gujarat : રાજભા ગઢવી ( rajbha gadhvi ) વનબંધુઓ આદિવાસીઓ ( adivasi ) ભાઈઓ અને સમાજની સામે વીડિયો ( video ) મારફતે દિલગીરી વ્યક્ત કરી છે. તેમણે વીડિયોમાં જણાવ્યું કે, હું આદિવાસી સમાજની વિરુદ્ધમાં નથી બોલ્યો, કોઈ ભૂતકાળની ઘટનાને લઈને એક પ્રાંત વિશે વાત કરી છે. લોક સાહિત્યકાર તરીકે આદિવાસી સમાજ ( adivasi society ) ની અનેક અજાણી અદભુત વાતો લોકસાહિત્ય મારફતે બહાર લાવવામાં નિમિત્ત બન્યો છું. હું પણ ગીરનો વનબંધુ છું. હું કેવી રીતે ડાંગના વનબંધુનું ખરાબ બોલી શકું. આમ છતાં કોઈ પણ આદિવાસી કે ડાંગ ( dang ) વિસ્તારના લોકોની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું.
https://youtube.com/shorts/H093rJaLbhA?feature=share
એક લોકડાયરામાં રાજભા ગઢવી દુનિયાભરના જંગલોમાં લૂંટફાટની ઘટનાઓ વિશે વાત કરી રહ્યા હતા. રાજભા ગઢવીએ ડાયરાના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ( gujarat ) ડાંગ આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડા પણ રહેવા દેતા નથી. કલાકાર રાજભા ગઢવી દ્વારા આદિવાસી સમાજ વિશે અપમાન જનક ટિપ્પણી મામલે રાજ્યના આદિજાતિ મંત્રી ડાંગના પ્રભારી કુંવરજી હળપતિએ કહ્યું હતું કે, રાજભા ગઢવીએ ડાંગ નહીં, પરંતું સમગ્ર આદિવાસી સમાજની અપમાન કર્યું છે. આવનાર દિવસોમાં તમારા ડાયરા અને મંડપ તોડી નાખતા પ્રજા અચકાશે નહિ. રાજભાએ જાહેરમાં માફી માંગવી પડશે. ડાંગ દરબાર, સાપુતારા મલ્હાર ઉત્સવમાં તમારી જેવી હસ્તીઓનું સ્વાગત કરવામાં આવે છે. દીકરી ડાંગી નૃત્ય કરીને તમને આવકારે છે. રાજભાનું નિવેદન વખોડું છું અને સાંખી નહિ લઈએ.
gujarat : રાજભા ગઢવી ( rajbha gadhvi ) વનબંધુઓ આદિવાસીઓ ( adivasi ) ભાઈઓ અને સમાજની સામે વીડિયો ( video ) મારફતે દિલગીરી વ્યક્ત કરી છે.
વાયરલ વિડિયોમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ડાંગ જિલ્લાનાં આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. ડાંગ જિલ્લામાં આ વાયરલ વીડિયો અંગે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજભા ગઢવીના ડાંગ વિશેના વિવાદાસ્પદ વીડિયોને લઈ ડાંગના રાજા ધનરાજસિંહ સુર્યવંશીએ રાજભાને ચેલેન્જ આપતાં જણાવ્યું હતું કે આ વિવાદાસ્પદ ટિપ્પણી પાછી ખેંચે અને અમારી પ્રજા પાસે માફી માગે નહીં તો આવનારા દિવસોમાં આ મુદ્દે આવેદનપત્ર આપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડાંગના સામાજિક કાર્યકર સ્નેહલ ઠાકરેએ આ વાયરલ વિડિયોને લઈ ડાંગ જીલ્લા આદિવાસી સમાજ વતી આ બાબતે તાત્કાલિક ધોરણે એટ્રોસિટી એકટ મુજબ FIR કરી ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.