીક વનીકરણ વિભાગ અસરકારક કામગીરી કરી રહ્યું છે. પરંતું ફક્ત રાજ્યને હરિયાળુ જ નહી વનસંપદાઓ ઉપર નભતા પશુ પક્ષીઓનું રક્ષણ કરી એક સંતુલિત સમાજનું નિર્માણ કરવાનું ઉદ્દેશ પણ સામાજીક વનીકરણ વિભાગ ધરાવે છે. અસામાન્ય લાગતી તેઓની કામગીરીમાં જાહેરજનતાએ ઘણી વખત જાણવા અને શિખવા યોગ્ય બનાવો બનતા હોય છે.
navsari : વ્હેલ માછલીની ઉલ્ટી “એમ્બર ગ્રીસ”ના ગેરકાયદેસર વેચાણનો કેસ નવસારી ( navsari ) સુપા રેંજ દ્વારા શોધી કાઢ્યો છે.
નવસારી જિલ્લામાં તાજેતરમાં આવો એક બનાવ બન્યો છે. સામાજીક વનીકરણ વિભાગ નવસારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ના અનુસૂચિ -1 થી સંરક્ષીત વ્હેલ માછલીની ઉલ્ટી “એમ્બર ગ્રીસ”નું ગેરકાયદેસર વેચાણ અને વાહતુકની પ્રવૃતિ પર વોચ રાખી આવી પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
તાજેતરમાં આ કામગીરી અન્વયે સુપા રેંજના કર્મચારીઓને ખાનગી બાતમી દરમિયાન ગત તારીખ 6 ઓગસ્ટ 2024 ના રોજ શંકાસ્પદ વાહન નંબર 1 GJ 21 4926, વાહન નંબર 2 GJ 15 K 6863 ની હિલચાલ નવસારીમાં જોવા મળતા સુપા રેંજ સ્ટાફ દ્વારા સુપ્રીમ હોટેલ ( supreme hotel ) ગ્રીડ નવસારી પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકું સફળતા પુર્વક પાર પાડતા વ્હેલ માછલી ( whale fish ) ની ઉલ્ટી નું ગેરકાયદેસર વેચાણ કરતાં ઇસમોને “એમ્બર ગ્રીસ” સાથે રંગે હાથ ઝડપી પાડી તે ઇસમો વિરૂધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુન્હો દાખલ કરી જરૂરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.