navratri daily news stocknavratri daily news stock

navratri : ગુજરાતમાં ( gujarat ) આજથી નવરાત્રી શરુ થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં હજી પણ વરસાદ ( rain ) પડી રહ્યો છે. આજે નવરાત્રીના પહેલા નોંરતામાં પણ વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લાઓ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસારનું યલો એલર્ટ ( yellow alert ) આપ્યું છે.

દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
navratri : હવામાન વિભાગ પ્રમાણે આજે સોમવારે નવરાત્રીના પહેલા દિવસે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ ( heavy rain ) ની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

navratri daily news stock

ગુજરાતમાં અહીં પડશે છૂટો છવાયો વરસાદ
navratri : હવામાન વિભાગ પ્રમાણે આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ અને દીવમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

navratri : ગુજરાતમાં ( gujarat ) આજથી નવરાત્રી શરુ થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં હજી પણ વરસાદ ( rain ) પડી રહ્યો છે. આજે નવરાત્રીના પહેલા નોંરતામાં પણ વરસાદ વિલન બની શકે છે.

https://youtu.be/XsDI6Gr9ixY?si=SfvKMRoB3BmbIVc5

https://dailynewsstock.in/surat-laskana-murder-arrest-deadbody-police/

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?
navratri : હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે સોમવારના દિવસે અમદાવાદમાં આકાશમાં 20 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જ્યારે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા નહિંવત છે. જ્યારે પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ છે, ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર માહોલ બનાવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 22થી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું વધુ જોર રહેશે.

navratri daily news stock

navratri : આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલથી ભારે વરસાદને લઈને કોઈ એલર્ટ નથી, પરંતુ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ અને 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, સમગ્ર ઉત્તર ગુજરાત પરથી મોન્સૂન વિદાય લઈ રહ્યું છે. બે દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે. આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભાવનગર અને વલસાડમાં વહેલી સવારે વરસાદ ખાબકતા ગરબા આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો થયો છે.

navratri : અણધાર્યા વરસાદને કારણે ગરબાનું આયોજન કરનારાઓમાં નિરાશા વ્યાપી છે. શેરી ગરબા અને સોસાયટીના આયોજકોથી માંડીને મોટા કોમર્શિયલ ગરબાના આયોજકો પણ પરેશાન જોવા મળ્યા. વરસાદને લીધે ગરબાની તૈયારીઓ પર અસર થવાની શક્યતા ઊભી થઈ હતી. ​જોકે, કોમર્શિયલ આયોજકોએ જરૂરી સાવચેતીનાં પગલાં લીધાં છે, છતાં વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ ન પાડે તેવી પ્રાર્થનાઓ સાથે તેઓ ચિંતિત છે. આ વરસાદે ગરબાના રંગીન માહોલને શરૂઆતથી જ થોડો નિસ્તેજ કરી દીધો છે.

navratri : ગઈકાલે સુરતમાં વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને ઉધના-નવસારી રોડ પર સતત પાંચમા દિવસે પણ પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગોઠણ સુધીના પાણીમાં વાહનો બંધ પડતા લોકોને ધક્કો મારીને લઈ જવાની ફરજ પડી છે. જાહેર રસ્તાઓ જાણે તળાવ બન્યા હોય તેવા દૃશ્યો સર્જાયા હતાં.

307 Post