Honey Trap : સુરતના પ્રવીણ ભાલાળાની 6.16 કરોડની છેતરપિંડી અને હનીટ્રેપ કૌભાંડમાં સંડોવણી.Honey Trap : સુરતના પ્રવીણ ભાલાળાની 6.16 કરોડની છેતરપિંડી અને હનીટ્રેપ કૌભાંડમાં સંડોવણી.

Honey Trap : ઓરિસ્સા કટક ખાતે રહેતા વૃદ્ધને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 6.16 કરોડ ઓનલાઇન ( Online ) પડાવી લઈ છેતરપિંડી ( fruad ) કરવાના ગુનામાં સુરતના સમાજસેવક પ્રવીણ ભાલાળા ( Praveen Bhalala ) નું પહેલા નામ સામે આવ્યા બાદ ડ્રાઈવર ( driver ) નું પણ નામ ખૂલ્યું છે. સાયબર ફ્રોડ ( cyber Fraud )ના કેસમાં પ્રવીણ ભાલાળા ( pravin bhalala ) નું નામ આવતા તે હાલ ભાગતો ફરી રહ્યો છે. ત્યારે તેણે ફેસબુક ( Facebook ) પર વિડીયો મૂકીને ખુલાસો કર્યો હતો. દરમિયાન પ્રવીણ ભાલાળા અને અન્ય એક દક્ષા નામની મહિલા સામે હની ટ્રેપ ( Honey Trap ) કરીને 14 લાખ પડાવ્યાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવીણ ભાલાળાએ ફેસબુકમાં વીડિયો મૂકીને આ બાબતે એક નિવેદન પણ જાહેર કર્યું છે.

https://dailynewsstock.in/2025/03/19/crime-news-love-problem-murder-husban/

મળતી માહિતી પ્રમાણે, 2014-15માં લેસ પટ્ટીના વેપારી સામાજિક આગેવાન પ્રવીણ ભાલાળાના સંપર્કમાં આવ્યો હતો. લેસ પટ્ટી એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રવીણ ભાલાળાને નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો વેપારી તેના સંપર્કમાં આવ્યો હતો. પુણાગામ ખાતે આવેલી પ્રવીણ ભાલાળાની ઓફિસ પર લેસ પટ્ટીનો વેપારી અને તેના મિત્રો માત્ર બેસવા જતા હતા. દરમિયાન 2015ના ઓગસ્ટ મહિનામાં એક મહિલાએ દિવ્યા ઉર્ફે દક્ષા તરીકે પોતાનો પરિચય આપીને ફોન ઉપર લોનના બહાને વાતચીત કરી હતી. જોકે લેસપટ્ટીના વેપારીએ કોઈ રીપ્લાય આપ્યો ન હતો. એક અઠવાડિયા બાદ દિવ્યા ઉર્ફે દક્ષાએ બે બિભત્સ વીડિયો ( honey trap ) વોટ્સએપ ( video whatsapp ) પર મોકલ્યા હતા. ત્યારે પણ વેપારીએ કોઈ રીપ્લાય આપ્યો નહોતો.

https://youtube.com/shorts/9OfBkLk3YEU?feature=share

honey trap : ઓરિસ્સા કટક ખાતે રહેતા વૃદ્ધને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 6.16 કરોડ ઓનલાઇન પડાવી લઈ છેતરપિંડી કરવાના ગુનામાં સુરતના સમાજસેવક પ્રવીણ ભાલાળાનું પહેલા નામ સામે આવ્યા બાદ ડ્રાઈવરનું પણ નામ ખૂલ્યું છે.

