india : ઉત્તરાખંડમાં કેદારનાથ ( kedarnath ) થી પરત આવી રહેલું હેલિકોપ્ટર ક્રેશ ( helicopter crash ) થયું છે. તેમા 6 લોકો સવાર હતા, જેમા ગુજરાતના ( gujarat ) એક વ્યક્તિનો સમાવેશ થાય છે. દહેરાદુનથી કેદારનાથ જતી વખતે ગૌરીકુંડના ( gaurikand ) જંગલોમાં રવિવારે સવારે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
કેદરાનાથથી પરત આવતું હેલિકોપ્ટર ગૌરીકુંડના જંગલમાં ક્રેશ
india : ઉત્તરાખંડના એડીજી (કાયદો અને વ્યવસ્થા) ડો.વી.મુરુગેસને આ ઘટનાની પુષ્ટિ કરી છે. રાજ્ય સરકારે માહિતી આપી છે કે 15 જૂને સવારે લગભગ 5:20 વાગ્યે આર્યન એવિએશનનું VTBKA/ BELL 407 હેલિકોપ્ટર ગૌરીકુંડ નજીક ક્રેશ થયું હતું. તે કેદારનાથ ધામથી ગુપ્તકાશી તરફ જઇ રહ્યું હતું. હેલિકોપ્ટરમાં પાયલોટ (5 પુખ્ત વયના લોકો અને 1 બાળક) સહિત કુલ 6 મુસાફરો હતા. આ યાત્રીઓ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના છે.
https://youtube.com/shorts/wIXdo_aCUvQ?feature=shar
https://dailynewsstock.in/health-food-old-age-cancer-method-capacity-risk/
india : ગઢવાલના આઈજી રાજીવ સ્વરૂપે જણાવ્યું હતું કે, યાત્રાળુઓને કેદારનાથ લઈ ગયા બાદ ક્રેશ થયેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ જવા માટે ઉડાન ભરી હતી. જે જગ્યાએ આ અકસ્માત થયો છે તે ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે. પોલીસ અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ છે.
india : ઉત્તરાખંડમાં કેદારનાથ ( kedarnath ) થી પરત આવી રહેલું હેલિકોપ્ટર ક્રેશ ( helicopter crash ) થયું છે. તેમા 6 લોકો સવાર હતા, જેમા ગુજરાતના ( gujarat ) એક વ્યક્તિનો સમાવેશ થાય છે.
india : છેલ્લા કેટલાક દિવસોમાં કેદારનાથમાં આ ત્રીજી હેલીકોપ્ટર દુર્ઘટના છે. આ પહેલા 17 મેના રોજ ત્યારબાદ 7 જૂને હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. મે મહિનામાં દહેરાદૂનથી ગંગોત્રી ધામ જઈ રહેલું હેલિકોપ્ટર ઉત્તરકાશીના ગંગનાની પાસે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને એક ઘાયલ થયો હતો.
પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું
india : ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વિટ કરીને હેલિકોપ્ટર ક્રેશ અંગે જાણકારી આપી છે. ધામીએ X પર જણાવ્યું હતું કે, “જિલ્લામાં રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ થવા અંગે ખૂબ જ દુ:ખદ સમાચાર મળ્યા છે. એસડીઆરએફ, સ્થાનિક પ્રશાસન અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. ”
india : રવિવારે સવારે લગભગ 5:20 વાગ્યે કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આમાં પાઇલટ સહિત તમામ 7 મુસાફરોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં એક 2 વર્ષનો બાળક પણ સામેલ છે.આ હેલિકોપ્ટર કેદારનાથ મંદિરથી ગૌરીકુંડ જઈને યાત્રાળુઓને લઈ ગયું હતું. શરૂઆતની માહિતી મુજબ ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ હતી. આ હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું છે.
india : ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) અનુસાર, હેલિકોપ્ટરમાં યુપી-મહારાષ્ટ્રના 2-2 મુસાફરો અને ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાતના 1-1 મુસાફરો હતા. ગૌરીકુંડથી NDRF અને SDRF બચાવ ટીમો રવાના કરવામાં આવી છે.આઈજી ગઢવાલ રાજીવ સ્વરૂપે જણાવ્યું હતું કે મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે કારણ કે તે આગમાં બળી ગયા હતા. મૃતકોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ જ તેમને સંબંધીઓને સોંપવામાં આવશે.
