navratri : નવરાત્રીનો ( navratri ) તહેવાર ( festival ) એટલે ખેલૈયાના માટે ખાસ તહેવાર તેમાં પણ અમદાવાદ, બરોડા અને સુરત માં તો જાણે ખેલીયાં જાણે આખું વરસ રાહ જોતા હોય છે, ત્યારે સુરત પોલીસ ( surat police ) હવે નવરાત્રિને લઇને ખાસ એલર્ટ ( alert ) થઇ ગઇ છે. આ વર્ષે નવરાત્રિ દરમિયાન પોલીસે વિશેષ તૈયારીઓ કરી છે. શી ટીમ ( she team ) ટ્રેડિશનલ ડ્રેસમાં ( traditional dress ) ફરજ બજાવશે તો પોલીસ ઘોડે સવાર પણ તહેનાત રહેશે તથા ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે. આ સાથે પોલીસે ગરબા રમવા જતી દીકરીઓ માટે એક ખાસ મેસેજ પણ આપ્યો છે.

https://youtu.be/g2GL9En-0vU

https://dailynewsstock.in/2024/09/25/stock-banking-nifty-point-sensex-reserve-record-high/

સુરત શહેરમાં નવરાત્રિના મોટા મોટા ડોમમાં આયોજનો થતાં હોય છે. આ ઉપરાંત શેરી ગરબામાં પણ રમઝટ જામતી હોય છે, ત્યારે આ વર્ષે સુરત પોલીસે નવરાત્રિમાં ગરબા રમવા જતી દીકરીઓની સુરક્ષાને લઇને અનેક નિર્ણયો લીધા છે. જેમાં પોલીસ ઘોડે સવાર અને ડ્રોન સર્વેલન્સનો ખાસ ઉપયોગ કરાશે.આ સાથે શી ટીમ અલગ અલગ વિસ્તારમાં ટ્રેડિશનલ ડ્રેશમાં ફરજ બજાવશે. પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઈક પેટ્રોલિંગ તેમજ બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે.

navratri : નવરાત્રીનો તહેવાર એટલે ખેલૈયાના માટે ખાસ તહેવાર તેમાં પણ અમદાવાદ, બરોડા અને સુરત માં તો જાણે ખેલીયાં જાણે આખું વરસ રાહ જોતા હોય છે

વાહન ન મળે તો દીકરીઓ આ નંબર પર ફોન કરજો
આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે પોલીસે એક ખાસ નિર્ણય લીધો છે. જો રાત્રિના સમયે કોઇ વાહન ના મળતું હોય તો 100 અથવા 181 પર કોલ કરીને પોલીસને જાણ કરવા પણ જણાવવામાં આવ્યું છે.

દીકરીઓને સુરત પોલીસનો ખાસ મેસેજ

તમે જ્યાં ગરબા રમવા જવાના હોવ એનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જવાનાં હોવ એ સાથીદારો/મિત્રોના મોબાઇલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો.

ગરબા રમવા જાવ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન મોડ પર રાખજો.

અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્યપદાર્થ ખાશો નહીં.

અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર ન કરશો.

સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો.

ગરબા રમવા જાવ ત્યારે પરિચિત ગૃપમાં જ રહેજો, અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે એમને લિફ્ટ આપવાનું ટાળજો.

કોઈપણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરુ જગ્યાએ ન જશો.

ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા-આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો.

રાત્રિના સમયે જો કોઇ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો.

61 Post