વેપારીએ દિવ્યા નામની મહિલા યુગલ રોમાન્સ માણતા હોઈ તેવા 2 વીડિયો કલીપ મોકલે છે તે વાત પ્રવિણ ભાલાળાને કરી હતી જેથી પ્રવીણે મને કહેલ કે તુ તેની સાથે વાતચીત કર અને મિત્ર બનાવ, મારી પોતાની પાસે પણ આવી 3- 4 સ્ત્રી મિત્ર છે, પછી આપણે ફાર્મ ઉપર જાશુ” તેવી વાતચીત કરેલ પરંતુ મે કોઇપણ પ્રકારની વાતચીત કરેલ નહી. પરતું દિવ્યાએ વોટસઅપમાં વાતચીત કરી વીડિયો ( honey trap ) મોકલી વેપારીને પુણાગામ ડી.આર.વર્લ્ડ ની બહારની બાજુએ મળવા બોલાવતા વેપારી મિત્ર સાથે કાર લઈને મળવા ગયો હતો.

http://www.google.com/search?q=dailynewsstock.in

વેપારી આવતા જ દક્ષાએ ફરવા જવાનુ કહેતા વેપારી કારમાં બેસાડીને પુણાગામ કેનાલ રોડ થઈને કામરેજ-વાવ ( kamrej vav ) બાજુ ગયા હતા ત્યારે દક્ષાએ આપણે હોટલમાં રૂમમાં જઈએ ત્યાં વાત કરીએ તેમ કહેતા નજીકમાં ગણેશ હોટલમાં ગયા હતા. વેપારીનો મિત્ર બહાર હતો અને વેપારી દક્ષા સાથે એક રૂમમાં નોર્મલ વાતચીત કરેલ અને દશેક મિનિટમાં દક્ષાએ પેટમાં દુખે છે અને મારી તબીયત ખરાબ છે ચાલો આપણે પાછા જઈએ આપણે પછી મળીશું તેમ કહેતા દક્ષાને પુણા પરવત પાટીયા ખાતે ઉતારીને વેપારી ઓફિસ પર જતો રહ્યો હતો. દરમિયાન રાત્રીના આશરે આઠેક વાગ્યે વેપારીના મોબાઇલ નંબર ઉપર અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલ અને હું પી.એસ.આઇ. ( PSI ) બોલુ છુ, તમે આજે કોઈ છોકરી સાથે ફરવા ગયા હતા અને તમે તે છોકરીની છેડતી ( honey trap ) કરી છે તમારી વિરૂધ્ધ ફરીયાદ દાખલ થાય છે ” તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો.

વેપારી પર અન્ય એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલ કે, હું છોકરીનો સંબંધી બોલુ છુ તેમ કહીને વેપારી સાથે ફોન ઉપર ગાળા ગાળી કરવા લાગતા ફોન કાપી ને પ્રવિણભાઇ ભાલાળાને ફોન કરીને બનાવ બાબતે જાણ કરી હતી. પ્રવિણ ભાલાળાને મળીને વાતચીત કરતા વેપારીને કહ્યું હતું કે તું ચિંતા નહિં કર, હું તારૂ કાંઇ થવા નહી દઉં હું પી.એસ.આઈ.ને મોટા વરાછા મળતો આવુ ” તેમ કહીને પ્રવિણ ગયો હતા. પરત આવ્યા બાદ પ્રવીણે જણાવ્યું હતું કે, અત્યારે બહુ ગંભીર મેટર થઈ ગઈ છે લોકોના ટોળા ભેગા થયા છે તેઓ ફરીયાદ કરવાની વાત કરે છે અહિંયાથી નહિં પતે એટલે મારે ઉપર લેવલે વાત કરવા જવુ પડશે તેમ કહીને વેપારીને ડરાવવામા આવ્યો હતો.

પ્રવિણભાઇ ભાલાળાએ વેપારીને રાત્રીનાં અઢી વાગ્યે ફોન કરીને જણાવ્યું હતું કે, છોકરી અને તેનાં પરિવારવાળા ફરીયાદ પાછી ખેંચવાના 25 લાખ રૂપિયા માંગે છે, જો પૈસા નહી આપીએ તો ફરીયાદ ( honey trap ) કરવાની વાત કરે છે. જેથી વેપારીથી આટલી મોટી રકમની વ્યવસ્થા ન થઈ શકે એમ હોવા અંગે જણાવ્યું હતું. જેથી પ્રવીણ એ તેના મિત્રને પણ પસ્તાવાનો વારો આવશે અને બદનામ થઈ જશો તેવું કહીને ખૂબ જ ડરાવ્યા હતા.