ચાર ધામ યાત્રા હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું – હેલી સેવાના સંચાલન માટે કડક નિયમો બનાવવામાં આવશે. આમાં, ઉડાન પહેલાં હેલિકોપ્ટરની ટેકનિકલ સ્થિતિ તપાસવી અને હવામાનની સચોટ માહિતી મેળવવી ફરજિયાત બનાવવામાં આવશે.
હેલિકોપ્ટરમાં સવાર લોકોની વિગતો
કેપ્ટન રાજબીર સિંહ ચૌહાણ – પાયલોટ, જયપુર
વિક્રમ રાવત – બીકેટીસી, રાસી, ઉખીમઠ
વિનોદ દેવી – ઉત્તર પ્રદેશ, ઉંમર 66 વર્ષ
તૃષ્ટિ સિંહ – ઉત્તર પ્રદેશ, ઉંમર 19 વર્ષ
રાજકુમાર સુરેશ – ગુજરાત, ઉંમર 41 વર્ષ
શ્રદ્ધા રાજકુમાર જયસ્વાલ – મહારાષ્ટ્ર
કાશી – છોકરી, ઉંમર 02 વર્ષ, મહારાષ્ટ્ર
સીએમ ધામીએ કહ્યું: રાહત અને બચાવ કાર્ય ચાલુ છે
india : આ અકસ્માત અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું- ‘રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળ્યા છે. SDRF, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હું તમામ મુસાફરોની સલામતી માટે કામના કરું છું.’
8 દિવસ પહેલા રુદ્રપ્રયાગમાં એક હેલિકોપ્ટરનું રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું
india : 7 જૂનના રોજ, ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક હેલિકોપ્ટરને ટેકનિકલ ખામીને કારણે રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ દરમિયાન હેલિકોપ્ટર કાર પર પડતાની સાથે જ તેનો પાછળનો ભાગ તૂટી ગયો. કારને પણ સંપૂર્ણપણે નુકસાન થયું. હાઇવે પર બનેલી એક દુકાનનો ટીન શેડ પણ હેલિકોપ્ટરના બ્લેડથી ઉડી ગયો. આ દરમિયાન દુકાનમાં બેઠેલા લોકો ભાગી ગયા અને પોતાનો જીવ બચાવ્યો.
આ હેલિકોપ્ટર એક ખાનગી કંપનીનું હતું. તે દેહરાદૂનથી આવી રહ્યું હતું.
india : ઉત્તરકાશીના ગંગણીમાં ભાગીરથી નદી પાસે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાઇલટ સહિત 6 લોકોના મોત થયા. મૃતકોમાં બરેલીની એક માતા અને પુત્રી પણ હતાં.આ હેલિકોપ્ટર ગંગોત્રી ધામ જઈ રહ્યું હતું. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 7 સીટર હેલિકોપ્ટરમાં પાઇલટ રોબિન સહિત 5 મહિલાઓ અને 2 પુરુષો હતા. આ હેલિકોપ્ટર અમદાવાદ સ્થિત એરોટ્રેન્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની ઓફ ગુજરાતનું હતું. તે બેલ (બેલ-વીટી-ક્યુએક્સએફ) હેલિકોપ્ટર હતું.
પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું
india : ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વિટ કરીને હેલિકોપ્ટર ક્રેશ અંગે જાણકારી આપી છે. ધામીએ X પર જણાવ્યું હતું કે, “જિલ્લામાં રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ થવા અંગે ખૂબ જ દુ:ખદ સમાચાર મળ્યા છે. એસડીઆરએફ, સ્થાનિક પ્રશાસન અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. ”
india : રવિવારે સવારે લગભગ 5:20 વાગ્યે કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આમાં પાઇલટ સહિત તમામ 7 મુસાફરોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં એક 2 વર્ષનો બાળક પણ સામેલ છે.આ હેલિકોપ્ટર કેદારનાથ મંદિરથી ગૌરીકુંડ જઈને યાત્રાળુઓને લઈ ગયું હતું. શરૂઆતની માહિતી મુજબ ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ હતી. આ હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું છે.