heavy rain : દક્ષિણ ગુજરાતમાં ( south gujarat ) જે રીતે વરસાદ ( rain ) વરસ્યો છે તેને કારણે દક્ષિણ ગુજરાતની અંદર ખેડૂતો ( farmers ) ની ચિંતા વધી ગઈ છે. હવામાન ( weather ) વિભાગની આગાહી બાદ આ વર્ષે સતત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ( heavy rain ) વરસ્યો હતો. જૂન મહિનાથી શરૂ થયેલા વરસાદે ઓગસ્ટ મહિના ( aughst month ) સુધી તબાહી મચાવી હતી. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઇ છે. દક્ષિણ ગુજરાતના પાકને વધુ વરસાદના કારણે નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતના અતિ મહત્વના પાક પૈકી એક શેરડી છે. ત્યારે 15,000 એકરમાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેને લઇને ખેડૂત આગેવાન દ્વારા નુકસાનીનો સર્વે કરવા કૃષિમંત્રીને અપીલ કરવામાં આવી છે.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/08/30/gujarat-imd-high-alert-depp-depression/
શેરડીના પાક પર સફેદ માખીનો ઉપદ્રવ
દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને કારણે દક્ષિણ ગુજરાતની અંદર ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને છેલ્લા એક મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા શેરડીના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વધુ પડતા વરસાદને કારણે સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેના કારણે શેરડીના ઉભા પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. હજારો એકરમાં દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર કરવામાં આવતું હોય છે. સફેદ માખીને લીધે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં મહદંશે ખેડૂતો શેરડીનો પાક લેતા હોય છે, પરંતુ વરસાદી માહોલને કારણે હજારો એકરમાં ઉભા શેરડીના પાકને નુકસાન થઈ રહ્યું છે.
heavy rain : દક્ષિણ ગુજરાતમાં ( south gujarat ) જે રીતે વરસાદ ( rain ) વરસ્યો છે તેને કારણે દક્ષિણ ગુજરાતની અંદર ખેડૂતો ( farmers ) ની ચિંતા વધી ગઈ છે.
નુકસાનનો સર્વે કરાવી રાહત પેકેજ આપો
ખેડૂત અગ્રણી જયેશ દેલાડે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ( heavy rain ) ને લીધી 15,000 એકરમાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો સર્વે કરવામાં આવે તે જરૂરી છે. દક્ષિણ ગુજરાતના શેરડીના પાકની સ્થિતિ જોતા રાજ્યના કૃષિમંત્રી દ્વારા સર્વેની કામગીરી કરાવવી જોઈએ અને ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવી જોઈએ. ભારે વરસાદને લીધે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં શેરડીના ઉભેલા 3 લાખ એકરના પાકમાંથી મોટા ભાગમાં વ્યાપક પાકને નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આડઅસર વર્તાઈ રહી છે. 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે. હજી એનો વ્યાપ વધી રહ્યો છે. ઓલપાડ, કુદસડ, કીમ, પલસાણા, અને બારડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર જોવા મળી રહ્યો છે.