Mock Drill : રાજ્યમાં 24 દિવસ બાદ ફરી આજે સાયરન,અંધારપટ અને મોકડ્રિલMock Drill : રાજ્યમાં 24 દિવસ બાદ ફરી આજે સાયરન,અંધારપટ અને મોકડ્રિલ

Mock Drill : રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે સાંજના 5થી 8 વાગ્યા દરમિયાન અલગ અલગ સમયે સાયરન વગાડી મોકડ્રિલ-બ્લેકઆઉટ ( mock drill black out ) કરવામાં આવશે. એમાં પણ જે સ્થળે મોકડ્રિલ યોજાશે એની આસપાસના વિસ્તારોમાં જ બ્લેકઆઉટ કરાશે. ઉલ્લેખનીય છે કે 29મીના યોજાનારી મોકડ્રિલ મોકૂફ રાખી હતી અને એ હવે આજે, એટલે 31મીએ યોજાશે.

https://youtube.com/shorts/QDYoVU2xAFg?feature=share

Mock Drill :
Mock Drill :

https://dailynewsstock.in/ipl-2025-rj-rumor-handle-morality-noise/

નડાબેટ ખાતે મોકડ્રિલ, વાવ-સુઈ ગામનાં ગામડાંમાં બ્લેકઆઉટ
Mock Drill : બનાસકાંઠા જિલ્લામાં સાંજે 5 વાગ્યે સરહદી વિસ્તાર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરાશે તથા વાવ-સુઈગામ તાલુકાનાં તમામ ગામડાંમાં સાંજે 7.45 કલાકથી 8.15 કલાક સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ કરાશે. આ મોકડ્રિલમાં યુદ્ધ સહિત કોઈપણ કુદરતી ગંભીર આપત્તિ વ્યવસ્થાપન સમયે ઇજાગ્રસ્ત અને ફસાયેલા નાગરિકોને ( citizens ) સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. વાવ સુઈગામનાં તમામ ગામડાંમાં સાયરન વગાડીને બ્લેકઆઉટ કરાશે. આ બ્લેકઆઉટ દરમિયાન સ્ટ્રીટલાઈટ ( street light ) , હોર્ડિંગ અને દુકાનો ( office ) તથા પોતાના ઘરમાં ( home ) એનું સંપૂર્ણ પાલન થાય એ માટે ખાસ સૂચન કર્યું છે.

પાટણનાં સ્થળોએ મોકડ્રિલ અને બ્લેકઆઉટ
Mock Drill : પાટણ જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત “ઓપરેશન શીલ્ડ” સિવિલ ડિફેન્સ એક્સર્સાઇઝ યોજવાની છે. જિલ્લામાં BPCL ટર્મિનલ, સિદ્ધપુર, IOCL ટર્મિનલ, સિદ્ધપુર, GIDC સિદ્ધપુર, સિદ્ધપુર નગરપાલિકા, પાટણ નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા, હારીજ નગરપાલિકા, રાધનપુર નગરપાલિકા, IOCL પાઇપલાઇન યુનિટ, રાધનપુર, HPCL પંપિંગ સ્ટેશન, સાંતલપુર અને બોર્ડર પરનાં આઠ ગામ એમ કુલ 18 લોકેશન પર સાંજે પાંચ વાગે સિવિલ ડિફેન્સ એક્સર્સાઇઝ યોજાશે. રાતના 8થી 8.30 કલાક દરમિયાન સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે.

Mock Drill : રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે સાંજના 5થી 8 વાગ્યા દરમિયાન અલગ અલગ સમયે સાયરન વગાડી મોકડ્રિલ-બ્લેકઆઉટ ( mock drill black out ) કરવામાં આવશે.

