IPL 2025 : ઈન્ડિયન પ્રીમિયર લીગ ( IPL 2025 ) માં મંગળવાર, 6 મેના રોજ હાઈ વોલ્ટેજ મુકાબલો જોવા મળશે. આ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ ( MI ) અને ગુજરાત ટાઇટન્સ ( GT ) વચ્ચે રમાશે. વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થનારી આ મેચ પોઈન્ટ્સ ટેબલની ( points table ) દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે બંને ટીમો માટે આજે જીત ખૂબ જ નિર્ણાયક સાબિત થવાની છે – જીતનારી ટીમ સીધા ટોચ પર પહોંચી જશે.
પોઈન્ટ્સ ટેબલ પર ટોચની રેસ
હાલની સ્થિતિ મુજબ, મુંબઈ ઈન્ડિયન્સે 11માંથી 7 મેચ ( IPL 2025 ) જીતીને 14 પોઈન્ટ્સ હાંસલ કર્યા છે. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સે 10માંથી 7 મેચ જીતીને 14 પોઈન્ટ્સ મેળવ્યા છે. આજે જે ટીમ જીતી જશે, તે પોઈન્ટ્સ ટેબલમાં 16 પોઈન્ટ્સ સાથે ટોપ પર પહોંચી જશે. ( IPL 2025 ) ના અંતિમ તબક્કાની ( final stage ) નજીક આવી જતા દરેક મેચ ‘ક્વોટર ફાઈનલ’ ( quarter finals ) જેવી બની ગઈ છે, અને એમાથી આજેની ટક્કર તો ખાસ જોવાલાયક બનવાની છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ: GTની વધી રહી છે દબદબાની સાક્ષી
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર ( IPL 2025 ) સુધી કુલ 6 મેચો થઈ છે. જેમાંથી ગુજરાતે 4 અને મુંબઈએ 2 જીત મેળવી છે. એટલે કે, અત્યાર સુધી GTનો ( IPL 2025 ) દબદબો રહ્યો છે. જોકે, વાનખેડેની પિચ પર બંને ટીમ એક વખત અથડાઈ છે, જેમાં મુંબઈએ 27 રનથી જીત મેળવી હતી. એટલે ઘરેલુ મેદાનનો સહારો મળી શકે છે.
ટીમ પર્ફોર્મન્સ પર નજર
મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈની ટીમનો ટોપ ઓર્ડર ( Top order ) શાનદાર ફોર્મમાં છે. વિકેટકીપર રાયન રિકેલ્ટન 334 રન સાથે ટૂર્નામેન્ટના સ્થિર ઓપનર સાબિત થયો છે. પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ ( IPL 2025 ) પણ ફોર્મમાં વાપસી કરી છે. તેણે 3 અડધી સદી ફટકારી છે અને 293 રન બનાવ્યા છે. પરંતુ તમામની નજર હશે ટીમના ટૉપ સ્કોરર સૂર્યકુમાર યાદવ પર, જેમણે 172ના સ્ટ્રાઈક રેટ સાથે 475 રન ફટકારી નાખ્યા છે.
બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટે 11 મેચમાં 16 વિકેટ ( IPL 2025 ) લઈને આગવી છાપ છોડી છે. જસપ્રીત બુમરાહે પણ 7 મેચમાં 11 વિકેટ સાથે મજબૂત વાપસી કરી છે. કેપ્ટન ( Captain ) હાર્દિક પંડ્યા પોતાની ઓલરાઉન્ડ કામગીરીથી છવાઈ ગયો છે. તેણે 157 રન બનાવવા સાથે 13 વિકેટ પણ ઝડપી છે.