પ્રવીણ ભાલાળાએ મધ્યસ્થી કરીને 25 લાખમાંથી ઓછા કરાવવા માટેનું જણાવીને વેપારીને વિશ્વાસમાં લીધો હતો. અંતે 14 લાખમાં સમાધાન થશે તેવું કહેતા વેપારીએ પોતાના મિત્ર અને બેન્ક એકાઉન્ટ માંથી તમામ રૂપિયા ઉપાડીને પ્રવીણ ભાલાળાને 14 લાખ રૂપિયા આપ્યા હતા. દરમિયાન પ્રવીણ ભાલાળાએ આ વેપારીનો ફોન પણ ફોર્મેટ મારીને કહ્યું હતું કે પરિવારજનોએ ફરિયાદ પાસે ખેંચી લીધેલી છે તું હવે છૂટો.

વેપારીને પ્રવિણભાઇ ભાલાળા ઉપર શંકા જતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વેપારીને હનીટ્રેપ ( honey trap ) નો શીકાર કરનાર દિવ્યા ઉર્ફે દક્ષા પ્રવિણભાઈ ભાલાળાને ત્યાં જ કામ કરે અને પ્રવિણભાઇ ભાલાળા દિવ્યા ઉર્ફે દક્ષા અને અન્ય છોકરીઓ સાથે મળીને આવા પ્રકારના જ કામ કરે છે. જોકે પ્રવિણભાઇ ભાલાળા સામાજીક આગેવાન તરીકે કામકાજ કરતા હોઈ તેઓ ઉંચી વગ ધરાવતા હોવાથી જે તે સમયે વેપારીએ કોઇ કાર્યવાહી કરી ન હતી. દરમિયાન સમાચારમાં 6 કરોડની છેતરપિંડીના કેસમાં પ્રવીણ ભાલાળા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હોવાની જાણ થતા વેપારીમાં હિંમત આવી હતી અને પ્રવીણ ભાલાળા અને દિવ્યા ઉર્ફે દક્ષા નામની મહિલા વિરુદ્ધ વરાછા પોલીસ ( varacha police ) સ્ટેશનમાં હની ટ્રેપ ( honey trap ) ની ફરિયાદ નોંધાવી હતી.

પ્રવિણ ભાલાળા જે કેસમાં ભાગતો ફરી રહી છે તે કેસ શું છે?
મળતી માહિતી અનુસાર, ઓરિસ્સા કટક ખાતે રહેતા 60 વર્ષીય વૃદ્ધ વેંકટેશ્વર શીલાનો સોશીયલ મીડીયા ફેસબુક તથા વોટ્સએપ દ્વારા સંપર્ક કરી ઠગ ટોળકીએ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડ્રીંગ કરવાથી સારો નફો થશે તેવી લાલય આપી વૃદ્ધ પાસે ટ્રેડીંગ એકાઉન્ટ ખોલાવી ક્રિપ્ટો ( honey trap ) કરન્સીમાં રોકાણના નામે વૃદ્ધ પાસેથી અલગ- અલગ બેંકોમાં કુલ રૂ.6.16 કરોડ ઓનલાઈન પડાવી લઈ છેતરપિંડી કરી હતી. આ મામલે વૃદ્ધે ઓરિસ્સા કટક સીઆઈડી સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઓડિશા પોલીસે સુરત સાયબર પોલીસની સાથે મળી ગતરોજ આ ગુનામાં સંડોવાયેલ ઠગ ટોળકી આરોપી રવિકુમાર કુમાનભાઈ સભાષા તેની પત્ની સેજલબેન તથા રવિના પિતા કુમાનભાઈ રણછોડભાઈ સભાષા તથા રનકલાકાર પારસ ધીરૂભાઈ જેસાણી તેમજ ધર્મેશ નાનુભાઈ સાવલીયાની ધરપકડ કરવામાં આવી છે. ઓરિસ્સા પોલીસ દ્વારા કોર્ટમાંથી પકડાયેલ પાંચેય આરોપીઓના પાંચ દિવસના ટ્રાનજિસ્ટ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાઇ છે.

સોસીયલ મીડિયા માં લુખ્ખાગીરી કરતા ઈશમોને પાઠ ભણાવતી સુરત પોલીસ
34 Post