ભુજમાં સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે મોકડ્રિલ-બ્લેકઆઉટ
Mock Drill : ભુજમાં સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવશે. જિલ્લા તંત્ર દ્વારા પાઠવાયેલી સત્તાવાર યાદી અનુસાર, ભુજમાં સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે સાંજે 5.30 કલાકે નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રિલ સમગ્ર શહેરને લાગુ પડશે નહીં એવું પણ જણાવાયું છે. રાત્રે આઠથી સાડાઆઠ બ્લેકઆઉટ, પણ આખા શહેરમાં નહીં, માત્ર સ્મૃતિવન આસપાસ જ રાખવામાં આવશે.

Mock Drill :
Mock Drill :

અમદાવાદમાં શાહીબાગ કેન્ટોનમેન્ટમાં મોકડ્રિલ-બ્લેકઆઉટ
Mock Drill : અમદાવાદ શહેરમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે જ્યારે વિરમગામમાં પોલીસલાઇન ખાતે સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ બંને સ્થળે સાંજે પાંચ વાગ્યાથી જુદી જુદી છ પ્રકારની એક્ટિવિટીનો અભ્યાસ કરાશે. ત્યાર બાદ આ બંને સ્થળે રાત્રે 7:45 વાગ્યાથી બ્લેકઆઉટ કરવામાં આવશે.

રાજકોટમાં માધાપર વિસ્તારમાં મોકડ્રિલ-બ્લેકઆઉટ
Mock Drill : જ્યારે રાજકોટ શહેરના માધાપર વિસ્તારમાં સૌપ્રથમ 6.45 વાગ્યાથી મોકડ્રિલ શરૂ થશે અને બાદમાં રાત્રે 8થી 8.15 વાગ્યા દરમિયાન માધાપર અને એની આસપાસના વિસ્તારોમાં ડ્રોન હુમલાની મોકડ્રિલ અને બ્લેકઆઉટ યોજાશે. રાજ્ય સરકારના આદેશ અનુસાર, માધાપર વિસ્તારમાં રાત્રે 8 વાગ્યે સાયરન વગાડવામાં આવશે. એ દરમિયાન આજુબાજુના વિસ્તારોમાં રહેતા નાગરિકોએ ટોટલ બ્લેકઆઉટનું પાલન કરવાનું રહેશે.

વડોદરામાં ક્યાં ક્યાં થશે મોકડ્રિલ-બ્લેકઆઉટ?
Mock Drill : વડોદરામાં મોકડ્રિલના મુખ્ય સ્થળ પાદરા તાલુકાનું નગર પાદરા (શહેરી વિસ્તાર) છે, જ્યાં મોકડ્રિલ સાંજે 4:45થી 9:30 સુધી યોજાશે. બીજી કરજણ તાલુકાના ગામડા વિસ્તારના આઇનોક્સ એર કંપની નજીક આવેલા જૂની જીથરડી ગામ ખાતે આયોજન કરાયું છે. ત્રીજી મોકડ્રિલ ઇએમઇ સ્કૂલ કંપાઉન્ડ (વડોદરા શહેર) ખાતે મોડીસાંજ સુધી કરાશે અને બ્લેકઆઉટનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

મોકડ્રિલ અને બ્લેકઆઉટ એક્સર્સાઇઝ શું છે?
Mock Drill : મોકડ્રિલ એ એક પ્રકારની “પ્રેક્ટિસ” છે, જેમાં આપણે જોઈએ છીએ કે જો કોઈ કટોકટી (જેમ કે એરસ્ટ્રાઈક અથવા બોમ્બ હુમલો) હોય તો સામાન્ય લોકો અને વહીવટી તંત્ર કેટલી ઝડપથી અને કેટલી ઝડપથી પ્રતિક્રિયા આપે છે.
બ્લેકઆઉટ એક્સર્સાઈઝનો અર્થ એ છે કે નિર્ધારિત સમય માટે આખા વિસ્તારની લાઇટ્સ બંધ કરવી. એનો હેતુ એ બતાવવાનો છે કે જો દુશ્મન દેશ હુમલો કરે તો અંધારામાં આ વિસ્તારને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય? આનાથી દુશ્મનને લક્ષ્ય સાધવામાં મુશ્કેલી પડે છે.

118 Post