India | Daily News StockIndia | Daily News Stock

India : આ વર્ષે 6 જુલાઈ વિશ્વ રાજકારણ અને આધ્યાત્મિક સમીકરણોને એક નવી ( India ) દિશામાં લઈ જઈ શકે છે. તિબેટીયન બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ નેતા, 14મા દલાઈ લામા તેમનાં 90મા જન્મદિવસે ( Birthday ) તેમના ઉત્તરાધિકારી વિશે મોટી જાહેરાત કરી શકે છે. આ શક્ય જાહેરાત માત્ર ધાર્મિક નહીં, પણ વૈશ્વિક રાજકીય દૃષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. ખાસ કરીને ચીન માટે, જે દલાઈ લામાના ( India ) વારસદારો ઉપર પોતાનો નિયંત્રણ સ્થાપિત કરવા ઈચ્છે છે, આ જાહેરાત ગંભીર ચિંતાનો વિષય બની છે.

વિશાળ ધાર્મિક કાર્યક્રમની તૈયારી:
હિમાચલ પ્રદેશના ધર્મશાળાના મેકલિયોડગંજમાં દલાઈ લામાના જન્મદિવસે વિશાળ ધાર્મિક કાર્યક્રમનું આયોજન ( Planning ) કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દલાઈ લામાના હજારો ( India ) અનુયાયીઓ, વરિષ્ઠ લામાઓ તથા વિશ્વભરના તિબેટી સમુદાયના પ્રતિનિધિઓ હાજર રહેશે. સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશન ( CTA ) અને નિર્વાસિત તિબેટી સંસદે આ ભવ્ય કાર્યક્રમ માટે monthsથી તૈયારી શરૂ કરી છે.

https://youtube.com/shorts/5pQ9h9nAed8?feature=share

India | Daily News Stock

https://dailynewsstock.in/gujarat-expressed-nowcast-orange-alert-yellow/

ચીનની ચિંતા વધી:
ચીન લાંબા સમયથી દલાઈ લામાના ઉત્તરાધિકારીને લઈ પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. ચીન ઇચ્છે છે કે દલાઈ લામાના સ્થાન પર આવનારો નેતા તેમનાં ( India ) રાજકીય હેતુઓ મુજબ હોય. તેથી, 14મા દલાઈ લામા દ્વારા થતા આવા કોઈપણ પગલાને ચીન ઘાટક માને છે. ચીન તિબેટમાં બૌદ્ધ સંસ્કૃતિને નિયંત્રિત કરવા સતત પ્રયત્નશીલ છે – ત્યાં બિન-બૌદ્ધોને વસાવવી, શૈક્ષણિક નીતિમાં ફેરફાર અને ઇતિહાસને પછાડવાનો પ્રયાસ એનાં ઉદાહરણ છે.

India : આ વર્ષે 6 જુલાઈ વિશ્વ રાજકારણ અને આધ્યાત્મિક સમીકરણોને એક નવી દિશામાં લઈ જઈ શકે છે.

દલાઈ લામાનો સંકેત અને સંદેશ:
દલાઈ લામાએ અગાઉ સંકેત આપ્યો હતો કે તેઓ પોતાના જીવનકાળમાં જ પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરશે. માર્ચ 2025માં પ્રકાશિત થયેલા પોતાના પુસ્તક ‘Voice for the Voiceless’માં તેમણે સ્પષ્ટપણે ( Clearly ) કહ્યું છે કે તેમના પછીનો દલાઈ લામા ચીનની બહાર જન્મે છે એ જરૂરી છે. તેમણે લખ્યું હતું કે તેમનો વારસદાર કોઈ એવી જગ્યાએ જન્મે છે જ્યાં તિબેટીયન ધર્મ અને સંસ્કૃતિને સાચી રીતે માન આપવામાં ( India ) આવે છે. તેઓએ જણાવ્યું હતું કે તેમના 90મા જન્મદિવસે, એટલે કે 6 જુલાઈએ, તે નિર્ણય અંગે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે.

સૌથી મોટો ધાર્મિક નિર્ણયો બનશે રાજકીય પડકાર:
દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી માત્ર ધાર્મિક સંસ્કૃતિનો ભાગ નથી, પરંતુ આ પગલું ચીન, ભારત, અમેરિકા, જાપાન સહિતના દેશો વચ્ચેના સંબંધો પર પણ અસર કરે તેવું છે. ભારતના હિમાચલ પ્રદેશમાં રહી રહેલા દલાઈ લામા ઘણા દાયકાથી વિશ્વ શાંતિના દૂત તરીકે ઓળખાય છે. તેઓએ ચીનની ( India ) દબાવની નીતિઓનો સતત વિરોધ કર્યો છે. બીજી બાજુ, ચીન દલાઈ લામાને ‘વિભાજનવાદી’ ( Separatist ) ગણાવે છે અને તેમને માન્યતા આપવા બદલ અનેકવાર ભારત સામે આક્ષેપ કર્યો છે.

