વિવાદ : કચ્છના મુન્દ્રા અને મહેસાણાની ખાનગી શાળામાં ( private schools ) બકરી ઈદ ( bakri eid ) ની ઉજવણી કરવામાં આવતાં વિવાદ થયો છે. મુન્દ્રાની શાળામાં હિન્દુ બાળકો ( hindu childrens ) પાસે નમાજ ( namaz ) અદા કરાવવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ ( video viral ) થયા બાદ હિન્દુ સંગઠનો અને વાલીમંડળ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. તો મહેસાણાની શાળામાં પણ ઉજવણીને લઈ હોબાળો થયો હતો. હોબાળાના પગલે બંને શાળાના સંચાલકો દ્વારા માફી માગવામાં આવી હતી.

https://dailynewsstock.in/gujarat-univercity-nirjagupta-firstturm/
મુન્દ્રાની શાળામાં બાળકોએ નમાજ અદા કર્યાનો વીડિયો વાઈરલ કચ્છના મુન્દ્રાના ભોરારા સીમ વિસ્તારમાં આવેલી પર્લ્સ સ્કૂલમાં બકરી ઈદ પૂર્વે 28મી જૂને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાનાં બાળકો નમાજ અદા કરતાં હોય એવો વીડિયો શાળા દ્વારા જ સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વાલીઓમાં અને હિન્દુ સંગઠનોમાં નારાજગી ફેલાઈ હતી અને આ મામલે શાળા-સંચાલકો અને પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
શાળા-સંચાલકોએ ફેસબુક પેજ પરથી વીડિયો દૂર કર્યો
વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગરના પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે શાળામાં નમાજ પઢાવવાની વાત સામે આવતાં આજે સનાતની ધર્મના વાલીમંડળ સાથે શાળાના સંચાલકો સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી અને શાળામાં માત્ર શિક્ષણકાર્ય પર ધ્યાન આપવામાં આવે એવી માગ કરી હતી. શાળાના સંચાલકોને ભૂલ સમજાતાં નમાજનો જે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો એને દૂર કરી દેવાયો હતો.
સમગ્ર પ્રકરણમાં વિવાદ વકરતા સ્કૂલના પ્રિન્સીપાલને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. આ કેસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ હાથ ધરી છે. તપાસ બાદ સ્કૂલની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી માટે તપાસ અહેવાલ તૈયાર કરાશે. જો કે વિવાદ થતા પર્લ સ્કૂલના મેનેજમેન્ટે માફી માગી છે. સ્કૂલના ટ્રસ્ટીએ ખુલાસો કરી માફી માગી અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી ખાતરી આપી.