market : રોકાણ પ્રત્યે યુવાવર્ગનો અભિગમ છેલ્લા કેટલાક સમયથી બદલાવા લાગ્યો છે. ઇક્વિટી માર્કેટ ( market ) પ્રત્યે રોકાણકારો ( investers ) માં વધી રહેલી જાગૃત્તા દર્શાવે છે રોકાણકારોની વધતી સંખ્યા. એનએસઇ ( nse ) માર્કેટ પલ્સના જુના અહેવાલ મુજબ રાજ્ય મુજબ રિટેઈલ ક્લાયન્ટ ( retail client ) ખાતેદારોની વાત કરીએ તો પાંચ વર્ષમાં જે બદલાવ આવ્યા છે તેમાં વર્ષ 2020માં સૌથી વધુ રિટેઈલ ક્લાયન્ટ 19% મહારાષ્ટ્રમાં, અને ગુજરાતમાં ( gujarat ) 12% પછી ઉત્તર પ્રદેશ 8% અને પશ્ચિમ બંગાળ ( west bangal ) 7% પર હતું ,જો કે હાલમાં યુવા રોકાણકારો ઉમેરાવાને પગલે નંબર વન પર મહારાષ્ટ્ર ( maharashtra ) 17% હિસ્સો અને બીજા નંબરે ઉત્તર પ્રદેશ 11% સાથે છે અને ત્યાર પછી ગુજરાત 9 ટકાનો હિસ્સો ધરાવે છે.
https://www.facebook.com/DNSWebch/

કેશ માર્કેટમાં ડેઈલી ટર્નઓવર વર્ષ મુજબ ગણીએ તો 2017માં એવરેજ દૈનિક ટર્નઓવર રૂ. 20,400 કરોડ હતું તે વર્ષ 2021 માં રૂ. 61800 કરોડ થયું હતું જે FY 25માં રૂ.1.22 લાખ કરોડ પહોંચી ગયું છે . આમ દેશભરમાં રિટેઈલમાં ટોપ ડિસ્ટ્રિક્ટમાં દિલ્હી ,મુંબઈ, પુને ,બેંગ્લોર બાદ અમદાવાદ અને સુરત આવે છે. ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓના સૌથી વધુ રોકાણકારો સ્ટોક માર્કેટમાં ભાગ લઈ રહ્યા છે તેને જોઈએ તો, રાજ્યમાં સૌથી વધુ રોકાણકારો અમદાવાદ અને સુરતમાં 17 -17% છે આમ રાજ્યમાં ૩૪ ટકા રોકાણકારો તો અમદાવાદ અને સુરત બે સિટીના છે.
market : રોકાણ પ્રત્યે યુવાવર્ગનો અભિગમ છેલ્લા કેટલાક સમયથી બદલાવા લાગ્યો છે. ઇક્વિટી માર્કેટ ( market ) પ્રત્યે રોકાણકારો ( investers ) માં વધી રહેલી જાગૃત્તા દર્શાવે છે
અમદાવાદમાં NSEનો મેગા ઇન્વેસ્ટર્સ ફેર 2024 યોજાશે
અમદાવાદમાં 31મી ઓગસ્ટના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ લિ. NSE અને નેશનલ એક્સચેન્જ મેમ્બર ઓફ ઇન્ડિયા ANMIના ઉપક્રમે રોકાણકારો માટે ઇન્વેસ્ટર્સ ફેર 2024 યોજાઈ રહ્યો છે. જેમાં રોકાણકારોને ભારતની ઇકોનોમી અને સ્ટોક માર્કેટ , વેલ્થ ક્રિયેશન, ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી અને ફાઇ. માર્કેટ જેવા વિષય પર વિગતે છણાવટ કરાશે. NSEના શ્રીરામ કૃષ્ણન ઉપસ્થિત રહેશે.