1959થી ભારતે આપી આશરો:
દલાઈ લામા 1959માં ચીન વિરુદ્ધના નિષ્ફળ ( Failed ) બળવાખોરી બાદ ભારતમાં નિર્વાસિત થયા હતા. ત્યારથી તેઓ ધર્મશાળામાં વસવાટ કરે છે. સાથે સાથે લાખો તિબેટી શરણાર્થીઓએ પણ ( India ) ભારતમાં આશરો લીધો છે. અહીંની તિબેટી સમુદાયની સંસ્થાઓ, શાળાઓ અને ધાર્મિક કેન્દ્રોએ તિબેટીયન સંસ્કૃતિને જીવંત રાખવામાં યોગદાન આપ્યું છે.

India | Daily News Stock

લામાઓની વિશિષ્ટ બેઠક:
2 જુલાઈથી ધર્મશાળામાં વિશ્વભરના વરિષ્ઠ લામાઓની વિશિષ્ટ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ઉત્તરાધિકારી માટેની ધાર્મિક રીતીઓ, સંકેતો અને દિશાનિર્દેશોને અંતિમ સ્વરૂપ ( India ) આપવામાં આવશે. CTAના પ્રમુખ પેનપા ત્સેરિંગે જણાવ્યું હતું કે આ નિર્ણય તિબેટીયન બૌદ્ધોના ભાવિ માટે મહત્ત્વપૂર્ણ છે અને ચીનના દખલને દૂર રાખવો જરૂરી છે.

બાળપણથી વિશિષ્ટ જીવનયાત્રા:
દલાઈ લામાનો જન્મ 6 જુલાઈ 1935ના રોજ તિબેટના અમડો જિલ્લામાં લ્હામો ડોન્ડુપ તરીકે થયો હતો. માત્ર બે વર્ષની ઉંમરે તેમને દલાઈ લામાના પુનર્જન્મ તરીકે આપવામાં આવી. પાંચ વર્ષની ઉંમરે તેમને પોટાલા પેલેસ લાવવામાં આવ્યા અને ત્યાં એક ભવ્ય ધાર્મિક સમારોહ દરમિયાન તેઓને ( India ) તિબેટના આધ્યાત્મિક નેતાનું બિરુદ મળ્યું. 15 વર્ષની ઉંમરે તેમણે તિબેટના રાજકીય નેતા તરીકે પણ જવાબદારી સંભાળી હતી.

આગામી દિવસોમાં વિશ્વની નજર ધર્મશાળાએ:
6 જુલાઈ 2025નો દિવસ માત્ર તિબેટીયન સમુદાય માટે નહીં, પણ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ બની શકે છે. દલાઈ લામા તેમની શાંતિપ્રિય, ઉદાર અને દયાળુ દૃષ્ટિ માટે ઓળખાય છે. તેમનો ઉત્તારાધિકારી કોણ બને છે અને તે જાહેર કરવા માટે તેઓ કઈ રીતે આગળ વધે છે – તેના ( India ) પર ભારત-ચીન સંબંધો ઉપરાંત તિબેટી સંસ્કૃતિના ભવિષ્ય પર પણ અસર પડશે. દુનિયા ધર્મશાળાની દિશામાં જોશે, જ્યાંથી કદાચ એક નવી આશાની કિરણ ઊગશે.

ચીન શા માટે ગુસ્સે છે ?

દલાઈ લામાના સંકેતોથી ગુસ્સે થયેલા ચીને કહ્યું છે કે ચીનની સરકાર અને તિબેટી લોકો નક્કી કરશે કે આગામી દલાઈ લામા કોણ હશે. તે કહે છે કે 1793ના કિંગ રાજવંશની પરંપરા અનુસાર, નવા ધાર્મિક નેતાની પસંદગી સંભવિત દાવેદારોમાંથી કરવામાં આવશે. ચીનની અંદરથી કોઈ ( India ) આગામી દલાઈ લામા હશે. આ ચીનના રાષ્ટ્રીય કાયદા અને આદેશો અનુસાર થશે. તે નિર્વાસિત સરકારને પોતાના માટે ખતરો માને છે. જોકે, બૌદ્ધ નેતાઓ કહે છે કે ધર્મમાં માનતી નથી તેવી ચીનની સામ્યવાદી સરકાર આગામી દલાઈ લામાને કેવી રીતે પસંદ કરી શકે છે.

ચીને પંચેન લામા જાહેર કર્યા છે

ચીન 1989માં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા દલાઈ લામાને અલગતાવાદી કહે છે. તેણે દલાઈ લામાના ફોટા અથવા તિબેટમાં તેમની સાથે સંબંધિત કોઈપણ ધાર્મિક ( India ) ઘટના પર પણ પ્રતિબંધ મૂક્યો છે. તેણે પહેલાથી જ પંચેન લામાને દલાઈ લામા પછી તિબેટીયન બૌદ્ધ ધર્મના બીજા સૌથી મોટા ધાર્મિક નેતા તરીકે જાહેર કર્યા છે. જ્યારે દલાઈ લામાએ જે બાળકને પંચેન લામા બનાવ્યા હતા તેનું સ્થાન લગભગ બે દાયકાથી જાણી શકાયું નથી.

106 Post