ગુજરાત ટાઇટન્સ
GTના ઓપનર્સ પણ શાનદાર રન ફોર્મમાં છે. કેપ્ટન શુભમન ગિલે 5 અડધી સદીઓની મદદથી 465 રન બનાવ્યા છે, જેમાં તેનું સ્ટ્રાઈક રેટ 162 છે. સાઈ સુદર્શન ટૂર્નામેન્ટના ( IPL 2025 ) બીજું શ્રેષ્ઠ સ્કોરર છે. તેણે 504 રન બનાવ્યા છે અને 5 ફિફ્ટી ફટકારી છે. બંને ઓપનર્સ ટીમને મજબૂત શરૂઆત અપાવી રહ્યા છે.
https://www.facebook.com/share/r/1ERiinKth5/?mibextid=wwXIfr

https://dailynewsstock.in/raid-2-box-office-ajay-devgan-positive/
બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણા ટોપ પર છે. તેણે અત્યાર સુધી 10 મેચમાં 19 વિકેટ ઝડપી છે. તેના સિવાય ટીમ પાસે મોહમ્મદ સિરાજ, ઈશાંત શર્મા, અને રાશિદ ખાન જેવા ( IPL 2025 ) અનુભવી અને માથી બોલર્સ પણ હાજર છે, જે નઝર સામેની દરેક વિકેટ માટે ખતરાનું સાબિત થઈ શકે છે.
પિચ રિપોર્ટ
વાનખેડે સ્ટેડિયમ સામાન્ય રીતે બેટર્સ ફ્રેન્ડલી ( IPL 2025 ) પિચ તરીકે ઓળખાય છે. અહીં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે. અત્યાર સુધી અહીં 121 IPL મેચ રમાઈ છે, જેમાં 65 વખતે ચેસ કરનાર ટીમે જીત મેળવી છે, જ્યારે 56 વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે. એટલે ( IPL 2025 ) ટોસ જીતીને બોલિંગ કરવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અહીં 2015માં 235/1નો સૌથી ઊંચો સ્કોર બનાવ્યો હતો.
હવામાન પર નજર
મુંબઈમાં મંગળવારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગના અંદાજ મુજબ 60% વરસાદ પડવાની શક્યતા છે. તાપમાન 27°C થી 35°C વચ્ચે રહી શકે છે. જો વરસાદ ( IPL 2025 ) રમી ચડશે તો મેચ ખલેલ પામી શકે છે. જોકે IPLના નિયમ મુજબ ડકવર્થ-લૂઈસ પદ્ધતિથી પણ પરિણામ લાવવાનો પ્રયાસ થશે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ 12
મુંબઈ ઈન્ડિયન્સ (MI):
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાયન રિકેલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, કોર્બિન બોશ, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, કર્ણ શર્મા.
ગુજરાત ટાઇટન્સ (GT):
શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ સિરાજ, ગેરાલ્ડ કોત્ઝી, સાઈ કિશોર, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઈશાંત શર્મા.
ફેનસ માટે સુપર ટક્કર
મેચની મહત્વપૂર્ણતા એ છે કે ( IPL 2025 ) ની ટોચની ટીમ બનવાનો મોકો બન્ને ટીમો માટે ખુલ્લો છે. વધુમાં, બન્ને ટીમોના ખેલાડીઓ આ સીઝનમાં શાનદાર દેખાવ આપી રહ્યા છે. ઘરેલુ મેદાન હોવાને કારણે મુંબઈ ઈન્ડિયન્સને હળવો લાભ મળી શકે છે, પણ GTની મજબૂત ઓપનિંગ ( IPL 2025 ) અને ઘાતક બોલિંગ તેને આગળ કાઢી શકે છે.
જોકે આખી મેચના પરિણામમાં વરસાદ પણ એક મોટી ભૂમિકા ભજવી શકે છે. જો વરસાદ બિચમાં રોકાવશે તો મેચ રદ થવાની શક્યતા પણ રહેશે, જેના કારણે ( IPL 2025 ) બંને ટીમોને એક-એક પોઈન્ટ મળે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.
સંદેશ એ છે કે આજે થનારી MI vs GT મેચ માત્ર બે ટીમો વચ્ચેની ટક્કર નહીં, પરંતુ ટેબલ ટૉપ પર આવવાની જંગ છે – જેમાં દરેક બોલ, દરેક રન અને દરેક વિકેટ મહત્વની બની જશે.