ipl 2025ipl 2025

ipl 2025 : આઇપીએલ 2025ની ફાઇનલ મેચ 3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઇની ( BCCI ) 20 મે ને મંગળવારે મળેલી મિટિંગમાં ( meeting ) આ નિર્ણય લેવામાં આવ્યો છે.બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે અમદાવાદ ( ahemdabad ) આઈપીએલ 2025ની ક્વોલિફાયર-2 મેચ અને ગ્રાન્ડ ફાઇનલનું ( grand final ) આયોજન કરશે. જ્યારે પ્રથમ ક્વોલિફાયર મેચ ( match ) અને એલિમિનેટર મેચ ન્યૂ ચંદીગઢના પીસીએ સ્ટેડિયમ ખાતે રમાશે. બીસીસીઆઈ માટે આ સ્થળોની પસંદગી કરવામાં મુખ્ય વિચારણા હવામાનની સ્થિતિ હતી, કારણ કે વરસાદની ( monsoon ) મોસમ ધીમે ધીમે દેશમાં આવી રહી છે.

https://youtube.com/shorts/pkkneBwLArc?feature=share

ipl 2025
ipl 2025

https://dailynewsstock.in/gujarat-bangladesh-ahemdabad-chadola-talav/

120 મિનિટનો વધારાનો વેઇટિંગ પિરિયડ રહેશે
ipl 2025 આઈપીએલ 2025ની મેચો માટે નિર્ધારિત વધારાનો સમય એક કલાક વધારી દીધો છે. મંગળવાર (20 મે)થી આઇપીએલની તમામ મેચો માટે 120 મિનિટનો વધારાનો વેઇટિંગ પિરિયડ ( waiting period ) રહેશે. અગાઉ આ સમયગાળો માત્ર એક કલાકનો જ હતો અને બીસીસીઆઇએ તત્કાળ અસરથી પ્લેઈંગ કન્ડિશન (કલમ 13.7.3)માં થયેલા ફેરફારનો અમલ કર્યો છે. આ નિર્ણય બાદ 5 ઓવરની મેચનો કટઓફ ટાઈમ ( cut off time ) ભારતીય સમય પ્રમાણે રાત્રે 10.30 વાગ્યાને બદલે રાત્રે 11.30 વાગ્યાનો થઈ જશે.આ નિયમ ફક્ત આઈપીએલ 2025 સુધી જ રહેશે.

ipl 2025
ipl 2025

આરસીબી અને હૈદરાબાદ વચ્ચેની મેચનું સ્થળ બદલાયું
ipl 2025 દક્ષિણ ભારતમાં વરસાદને કારણે બીસીસીઆઇની એક મેચનું સ્થળ બદલવું પડ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે 23 મેના રોજ રમાનારી મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમને બદલે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. બેંગલુરુમાં યલો એલર્ટ જાહેર થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ipl 2025 : આઇપીએલ 2025ની ફાઇનલ મેચ 3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઇની ( BCCI ) 20 મે ને મંગળવારે મળેલી મિટિંગમાં ( meeting ) આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત ટાઇટન્સ ટોચના સ્થાને
ipl 2025 આઇપીએલના પોઇન્ટ ટેબલની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ 12 મેચમાં 9 મેચ જીતીને 18 પોઇન્ટ સાથે ટેબલમાં ટોપ પર છે. આરસીબીએ 12માંથી 8 મેચ જીતી છે અને તે 17 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. આ સાથે જ પંજાબે પણ શાનદાર રમત બતાવી છે અને 17 અંક સાથે ત્રીજા નંબર પર યથાવત છે. ચોથા સ્થાન માટે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 21મીએ મુંબઈના વાનખેડે ખાતે રમાવાની છે.

IPL 2025ની ફાઇનલ અને ક્વોલિફાયર 2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. લીગની ફાઈનલ 3 જૂને રમાશે. અગાઉ, BCCIએ IPLના બાકીના 13 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. પરંતુ પ્લેઓફ સ્થળો નક્કી થયા ન હતા.

IPLએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી શેર કરી હતી. અમદાવાદને 1 જૂને યોજાનારી ક્વોલિફાયર-2 અને 3 જૂને રમાનારી ફાઈનલ મેચનું આયોજન કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. જ્યારે ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ ચંદીગઢનું મુલ્લાનપુર સ્થિત સ્ટેડિયમ નક્કી કરવામાં આવ્યું છે. અગાઉના જૂના શેડ્યૂલમાં પ્લેઑફ અને ફાઈનલ હૈદરાબાદ અને કોલકાતાના નામ નક્કી થયા હતા.

BCCIની મિટિંગમાં નિર્ણય લેવાયો
BCCIએ મંગળવારે યોજાયેલી બેઠકોની આ નિર્ણય લીધો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે અમદાવાદ ફાઈનલ સાથે 1 જૂને ક્વોલિફાયર 2નું પણ આયોજન કરશે.

જોકે, પ્લેઑફની પ્રથમ બે મેચ- ક્વોલિફાયર 1 અને એલિમિનેટર- અનુક્રમે 29 મે અને 30 મેના રોજ નવી ચંદીગઢના મુલ્લનપુરમાં રમાઈ શકે છે. BCCIએ આ સ્થળો પસંદ કરવામાં મુખ્ય વિચારણા હવામાનની સ્થિતિ હતી, કારણ કે દેશમાં ધીમે ધીમે વરસાદી ઋતુની અસર શરૂ થઈ રહી છે.

RCBની હોમ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે
RCBની હોમ મેચ પણ ખસેડવામાં આવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમની હોમ મેચનું વેન્યૂ પણ બદલવવામાં આવ્યું છે. હવે તેઓ લખનઉના એકાના સ્ટેડિયમમાં સનરઇઝર્સ હૈદરાબાદા સામે મેચ રમશે. IPLએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની 23 મેની છેલ્લી હોમ મેચ દક્ષિણ ભારતમાં પ્રતિકૂળ હવામાનને કારણે બેંગલુરુથી લખનઉમાં ખસેડી છે. પરિણામે, RCB હવે તેની છેલ્લી બે મેચ; SRH સામે અને 27 મેના રોજ પોતાની છેલ્લી હોમ મેચ રમશે જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામેની પોતાની લીગની છેલ્લી મેચ પણ એકાના સ્ટેડિયમમાં રમશે.

3 પ્લેઓફ ટીમ નક્કી, ચોથા સ્થાન માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે સ્પર્ધા
વર્તમાન સિઝનમાં ત્રણ ટીમ પ્લેઓફમાં પહોંચી છે. જેમાં ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સનો સમાવેશ થાય છે. રવિવાર, 18 મેના રોજ, ગુજરાતે દિલ્હી કેપિટલ્સને દિલ્હીમાં 10 વિકેટથી હરાવ્યું. ગુજરાતની આ જીત સાથે, ગુજરાત, બેંગલુરુ અને પંજાબ પ્લેઑફમાં પ્રવેશ્યા છે.

207 Post