navsari : ATM માંથી પૈસા ન નીકળે તો ચિંતાતુર કે વ્યાકુળ થઈ કોઇપણ અજાણી વ્યક્તિને પોતાનું કાર્ડ આપતા પહેલા ચેતજો. કારણ ATM બહાર ઊભા રહેતા ગઠિયાઓ પહેલા તમારૂ પિન ( pin number ) જાણ્યા બાદ તમારૂ ઓરીજનલ કાર્ડ ( card ) લઈ તમને ડમી કાર્ડ પધરાવી પૈસા ઉપાડે છે. આવી જ રીતે લોકોને ઠગતી મહારાષ્ટ્રીયન ટોળકીના 5 ની નવસારી LCB પોલીસે ઝડપી પાડી 8 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.

https://dailynewsstock.in/namaz-private-schools-bakrieid-hindu-childrens/
બેંક ATM માં કોઈકવાર ટેકનિકલ ખામીને કારણે પૈસા નીકળતા નથી. જેને કારણે અભણ, મહિલાઓ કે વૃદ્ધ વ્યક્તિઓ ચિંતાતુર બને છે. જેનો લાભ ઉઠાવી ATM બહાર ઊભેલા ગઠિયાઓ ટાર્ગેટ કરેલા વ્યક્તિ પાસે જઈને પૈસા કેમ નથી નીકળતા, એવુ કહીને વાતોમાં ભોળવી, પહેલા તો પીન નંબર જાણી લે છે. ત્યારબાદ ટ્રીકથી કાર્ડ બદલી ડમી કાર્ડ પધરાવી દે છે. ત્યારબાદ ટાર્ગેટ કરેલી વ્યક્તિ ATM માંથી ગયા બાદ ગઠિયાઓ તેના ઓરીજીનલ કાર્ડનો ઉપયોગ કરી, રૂપિયા ઉપાડી રફુચક્કર થઈ જાય છે.
એટીએમમાં કોઈકવાર ટેકનિકલ ખામીને કારણે પૈસા નીકળતા નથી જેને કારણે અભણ,મહિલાઓ કે વૃદ્ધ વ્યક્તિઓ ચિંતાતુર બને છે.જેનો લાભ ઉઠાવી ગઠિયાઓ ATM બહાર ઊભા ટાર્ગેટ કરેલા વ્યક્તિ પાસે જઈને પૈસા કેમ નથી નીકળતા તેવું કહીને વાતોમાં ભોળવી પહેલા તો પીન નબર જાણી લે છે, ત્યારબાદ ટ્રિકથી કાર્ડ બદલી નાખે છે.ટાર્ગેટ કરેલી વ્યક્તિ ATM માંથી ગયા બાદ પૈસા ઉપાડી રફુચક્કર થતા હતા.
વધુમાં મોડસ ઓપરેન્ડીથી ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ લોકોના પૈસા ઉપાડી તેમની સાથે ઠગાઈ કરવાના અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયા હતા… માત્ર મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો સોલાપુર માં 4 ઉસ્માનાબાદમાં 1, પુણેમાં 3 એમ કુલ 7 જેટલા અલગ અલગ શહેરના ગુનાઓ આ ઠગ ટોળકી એ આચર્યા હતા…. નવસારી જિલ્લાના ચીખલીમાં પણ આ જ મોડસઓપ્રેંડીથી ATM બહાર ઠગાઈ કરી નાસી ગયેલી ટોળકી ફરીવાર નવસારી નસીબ અજમાવવા આવતી હોવાની જાણ LCB ને થતા 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
એલસીબીના હાથે ચડેલા તમામ આરોપીઓ મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે. નવયુવાન આરોપીઓ એટીએમ બહાર ઉભા રહિત ઠગાઈ કરવામાં માસ્ટરી ધરાવે છે. એલસીબી એક તમામ આરોપીઓ પાસેથી 25 જેટલા ડમી એટીએમ કાર્ડ પણ રિકવર કર્યા છે જેઓ તે લોકોને આપતા હતા.પકડાયેલા તમામ આરોપીઓનો કબજો ચીખલી પોલીસને સોંપવામાં આવશે. એટીએમ માંથી પૈસા ન નીકળે તો ચિંતા ન કરી બેન્કનો સંપર્ક કરી શકાય પણ અજાણ્યા વ્યક્તિને કાર્ડ આપ્યું તો બેંકમાંથી હજારો અને લાખો રૂપિયા ઉપડ્યા જ સમજો.